તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Uttar Pradesh Baghpat Shroud Latest Update। Gang Busted Who Selling Stolen Shroud From Dead Bodies In Baghpat

સફેદ કફનનો કાળો ધંધો:ચિતા પર ઢાંકેલા કફનને નવા સ્ટીકર લગાવીને વેચતી ગેંગ ઝડપાઈ, સ્મશાનમાં કામ કરતા મજૂરો પણ સામેલ

ઉત્તર પ્રદેશ | બાગપત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉત્તર પ્રદેશનાં બાગપતનાં કફન ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે. - Divya Bhaskar
ઉત્તર પ્રદેશનાં બાગપતનાં કફન ચોરને પોલીસે ઝડપી પાડ્યા છે.
 • આરોપીઓએ મૃતકનાં કફન સાથે તમામ વસ્ત્રોની પણ ચોરી કરી હતી
 • ચોરીનાં સામાનમાં મહિલાઓનાં ચણિયા અને વસ્ત્રો પણ સામેલ હતા

ઉત્તર પ્રદેશનાં બાગપત જિલ્લામાં સ્મશાન અને કબ્રિસ્તાનમાંથી કફન ચોર ગેંગ ઝડપાઈ છે. આ ગેંગમાં એક કાપડનો વેપારી, એનો દીકરો અને ભત્રીજો પણ સામેલ છે. આમની સાથે દુકાનમાં કામ કરતા 4 વેપારીઓ અને અંત્યેષ્ટિ સ્થળો પર મજૂરી કરનાર લોકો પણ સામેલ છે. પોલીસે દરેકની ધરપકડ કરી લીધી છે.

ગેંગના લીડરે સ્મશાન અને કબ્રસ્તાનમાંથી કફન અને સફેદ કાપડને ચોરવા માટે 300 રૂપિયામાં દૈનિક મજૂરી કરતો માણસ રાખ્યો હતો. આ ગેંગ કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોનાં કફન પણ ચોરી કરીને વેચી દેતી હતી. આ કાર્યમાં સંડોવાયેલા લોકો કફનને ધોઈ, પ્રેસ કરીને ફરીથી વેચી દેતા હતા. ત્યારપછી ગ્વાલિયર માર્કા સ્ટીકર લગાવીને ફરીથી પેકિંગ કરીવે આજ કફનને વેચી દેતો હતો. આ એક કફનની કિંમત 400 રૂપિયા સુધી લોકો પાસેથી લેવામાં આવતી હતી.

ગ્વાલિયરની કંપનીનાં સ્ટીકર લગાવતા હતા
ત્યાંના COએ જણાવ્યું હતું કે આરોપીઓ સ્મશાન અને કબ્રસ્તાનમાં રહેનારા લોકોને 300 રૂપિયાની લાલચ આપીને આ કામ કરાવતા હતા. સ્મશાનમાં કાર્ય કરતા લોકો મૃતદેહનાં કપડા, ધોતી, શર્ટ, પેન્ટ, કફન વગેરે તમામ વસ્તુઓની ચોરી કરતા હતા. ત્યારપછી તેઓ કપડાને ધોઈને ઈસ્ત્રી કરીને નવું સ્ટીકર લગાવતા હતા અને ફરીથી પેક કરીને વેચી દેતા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને આ ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ તમામ આરોપીઓની ઉપર કલમ-144ના ભંગની તથા મહામારીનાં અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

આરોપીઓ

 • પ્રવીણ જૈન, આશીષ જૈન, રિષભ જૈન
 • શ્રવણ કુમાર, રાજુ શર્મા, બબલૂ, શાહરૂખ
પોલીસે કલમ 144નાં ભંગ બદલ અને મહામારીનાં અધિનિયમ હેઠળ ઓરોપીઓની ધરપકડ કરી હતી
પોલીસે કલમ 144નાં ભંગ બદલ અને મહામારીનાં અધિનિયમ હેઠળ ઓરોપીઓની ધરપકડ કરી હતી

જપ્ત કરાયેલો સામાન

 • સફેદ અને પીળી ચાદર (કફન) - 520
 • કુર્તા - 177
 • સફેદ શર્ટ - 140
 • સફેદ ધોતી - 34
 • ગરમ શૉલ રંગીન - 12
 • ચણીયા (મહિલા) - 52
 • રબર બેન્ડનું પેકેટ - 3
 • ટેપ કટર - 01
 • રિબિન ગ્વાલિયા - 158
 • ગ્વાલિયરની કંપનીનાં સ્ટીકર - 112

છેલ્લા 10 વર્ષથી આ પ્રમાણે કરતા હતા
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી આરોપીઓ આ પ્રકારની ચોરી કરતા હતા. ચોરી કરેલા માલને તેઓ ફરીથી ધોઈ- ઈસ્ત્રી કરીને વેચી દેતા હતા.

અન્ય સમાચારો પણ છે...