વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ હાલ ચર્ચામાં છે. બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશનમાં એક કલાકારે 156 ગ્રામ સોનાની મૂર્તિ બનાવી છે. સોનાની આ મૂર્તિનો વીડિયો વાઈરલ થયા બાદ લોકોએ કહ્યું- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા મેગા સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને રજનીકાંત કરતાં પણ વધારે છે.
પહેલાં વાઈરલ વીડિયો વિશે જાણો
PM મોદીની સોનાની મૂર્તિનો વીડિયો બે દિવસ પહેલાં યોજાયેલા બોમ્બે ગોલ્ડ એક્ઝિબિશનનો છે. વીડિયોમાં મોદીની સોનાની મૂર્તિ ફરતી જોવા મળી રહી છે. તેની નીચે મૂર્તિનું વજન 156 ગ્રામ લખેલું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે આટલા ઓછા સોનામાં આટલી સુંદર મૂર્તિ બનાવવી એ કલાકારની કલાત્મકતા છે. જો કે, વાઈરલ વીડિયોમાં કલાકારનું નામ આપવામાં આવ્યું નથી.
હવે જાણો સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?
ટ્વિટર પર વડાપ્રધાન મોદીની સોનાની મૂર્તિનો વીડિયો શેર કરતા યુઝર્સે લખ્યું કે અમિતાભ બચ્ચન અને રજનીકાંત જેવા વિશ્વભરના લોકપ્રિય લોકોની મીણની પ્રતિમા બનાવવામાં આવી છે. મોદીએ તેમને પણ પાછળ છોડી દીધા છે, તેથી તેમની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે.
ઈન્દોરમાં ધનતેરસ પર મોદીની ચાંદીની મૂર્તિઓ વેચાઈ હતી
ધનતેરસ પર ઈન્દોરમાં એક શરાફ શોપમાં મોદીની ચાંદીની મૂર્તિ વેચાઈ હતી. 150 ગ્રામ ચાંદીથી બનેલી આ મૂર્તિઓ 11 હજાર રૂપિયામાં વેચાઈ હતી. શરાફી વેપારીએ મુંબઈથી ઓર્ડર આપીને બનાવડાવી છે. આ મૂર્તિઓ અલગ અલગ મુદ્રાઓ અને કુર્તાની હતી.
ઈન્દોરના છોટા શરાફાના વેપારી નિર્મલ વર્મા જૂના રાજમોહલ્લાના રહેવાસી છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આઇકોન માને છે. નિર્મલ બીજેપી મર્ચન્ટ સેલના પ્રમુખ પણ છે. તેઓ લાંબા સમયથી હર હર મોદી, ઘર ઘર મોદીના અભિયાનને આગળ વધારી રહ્યાં છે.
મોદીની ચાંદીની નોટ અને સિક્કા
ઈન્દોરના નિર્મલ વર્મા લાંબા સમયથી એક દુકાનમાંથી PM મોદીના ચાંદીના સિક્કા અને નોટો વેચી રહ્યાં છે, પરંતુ તેમણે મુંબઈમાં જ્વેલર્સના એક ગ્રુપમાં PM નરેન્દ્ર મોદીની ચાંદીની મૂર્તિઓ જોઈ. આ પછી તેમણે ખાસ ઓર્ડર આપીને આ મૂર્તિઓ બનાવડાવી.
મોદી કુર્તા અને જેકેટનો પણ ટ્રેન્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ડિઝાઇનવાળો કુર્તો પહેરે છે. જેની સ્લીવ હાફ શર્ટ જેવી ટૂંકી રહે છે. મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી આ કુર્તા અને તેમની સ્ટાઇલનું જેકેટ ટ્રેન્ડમાં છે. યુવાનોમાં કુર્તાની આ સ્ટાઇલનો ઘણો ક્રેઝ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.