તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર BREAKING:મજુરોથી ભરેલી ટ્રેનોને ટાઇમ બોમ્બથી ઉડાવવાની ફિરાકમાં ISIના સ્લિપર સેલ; ભાસ્કરને મળ્યો રેલવે પોલીસનો સિક્રેટ પત્ર

પટના23 દિવસ પહેલાલેખક: અમિત જયસ્વાલ
પટના રેલવે સ્ટેશન પર ચેકિંગ અભિયાન.

પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ઇંટર સર્વિસ ઇંટેલિજેંસ(ISI)ભારતમાં આંતકી ઘટનાને અંજામ આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમના નિશાને બિહાર અને ઉત્તરપ્રદેશ જવાવાળી ટ્રેનો છે. આ ટ્રેનમાં ખૂબ ભીડ હોય છે. ISIએ આ ટ્રેનોમાં ટાઇમરના ઊપયોગ વડે બ્લાસ્ટ કરવાનુ ષડયંત્ર રચ્યુ છે. જેનાથી જાન-માલનુ વધારેમાં વધારે નુકશાન થઇ શકે. આ વાતનો ખુલાસો મંગળવારે થયો જ્યારે બિહાર રેલ્વે પોલીસનો એક ડિપાર્ટમેન્ટલ લેટર ભાસ્કરના હાથે લાગી ગયો.

તે લેટરમાં લખ્યુ હતુ કે ISI કેવી રીતે આંતકી ઘટનાને અંજામ આપવાનુ ષડયંત્ર રચી ચૂકી છે. 17, જૂને દરભંગા સ્ટેશન પર થયેલા પાર્સલ બ્લાસ્ટ પછી બિહાર રેલ્વે પોલીસ અને પછી બીજી તપાસ એંજન્સીઓએ તપાસ કરી છે જેમાં સૌથી ખતરનાક ષડયંત્ર ટ્રેનમાં બોમ્બ બ્લાસ્ટનુ છે.

તારોને જોડો અને ટ્રેનમાં લગાવો
બિહાર રેલ્વે પોલીસના લેટર અનુસાર, પાકિસ્તાનની ISIએ પંજાબમાં પોતાના સ્લિપર સેલને ટાઇમરના સાથે એક બોમ્બ આપવામાં આવ્યા છે. અને તેમા નિર્દેશ કરવામાં આવ્યો છે કે તારોને જોડો અને તૈયાર ટ્રેનમાં બોમ્બ લગાવો. બોમ્બને એવી ટ્રેનોમા લગાવવાનુ કહેવામા આવ્યુ છે કે જેમાં બિહાર અને ઉત્તરપ્રદેશના મજૂર આવતા-જતા રહે છે. લેટરમાં લખ્યુ છે કે મજૂરોને નિશાન બનાવીને કાનૂન- વ્યવસ્થા બગાડી શકાય છે.

વિશેષ સુરક્ષા રાખવાનો આદેશ
ભાસ્કરના હાથે લાગેલા આ લેટરને બિહાર રેલવે પોલીસ હેડ ઓફિસે તમામ રેલવે SP, SDPO, SHO, અને OUTPOST ઇંન્ચાર્જને જાહેર કર્યો છે. દરેકને વિશેષ સુરક્ષા રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમને રેલવે એડમિનિસ્ટ્રેશન, RPF અને લોકલ પોલીસના તાલમેલ સાથે સુરક્ષા માટે કડક બંદાબસ્ત ગોઠવવાનુ કહેવામાં આવ્યુ છે.

પટના જંક્શન પર કડક સુરક્ષા વ્યવસ્થા
રેલવે પોલીસ હેડક્વાર્ટર દ્વારા બહાર પડાયેલા આદેશો બાદ પટણા રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ડોગ અને બોમ્બ સ્કવોડની મદદથી સ્ટેશનની અંદર અને બહાર સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. દરેક મુસાફરની બેગ તપાસવામાં આવી રહી છે. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા સ્ટેશનના દરેક ક્ષેત્ર પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેનોમાંથી મુસાફરી કરતા મુસાફરોની પણ તપાસ કરવામાં આવી રહી છે. સિવિલ ડ્રેસમાં રેલ્વે પોલીસની એક ટીમ ફરતી ટ્રેનોની અંદર તૈનાત કરવામાં આવી છે.

આ સાથે, ટ્રેનમાંથી આવતા પાર્સલ અને રેલવે મેલ સર્વિસના દરેક બેગને ચેક કરવામા આવી રહી છે. મુસાફરોને અપીલ કરવામાં આવી રહી છે કે ટ્રેનમા કાઇ પણ અજાણી વસ્તુને ન અડે. અને જો આવી કોઇ વસ્તુ નજરે પડે તો તરત જ પોલીસ અથવા RPFને જાણકારી આપવામાં આવે.

બિહાર પોલીસ હેડક્વોટરમાં ઉચ્ચ કક્ષાની મીટિંગ
સ્ટેશન, ટ્રેન અને તેના મુસાફરોની સુરક્ષાને લઇને બિહાર પોલીસ હેડક્વાર્ટર પણ એલર્ટ થઈ ગયું છે. DGP સંજીવકુમાર સિંઘલની સૂચનાથી ADG રેલ નિર્મલકુમાર આઝાદ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. જેમાં બિહાર રેલ્વે પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ RPFનાં અધિકારીઓ શામેલ છે. ટ્રેન અને મુસાફરોની સલામતી અને સુરક્ષાને લઈને અનેક મુદ્દાઓ પર મંથન ચાલી રહ્યું છે. મૂવિંગ ટ્રેનમાં ટાઇમ બોમ્બના ઉપયોગને અટકાવવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા નવી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

દરભંગા સ્ટેશન પર પાર્સલ બ્લાસ્ટથી જોડાઇ રહી છે કડીઓ
લખનઉમાં 2 આતંકવાદીઓની ધરપકડ થયા પછી જ બિહારની ટ્રેનો પર બોમ્બ લગાવવાની યોજનાના તાર 17 જૂને દરભંગા રેલ્વે સ્ટેશન પર પાર્સલ બ્લાસ્ટ સાથે જોડાયેલા છે. આ બ્લાસ્ટમાં નેશનલ સિક્યુરિટી એજન્સી (NIA) દ્વારા હૈદરાબાદથી ધરપકડ કરાયેલા ઇમરાન મલિક અને મોહમ્મદ નશીર ખાન ISIનાં આતંકવાદી હતા. બંને શામલી જિલ્લાના કૈરાનાના રહેવાસી હતા. તેના બે સાથીઓ કફિલ અને સલીમ પણ તેમના વોટ્સએપ મેસેજીસ પરથી શોધખોળ કરીને કૈરાનાથી પકડાયા છે.

પાર્સલ રિસીવ થયા અને વિસ્ફોટનુ મિશન પૂરા થવાની જાણકારી ઇમરાને પોતાના પાકિસ્તાની આકા અને ISI હેંડલર ઇમરાન કાનાને વ્હોટ્સએપના માધ્યમથી આપી હતી. ઇમરાન અને નાશિરના ઘરેથી IED બોમ્બ બનાવવાનો સામાન મોટી માત્રામાં મળ્યો હતો. આ વખતે લખનઉથી પકડાયેલ અંસાર ગજવાતુલ હિન્દના આંતકી મિનહાઝ અને મસિરુદિન ઉર્ફે મુશીરના ઘરમાંથી પણ IED બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો છે. એવુ માનવામા આવી રહ્યુ છે કે આ વખતે પણ આતંકીને મેસેજ મોકલનાર કોઇ બીજુ નહી પણ ઇમરાન કાના જ છે.

અન્ય સમાચારો પણ છે...