• Gujarati News
  • National
  • Using A Cold Drink Bottle As A Microphone, He Said The Teacher Disappeared With Attendance, There Was Fodder In The Class, Not Even Facilities Like Water toilet.

ઝારખંડના નાના રિપોર્ટરે સ્કૂલની પોલ ખોલી:કોલ્ડડ્રિંક્સની બોટલને માઇક બનાવીને કહ્યું- ટીચર હાજરી લઈને ગાયબ થઈ જાય; ક્લાસમાં ઘાસચારો પડ્યો હતો, પાણી-ટાઇલેટ જેવી સુવિધા નથી

રાંચી6 દિવસ પહેલા

ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં એક નાના રિપોર્ટરે પોતાના વિસ્તારની સરકારી સ્કૂલની પોલ ખોલીને રાખી દીધી. મામલો જિલ્લાના મહગામા બ્લોકનો છે જ્યાં ખિમિયાચકની સ્કૂલમાં ભણતા એક પૂર્વ વિદ્યાર્થીએ 'રિપોર્ટર'ની ભૂમિકા ભજવતા સ્કૂલમાં જોવા મળતી સમસ્યાનો વીડિયો બનાવ્યો છે.

કોલ્ડડ્રિંક્સની એક ખાલી બોટલનું માઈક બનાવી 12 વર્ષના સરફરાઝે સ્કૂલની દુર્દશા સામે લાવી દીધી. જેનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સરફરાઝ સ્કૂલમાં ફરી ફરીને જણાવી રહ્યાં છે કે સ્કૂલમાં ન તો ટોયલેટ, ન તો પીવાના પાણીની વ્યવસ્થા. આટલું જ નહીં આ 'નાના રિપોર્ટરે' શિક્ષકોની મનમાની પણ જણાવી. કહ્યું શિક્ષક માત્ર હાજરી લઈને ગાયબ થઈ જાય છે.

સરફરાઝનો આરોપ છે કે આ વીડિયો સામે આવ્યા બાદ સ્કૂલના શિક્ષક ઘરે પહોંચ્યા અને તેની માને ધમકાવી. શિક્ષકે કહ્યું કે પુત્રને સમજાવી દો, નહીંતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દઈશું.

ક્લાસરૂમની બહાર સ્ટૂડન્ટ સાથે વાત કરતો સરફરાઝ
ક્લાસરૂમની બહાર સ્ટૂડન્ટ સાથે વાત કરતો સરફરાઝ

સ્કૂલમાં ગંદગી, ક્લાસરૂમમાં ઘાસચારો
ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સરફરાઝ ખાને દેખાડ્યું કે સ્કૂલમાં ગંદગીનો ઢગલો છે. શૌચાલય પણ નથી. ક્લાસ રૂમમાં ભણાવવાને બદલે ઘાસચારો ભરીને બહારથી બંધ કરી દેવાયો છે. મિડ ડે મીલ માટે જ્યાં ખાવાનું બનાવવામાં આવે છે તે જગ્યાએ ગંદગી જ ગંદગી છે. સફાઈ ન હોવાને કારણે સ્કૂલ કેમ્પસમાં જંગલી ઘાસ ઊગી ગયું છે.

ક્લાસરૂમની અંદરની સ્થિતિ દેખાડતો સરફરાઝ.
ક્લાસરૂમની અંદરની સ્થિતિ દેખાડતો સરફરાઝ.

અભ્યાસ નથી થતો એટલે બનાવ્યો વીડિયો
આ રીતે સ્કૂલની હાલતને રજૂ કરવાનું કારણ પૂછ્યું તો સરફરાઝે જણાવ્યું, 'જ્યારે હું ભણતો હતો, ત્યારથી આવી જ હાલાત છે, ભણાવવામાં નથી આવતું. કોઈ જ સુવિધા નથી.' હવે તેના નાના ભાઈ આ સ્કૂલમાં જ ભણે છે તેથી તેને આ વીડિયો વાયરલ કર્યો છે. સરકારને સ્કૂલમાં સુધારો કરવાની માગ કરતા સરફરાઝે કહ્યું કે તેનો ભાઈ અને અન્ય બાળકોને શિક્ષણ મળે તેથી તેને આવું કર્યું છે.

બંધ હેન્ડપંપ દેખાડતો નાનો રિપોર્ટર
બંધ હેન્ડપંપ દેખાડતો નાનો રિપોર્ટર

ટીચરે ઘરે આવીને માને ધમકાવી
જો કે વીડિયો વાયરલ થયા બાદ ત્યાં ભણાવતા શિક્ષકો તેના ઘરે પહોંચ્યા અને તેને આવું ન કરવાનું કહ્યું. સરફરાઝે કહ્યું કે તેની માને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સરફરાઝે દાવો કર્યો કે વીડિયો સામે આવ્યા બાદ સ્કૂલમાં થોડો ઘણો સુધારો પણ થયો છે.

અન્ય સમાચારો પણ છે...