તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માતાએ કોઈપણ સ્થિતિમાં તેની 15 વર્ષની દીકરીને શોધવાની હતી. તે રોજ ભીખ માગતી અને તે સ્ટેશન ઈન્ચાર્જ(SI)ની ગાડીમાં ડીઝલ ભરાવી આપતી, જેણે આ લાંચના બદલામાં પોતાની પુત્રીને શોધવાનો વાયદો કર્યો હતો. એક મહિનો રાહ જોયા બાદ જ્યારે માતાની ધીરજ ખૂટી ગઈ તો તેણે હવે DIGને રજૂઆત કરી છે.
ઘટના ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાના સનિગવાં ગામની છે. અહીં રહેનારી ગુડિયા ઘોડીના સહારે ચાલીને ભીખ માગીને ગુજારો કરે છે. તેની 15 વર્ષની પુત્રી એક મહિનાથી ગુમ છે. બીજી તરફ તેના દૂરના સગાં-વહાલાં પર તેનું અપહરણ કરવાનો આરોપ છે. ગુડિયાની પોલીસે ગુમ થવાની ફરિયાદ નોંધી છે. જોકે જ્યારે પણ તે પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ બાબતે તપાસ કરવા પોલીસ સ્ટેશન જતી હતી ત્યારે તેને ધમકાવીને કાઢી મૂકવામાં આવતી હતી.
મજબૂર થઈને લાંચ આપવાની ઓફર સ્વીકારી
એક દિવસ SI રાજપાલ સિંહે ગુડિયાને તેની દીકરીને શોધવાના બદલામાં ડીઝલ ભરાવી આપવા કહ્યું. તેણે આ વાત માની લીધી, પછીથી આ સિલસિલો ચાલુ થઈ ગયો. જોકે જ્યારે તે પોતાની દીકરીને શોધી આપવાની વાત કરતી તો સ્ટેશન ઈન્ચાર્જ તેને વાયદોઓ કરતા હતા. મજબૂરીમાં તેણે DIG ડોક્ટર પ્રતિંદર સિંહને આ અંગે રજૂઆત કરી હતી. ગુડિયાનો આરોપ છે કે તેણે ભીખ માગીને અત્યારસુધીમાં 10થી 12 હજારનું ડીઝલ ગાડીમાં ભરાવડાવ્યું છે
આરોપી SI અટેચ, દીકરીની શોધમાં લાગી ચાર ટીમ
ગુડિયાનું કહેવું છે કે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઓફિસ સુધી ફરિયાદ કરવા ગઈ હતી. જોકે તેની ફરિયાદને ત્યાં કોઈએ સાંભળી નહિ. હવે DIGએ SIને અટેચ કરી દીધા છે. આ મામલાની વિભાગીય તપાસ ચાલી રહી છે. છોકરીની શોધખોળ માટે ચાર ટીમ બનાવવામાં આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.