• Gujarati News
  • National
  • Uttar Pradesh Election 2022; Rally Of BJP Narendra Modi Yogi Adityanath Amit Shah Campaigning

ભાસ્કર ઇન્ડેપ્થ:શું BJPને ખબર હતી ચૂંટણીપંચનું શિડ્યૂલ? ચૂંટણીપ્રચાર પહેલાં મોદી-શાહ-યોગીએ 68% બેઠક પર કરી લીધી સભાઓ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીપંચે પાંચ રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. આમ તો આ બધું સામાન્ય લાગે છે, પણ જો એનું થોડું એનાલિસિસ કરવામાં આવે તો એક નવી જ તસવીર સામે આવી રહી છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ચૂંટણીપંચ અને ભાજપનું શિડ્યૂલ એટલું પર્ફેક્ટ રહ્યું છે કે એને સામાન્ય માનવું મુશ્કેલ છે.

પંચે 15 જાન્યુઆરી સુધી રેલી, રોડ-શો અને નુક્કડ સભાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ આ પહેલાં જ ભાજપના ટોપના નેતાઓએ ઉત્તરપ્રદેશમાં રેલીઓ અને સભાઓથી ટાર્ગેટ પ્રજા સુધી તેમની વાત પહોંચાડી દીધી છે. વિપક્ષનો વારો આવે એ પહેલાં તો ચૂંટણીપંચે ઘણા પ્રતિબંધો લાદી દીધા છે.

8 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે એ પહેલાં જ વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી દરેક ત્રણમાંથી બે વિધાનસભા સીટ પર સભા અથવા રોડ શો કરી ચૂક્યા હતા. ટકાવારી પ્રમાણે સમજીએ તો આ આંકડો 68% થાય છે. સીટો પ્રમાણે જોઈએ તો યુપીની 403 સીટમાંથી 275 સીટ સુધી આ ટોપના ત્રણ નેતા પહોંચી ગયા છે.

વિપક્ષના અખિલેશ યાદવનો રથ કોરોનાએ રોકી લીધો હતો, જ્યારે BSPના માયાવતી અત્યારસુધી બહાર જ નીકળ્યાં નહોતાં. કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધીએ ઘણાં શહેરોમાં રેલી કરી છે, પરંતુ શું તેઓ કોંગ્રેસને જગ્યા અપાવી શકશે કે નહીં એ તો હવે 10 માર્ચે જ ખબર પડશે.

અન્ય સમાચારો પણ છે...