તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યું હતું કે દેશના અમુક મુસ્લિમોને આપણા વૈજ્ઞાનિકો અને પોલીસ પર વિશ્વાસ જ નથી. તેમને વડાપ્રધાન પર પણ વિશ્વાસ નથી અને તેમને પાકિસ્તાન પર વિશ્વાસ છે. આવા લોકો ઈચ્છે તો પાકિસ્તાન જઈ શકે છે, પરંતુ તેઓ વૈજ્ઞાનિકો પર શંકા ન કરે.
સંગીત સોમે મંગળવારે ઉત્તરપ્રદેશમાં ચંદૌસીમાં મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ માનવામાં આવે છે કે વિપક્ષ સહિત અમુક લોકોએ કોરોના વેક્સિન સામે સવાલ ઉઠાવતાં તેમને જવાબ આપ્યો છે.
I'd said that if people don't trust their own scientists, Govt, PM, Army & Police, it means that they don't trust their own country. So, they should go back to wherever they want to. If they trust Pakistan, they should go there. What is wrong in what I said?: Sangeet Som, BJP MLA pic.twitter.com/5jbhp8BAr6
— ANI UP (@ANINewsUP) January 13, 2021
કેજરીવાલની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે
સંગીત સોમે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી પર પણ આકરા પ્રહારો કર્યા છે. તેમણે આપના ધારાસભ્ય સોમનાથ ભારતી વિશે કહ્યું છે કે અમુક મહિના જેલમાં રહેવાને કારણે સોમનાથ ગુંડા જેવા થઈ ગયા છે. કેજરીવાલની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે.
અખિલેશે UPને મુગલ સલ્તનત બનાવી દીધી છે
ભાજપ ધારાસભ્યએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ધરણાં પર બેઠેલા લોકો ખેડૂત નથી, પરંતુ ખેડૂતવિરોધી છે. સોમે આ પહેલાં જ ચંદૌસીમાં જ ભારતીય યુવા મોર્ચા કાર્યક્રમમાં UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સામે પણ પ્રહારો કર્યા હતા. સોમે કહ્યું હતું કે અખિલેશના શાસનમાં યુપી મુગલ સલ્તનત બની ગયું છે. અખિલેશ આ સલ્તનતના છેલ્લા શાસક હશે, કારણ કે હવે તેમને બીજો મોકો નથી મળવાનો.
પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.