તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર પ્રદેશ:6 વર્ષની નવ્યાનાં ઘરે કેક અને ગિફ્ટ લઇ જઈને પોલીસે બર્થડે સરપ્રાઈઝ આપી

બાગપત10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે પોલીસ દિવસ-રાત મહેનત કરી રહી છે. પોલીસ આ દરમિયાન ઘરે રહેલા લોકોને જન્મદિવસે બર્થડે સરપ્રાઈઝ આપી રહી છે. ઉત્તર પ્રદેશના બાગપત શહેરમાં રહેતી 6 વર્ષની નવ્યાને પોલીસે જિંદગીભર યાદ રહે તેવી સરપ્રાઈઝ આપી. પોલીસ જીપને ફુગ્ગાથી સજાવીને કેક લઇને આ બર્થડે ગર્લના ઘરે પહોચી. 

નવ્યાનો જન્મદિવસ દર વર્ષે તેના પરિવારજનો ઉજવે છે. આ વર્ષે લોકડાઉનને લીધે જન્મદિવસ સેલિબ્રેટ કરવો શક્ય નહોતું. આથી તેના પિતાએ ઇન્સ્પેકટર અજય શર્માને ફોન કરીને કેક ખરીદવા માટે પરવાનગી માગી હતી. પોલીસે ના પાડી દેતા આખો પરિવાર ઉદાસ થઇ ગયો. થોડા સમય પછી પોલીસની ફુગ્ગાથી સજાવેલી ગાડીઓ લઇને કાવ્યાના ઘરે પહોચી અને હેપ્પી બર્થડે સોંગ ગાયું. ત્યારબાદ તેની પાસે કેક પણ કાપી.  કુલ 6 પોલીસ અધિકારીઓએ નવ્યાના ઘરે જઈને તેનો જન્મદિવસ વધારે યાદગાર બનાવી દીધો. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો