તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરે જ કોરોનાની તપાસ થઈ શકશે:અમેરિકન FDAએ પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી, આનાથી 30 મિનિટમાં રિઝલ્ટ મળી જાય છે

નવી દિલ્હી5 મહિનો પહેલા
USFDAના કમિશનર સ્ટીફન હાનનું કહેવું છે કે આ પહેલી એવી કિટ છે જેનો ઉપયોગ જાતે કરી શકાય છે અને એ ઘરે જ રિઝલ્ટ આપી દે છે. - Divya Bhaskar
USFDAના કમિશનર સ્ટીફન હાનનું કહેવું છે કે આ પહેલી એવી કિટ છે જેનો ઉપયોગ જાતે કરી શકાય છે અને એ ઘરે જ રિઝલ્ટ આપી દે છે.
  • 14 વર્ષથી મોટી ઉંમરના લોકો જાતે ઉપયોગ કરી શકે છે
  • સેમ્પલ લઈને હોસ્પિટલમાં પણ ટેસ્ટ કરી શકાય છે

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(USFDA)એ મંગળવારે કહ્યું હતું કે તેને પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. આનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળી જાય છે.

લ્યુકિરા હેલ્થે નિર્માણ કર્યું
USFDA તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ સિંગલ યુઝ ટેસ્ટ કિટનું નિર્માણ લ્યુકિરી હેલ્થે કર્યું છે, જેનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરવામાં આવી શકે છે. આ કિટ દ્વારા પોતાના નાકમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરી શકાય છે.USFDAના જણાવ્યા પ્રમાણે, 14 વર્ષ અથવા તેનાથી મોટા લોકો આ કિટ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરી શકે છે.

ઘરે આપવામાં આવનારી પહેલી કિટ
USFDAના કમિશનર સ્ટીફન હાને કહ્યું, અત્યારસુધી ઘરે જઈને કોવિડ-19 ટેસ્ટનું સેમ્પલ લેવાની મંજૂરી હતી, જેનું રિઝલ્ટ પછી આવતું હતું. આ પહેલી એવી કિટ છે જેનો ઉપયોગ જાતે કરી શકાય છે અને તે પણ ઘરે જ રિઝલ્ટ આપે છે. USFDAએ કહ્યું હતું કે આ કિટનો ઉપયોગ હોસ્પિટલમાં પણ કરી શકાય છે, પણ 14 વર્ષથી ઓછી ઉમરના લોકોના ટેસ્ટ માટે સેમ્પલ કોઈ હેલ્થ વર્કર જ લેશે.

અમેરિકામાં આગામી વર્ષ જુલાઈ સુધી બધાને કોરોના વેક્સિન લાગી જશે
અમેરિકાએ તમામ નાગરિકોને વેક્સિન આપવાનું પ્લાનિંગ કરી દીધું છે. આગામી મહિનાથી આ અભિયાન શરૂ થઈ જશે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડિસેમ્બરના અંત સુધી લગભગ બે કરોડ લોકોને વેક્સિન લાગી શકે છે. એપ્રિલ સુધી ત્યાં વેક્સિનના 70 કરોડ ડોઝ તૈયાર થઈ જશે, જેને ધ્યાનમાં રાખીને અમેરિકાના તમામ નાગરિકોને વેક્સિન આપવાનું કામ એપ્રિલથી જુલાઈ વચ્ચે સમાપ્ત થઈ જશે. મોડર્ના અને ફાઇઝરે જે વેક્સિન તૈયાર કરી છે તેના બે ડોઝ એક વ્યક્તિને લગાડવાના છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો