તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • More Than 2 Thousand Corpses In 1140 Km; The Worst Situation Is In Kanpur, Unnao, Ghazipur And Balia

UPમાં ગંગા કિનારાના 27 જિલ્લાઓમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ:1140 કિમીમાં 2 હજારથી વધુ શબ; કાનપુર, ઉન્નાવ, ગાજીપુર અને બલિયામાં સ્થિતિ સૌથી વધુ ખરાબ

લખનઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરમાં જ 4000થી વધુ શબોને દફનાવવામાં આવ્યા છે

ઉત્તરપ્રદેશના 27 જિલ્લાઓમાંથી વહેતા માતા ગંગાના પ્રવાહે લાશોને દફનાવીને જે સત્ય છુપાવવાની કોશિશ કરાઈ તેને પોતે જ ઉજાગર કરી છે. દૈનિક ભાસ્કરના 30 રિપોટર્સ આ તમામ 27 જિલ્લાઓમાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ મોકલ્યો છે. તમે આ તસ્વીરીને જોવો...વાંચો...અને પછી નક્કી કરો...કે શું સત્ય છે અને શું ખોટુ છે?

1140 કિલોમીટરમાં 2 હજારથી વધુ શબ

દૈનિક ભાસ્કરના 30 રિપોટર્સ બિજનોર, મેરઠ, મુજ્જફરનગર, બુલંદશહેર, હાપુડ, અલીગઢ, કાસગંજ, સંભલ, અમરોહા, બંદાયૂ, શાહજહાંપુર, હરદોઈ, ફર્રુંખાબાદ, કન્નોજ, કાનપુર, ઉન્નાવ, રાયબરેલી, ફતેહપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ, ભદોહી, મિર્ઝાપુર, વારાણસી, ચંદૌલી, ગાજીપુર અને બલિયામાં ગંગા કિનારની મુલાકાત લીધી. ગંગા યુપીના આ જિલ્લાઓમાં 1140 કિલોમીટરની મુસાફરી કરીને બિહારમાં દાખલ થાય છે. તેમાં કાનપુર, કન્નોજ, ઉન્નાવ, ગાજીપુર અને બલિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ મળી. તો અન્ય જિલ્લામાં સ્થિતિ કાબૂમાં જોવા મળી.

આ જિલ્લાઓમાં સૌથી ખરાબ સ્થિતિ
કન્નોજમાં દફનાવવામાં આવ્યા છે 350થી વધુ શબ
કન્નોજના મહાદેવી ગંગા ઘાટની પાસે લગભગ 350થી વધુ શબને દફનાવવામાં આવ્યા છે. પ્રશાસન તેની પર માટી નખાવી રહ્યું છે, જેથી કોઈ જોઈ ન શકે. અહીં ઘાટ પર કામ કરનાર કર્મચારી રાજનારાયણ પાંડેય જણાવે છે કે જે લાશોને ગંગાના કિનારે દફનાવવામાં આવી છે, જે જળસ્તર વધતાની સાથે જ ઉપર આવી જાય છે. અહીં લાશો વહીને બીજા જિલ્લાઓમાં પણ જાય છે.

કાનપુરમાં 400 લાશોનું સત્ય પ્રકાશમાં આવ્યું

કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરમાં જ 4000થી વધુ શબોને દફનાવવામાં આવ્યા છે.
કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરમાં જ 4000થી વધુ શબોને દફનાવવામાં આવ્યા છે.

ઉત્તરપ્રદેશના મોટા શહેરમાં સામેલ કાનપુરના શેરેશ્વર ઘાટની પાસે આટલી લાશોને દફનાવવામાં આવી છે. ભાસ્કર રિપોર્ટરે આ વાતની ચકાસણી કરી. સ્થિતિ ખૂબ જ ભયાનક હતી, અહીં જ્યાં જોવો ત્યાં જમીનમાં દફનાવાયેલી લાશો જ દેખાઈ. કેટલાકને કુતરાઓ ખોતરતા હતા તો કેટલાક પર કાગડાઓ બેઠા હતા. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ પહોંચી ગઈ. પોલીસે એક-એક લાશ પર માટી નખાવવાનું કામ શરૂ કર્યું.

ઉન્નાવમાં રેતીમાં બે જગ્યાએ 900થી વધુ શબને દફનાવવામાં આવ્યા

ઉન્નાવના શુકલાગંજ ઘાટ અને બક્સર ઘાટની પાસે લગભગ 900થી વધુ લાશો દફનાવાઈ છે.
ઉન્નાવના શુકલાગંજ ઘાટ અને બક્સર ઘાટની પાસે લગભગ 900થી વધુ લાશો દફનાવાઈ છે.

કોરોનાકાળમાં દેશનું સૌથી મોટું સ્મશાન ઉન્નાવમાં જ બન્યુ છે. અહીં શુક્લાગંજ ઘાટ અને બક્સર ઘાટની પાસે લગભગ 900થી વધુ લાશને દફનાવવામાં આવી છે. દૈનિક ભાસ્કરે બંને જગ્યાએથી તપાસ કરી. થોડા-થોડા અંતરે માનવ અંગ વેરવિખર પડેલા જોવા મળ્યા. કૂતરાઓ લાશનો હાથ ખોતરતા હતા, તો કોઈકન પગ. દૈનિક ભાસ્કરના ખુલાસા પછી પ્રશાસન ઉંધમાંથી જાગ્યુ અને ઝડપથી તમામ લાશો પરથી કફન હટાવીને રેતી નખાવી દીધી.

ફતેપુરઃ શબ દફનાવેલા મળ્યા
ઉન્નાવની પાસે આવેલા ફતેપુરમાં પણ ગંગા કિનારે લગભગ 20 શબ દફનાવેલા મળ્યા. ગુરુવારે ફતેહપુર અને ઉન્નાવ પ્રશાસન આ લાશોને એક-બીજાના વિસ્તારની હોવાનું કહી રહ્યાં છે. લગભગ 8 કલાકની ચર્ચા પછી એ નક્કી થયું કે હવે બંને જિલ્લાના લોકો પોતપોતાના ક્ષેત્રમાં શબનો અંતિમ સંસ્કાર કરશે.

પ્રયાગરાજ, વારાણસી, ચંદૌલી, ભદોહી, મિર્ઝાપુરમાં મળી 50 લાશ

વારાણસીના સૂજાબાદ ઘાટની પાસે ગંગામાંથી મળેલા શબોને JCBની મદદથી દફનાવવામાં આવ્યા.
વારાણસીના સૂજાબાદ ઘાટની પાસે ગંગામાંથી મળેલા શબોને JCBની મદદથી દફનાવવામાં આવ્યા.

સંગમનગરી પ્રયાગરાજમાંથી અત્યાર સુધીમાં 13 શબોને ગંગા અને યમુના નદીમાંથી કાઢવામાં આવ્યા છે. ચંદૌલીના બડૌર ગામમાં ગંગા ઘાટ પર બે દિવસમાં 12થી વધુ લાશો જોવા મળી. મિર્ઝાપુરના ફતહા ઘાટ પર સોમવારે એક શબ ગંગા કિનારે મળ્યું. વારાણસીના સૂજાબાદ વિસ્તારમાં ગંગાના કિનારા પરથી 7 શબ મળ્યા.

ગાજીપુરઃ શબો મળવાનું ચાલુ, અત્યાર સુધીમાં 280 લાશ મળી

ગાજીપુર બોર્ડર પર એક સાથે ઘણી લાશો જોવા મળી છે.
ગાજીપુર બોર્ડર પર એક સાથે ઘણી લાશો જોવા મળી છે.

બે દિવસ પહેલા જ ભાસ્કરે અહીં 110થી વધુ લાશો હોવોનો ખુલાસો કર્યો હતો. 52 લાશનો વીડિયો પણ બતાવ્યો હતો. પોલીસે આ તમામ લાશોને કાઢીને દફનાવી દીધી છે. જોકે હજી પણ શબ મળવાનું તો ચાલુ જ છે. દરરોજ લગભગ 10થી 12 શબ મળી રહ્યાં છે.

બલિયાઃ અત્યાર સુધીમાં 15 લાશ મળી
ગાજીપુરની નજીક આવેલા બલિયામાં અત્યાર સુધીમાં 15 લાશ ગંગામાંથી મળી છે. આ લાશોને પ્રશાસને કિનારા પર જ ખાડાઓ ખોદાવીને દફનાવી દીધી. હવે કિનારે પોલીસને તહેનાત કરવામાં આવી છે. પ્રશાસને આદેશ આપ્યો છે કે કોઈ પણ ઘાટના કિનારે લાશોને દફનાવી શકશે નહિ. આ સિવાય નદીમાં શબોને વહેવડાવી પણ શકશે નહિ.

ફોટો બુલંદ શહેરનો છે. અહીં અંતિમસંસ્કાર કરતા પહેલા શબને સ્નાન કરાવતા સંબંધીઓ.
ફોટો બુલંદ શહેરનો છે. અહીં અંતિમસંસ્કાર કરતા પહેલા શબને સ્નાન કરાવતા સંબંધીઓ.

પશ્ચિમ યુપીના જિલ્લામાં સ્થિતિ સામાન્ય
પશ્ચિમ ઉત્તરપ્રદેશના જિલ્લામાં સ્થિતિ કાબુમાં છે. અહીં બિજનૌર, મેરઠ, મુજ્જફરનગર, બુલંદશહેર, હાપુડ અલીગઢ, કાસગંજ, સંભલ, અમરોહા, બદાંયૂ, શાહજહાંપુર, હરદોઈ, ફર્રખાબાદ જેવા ગંગા કિનારે વસેલા જિલ્લાઓમાં પણ હાલ સ્થિતિ સામાન્ય છે. અહીં ગંગા કિનારાઓ પર અત્યાર સુધીમાં એક કે બે લાશ મળવાના સમાચાર છે.

અન્ય સમાચારો પણ છે...