તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Worst Situation Was In Kursauli Village, Where The Death Toll Was 6; The Villagers Started Leaving Their Homes Due To Fear

કાનપુરમાં તાવનો કહેર, અત્યાર સુધીમાં 18ના મૃત્યુ:કુરસૌલી ગામમાં સૌથી વધુ સ્થિતિ ખરાબ, અહીં મૃત્યુ પામનારાઓનો આંકડો 6 થયો; ડરના કારણે ઘર છોડવા લાગ્યા ગ્રામીણ

કાનપુર13 દિવસ પહેલા
  • સતત થઈ રહેલા મૃત્યુથી કુરસૌલીમાં કરફ્યુ જેવી સ્થિતિ
  • તાવના પગલે અહીં ખાનગી ડોક્ટરોના ત્યાં દર્દીઓનો ભરાવો છે

ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં તાવનો કહેર સતત વધી રહ્યો છે. તેના પગલે અત્યાર સુધીમાં 18 લોકોના મૃત્યુ થયા છે. કલ્યાણપુરના કુરસૌલી ગામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં રવિવાર સુધીમાં 6ના મૃત્યુ થયા છે. તેમાંથી 4 મૃત્યુ 48 કલાકમાં થયા છે. ડીએમના આદેશ પછી ચીફ મેડિકલ ઓફિસર(CMO) પોતે ટીમની સાથે ગામ પહોંચ્યા અને મચ્છરના લાર્વા ખત્મ કરવા માટે દવાનો છંટકાવ કર્યો.

કુરસૌલી ગામમાં લોકો ડેન્ગ્યુના કહેરથી ભયભીત છે. અહીં 4 લોકોના મૃત્યુ તો છેલ્લા 48 કલાકમાં થયા છે.
કુરસૌલી ગામમાં લોકો ડેન્ગ્યુના કહેરથી ભયભીત છે. અહીં 4 લોકોના મૃત્યુ તો છેલ્લા 48 કલાકમાં થયા છે.

કુરસૌલી ગામમાં કર્ફ્યુ જેવો માહોલ
સતત થઈ રહેલા મૃત્યુથી કુરસૌલીમાં કરફ્યુ જેવો માહોલ થઈ ગયો છે. ઘણા લોકો પોતાના ઘરમાં કેદ રહેવા મજબૂર થઈ ગયા છે, કેટલાક લોકો ઘર છોડીને બીજી જગ્યાએ જવા લાગ્યા છે. જે ઘરમાં લોકો છે તો ત્યાં કોઈકને કોઈકને તાવ છે. ગામના લોકોનું કહેવું છે કે આટલો સન્નાટો આ ગામમાં કોરોનાના સમયે પણ નહોતો.

ગામમાં ઘણા લોકો પોતાના ઘરમાં તાળુ લગાવીને સંબંધીઓના ત્યાં ચાલ્યા ગયા છે, જેથી આ જીવલેણ તાવથી બચી શકાય.
ગામમાં ઘણા લોકો પોતાના ઘરમાં તાળુ લગાવીને સંબંધીઓના ત્યાં ચાલ્યા ગયા છે, જેથી આ જીવલેણ તાવથી બચી શકાય.

CHCમાં સુવિધાઓ નથી, બ્લડ ટેસ્ટ પણ થતો નથી
કુરસૌલી ગામમાં બનેલ સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર(CHC)માં સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સારી નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જો અહીં સારી સુવિધા હોત તો કદાચ આ 6 લોકોના જીવ બચી શક્યા હોત. અહીં બનેલા સરકારી હેલ્થ સેન્ટરમાં લોહીની ચકાસણીની પણ સુવિધા નથી. અહીંથી બ્લડ સેમ્પલ મેડિકલ કોલેજમાં મોકલવામાં આવે છે. એવામાં રિપોર્ટ આવવામાં 3-4 દિવસ લાગી જાય છે. ત્યાં સુધીમાં દર્દીની સ્થિતિ બગડી જાય છે.

તાવ બેકાબુ થતા પ્રશાસન અલર્ટ થયું છે. ગામમાં જ મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો છે.
તાવ બેકાબુ થતા પ્રશાસન અલર્ટ થયું છે. ગામમાં જ મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો છે.

ગામના લોકોમાં થઈ ડેન્ગ્યુની પુષ્ટિ
કુરસૌલી ગામમાં અત્યાર સુધીમાં 200 લોકો તાવથી સંક્રમિત થયા છે. તેમાંથી 28થી વધુ લોકોમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે. જોકે બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ડીએમના આદેશ પર ગામમાં મેડિકલ કેમ્પ લગાવવામાં આવ્યો છે.

ગામના દરેક ઘરમાં તાવથી પીડિત લોકો છે.
ગામના દરેક ઘરમાં તાવથી પીડિત લોકો છે.

ખાનગી ડોક્ટરોએ રવિવારે પણ ક્લિનિક ખોલ્યા
ખાનગી ડોક્ટરોના ત્યાં અહીં દર્દીઓનો ભરાવો છે. અહીં રવિવારે પણ ક્લિનિક ખુલ્લા રહ્યાં. ઈન્દિરાનગરમાં પોતાનું ક્લિનિક ચલાવનાર જનરલ ફિઝિશિયન ડો.એસ કે અવસ્થીનું કહેવું છે કે એકદમથી આટલા દર્દીઓનું આવવું તે કોઈ માટી સમસ્યા તરફ ઈશારો કરે છે.

ગત શુક્રવારે ગામમાં 12 વર્ષની તન્નૂનું માત્ર 5 કલાકની અંદર જ મૃત્યુ થયું હતું.
ગત શુક્રવારે ગામમાં 12 વર્ષની તન્નૂનું માત્ર 5 કલાકની અંદર જ મૃત્યુ થયું હતું.
અન્ય સમાચારો પણ છે...