• Gujarati News
  • National
  • Users Around The World Are Annoyed By WhatsApp, Facebook And Instagram Not Being Down, Posting Or Texting.

વોટ્સએપ, FB અને ઈન્સ્ટાગ્રામ ડાઉન:6 કલાક બંધ રહેતાં યુઝર અકળાયા, લોકોએ ઝકરબર્ગના મીમ્સ બનાવી ઠેકડી ઉડાવી; ઝકરબર્ગ યુઝર્સની માંફી માંગી

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પ્લેટફોર્મ લગભગ 6 કલાક સુધી સમગ્ર વિશ્વમાં બધ રહ્યું, જેના પગલે અબજો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમસ્યા સોમવારે રાતે લગભગ 9.15 કલાકે શરૂ થઈ હતી. તે પછી લોકોએ તરત જ પ્રતિક્રિયા આપવાની શરૂ કરી. કેટલાક લોકોએ ઝ્કરબર્ગના મીમસ બનાવીને તેમની ઠેકડી ઉડાવી. જોકે બાદમાં ઝ્કરબર્ગે આ અંગે માંફી માંગી હતી.

આ આઉટેજની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેરમાં પણ જોવા મળી અને કંપનીના શેર 6 ટકા સુધી ઘટ્યા. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ યુઝર છે.

ફેસુબકના CEO માર્ક ઝકરબર્ગે યુઝર્સની માંફી માંગી
1 કરોડથી વધુ યુઝર્સે કરી હતી ફરિયાદ
આઉટેજની સમસ્યા ઘણા કલાકો વીતી જવા છતાં ચાલુ રહી, એવામાં લોકો મેસેજ મોકલી શકતા નહોતા કે રીસીવ પણ કરી શકતા નહોતા. ઉલ્લેખનીય છે કે કંપનીનું સર્વર ડાઉન થવાના કારણે આ સમસ્યા આવી હતી. આઉટેજ ટ્રેકિંગ કંપની owndetector.comના જણાવ્યા મુજબ વિશ્વમાં 1.06 કરોડ યુઝર્સે સર્વિસ બંધ થવાની ફરિયાદ નોંધાવી હતી.

હજારો યુઝર્સે કરી ફરિયાદ
મળતી માહિતી મુજબ ભારત સહિત અનેક દેશમાં વ્હોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના સર્વર ડાઉન થવાથી આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ફેસબુક ઓપન કરતાં બફરિંગ થઈ રહ્યું છે, જ્યારે ઈન્સ્ટાગ્રામ પર રીફ્રેશ કરવા પર 'કુડ નોટ રીફ્રેશ ફીડ'નો મેસેજ આવી રહ્યો છે. તેને લઈને ટ્વિટર પર #instagramdown, #facebook અને #whatsappdown હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે યુઝર્સ આ અંગેની ફરિયાદ સતત ટ્વિટર પર કરી રહ્યાં છે. ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ભારત સહિત વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. જો કે આ પ્લેટફોર્મના સર્વર ડાઉન કેમ થયા તે અંગે કોઈ જ માહિતી સામે આવી નથી. આઉટેજની આ સમસ્યા હજુ પણ યથાવત છે. લોકો મેસેજ નથી મોકલી શકતા કે નથી રિસીવ કરી શકતા. કંપનીનું સર્વર ડાઉન હોવાને કારણે આ સમસ્યા આવી રહી છે.

6 બિલિયન ડોલરનું નુકસાન થયું
વિશ્વમાં 6 કલાક સુધી વોટ્સએપ, FB અને ઈન્સ્ટાગ્રામ લગભગ 6 કલાક બંધ રહ્યાં હતા. તેના પગલે
ઝ્કરબર્ગને લગભગ 6 બિલિયન ડોલરનું નુકસાન થયું છે.

ફેસબુક અને વ્હોટ્સએપે આપી સ્પષ્ટતા
ફેસબુક અને વ્હોટ્સએપે સ્પષ્ટતા કરી છે. ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ત્રણેય પર માલિકી હક ફેસબુકનો જ છે. ​​​ફેસબુકે કહ્યું કે કેટલાંક લોકોને એપ ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેના માટે ક્ષમા માંગીએ છીએ. ટૂંક સમયમાં જ આ સમસ્યાને ઠીક કરવામાં આવશે.

તો વ્હોટ્સએપે સોશિયલ મીડિયામાં નિવેદન જાહેર કરી કહ્યું કે અમને ખ્યાલ જ છે કે હાલ કેટલાંક લોકોને થોડી મુશ્કેલીઓ આવી રહી છે. અમે આ વસ્તુને ફરી સામાન્ય બને તે માટે કામ કરી રહ્યાં છીએ અને ટૂંક સમયમાં જ આ અંગેની જાણકારી આપીશું. તમારા ધેર્ય માટે ધન્યવાદ

ફેસબુક ઘણું જ ઓછું ડાઉન થાય છે
ફેસબુક ડાઉન થવાના મામલા ઘણાં જ ઓછા સામે આવે છે. તેમ છતાં આવું થાય ત્યારે દુનિયા પર સોશિયલ મીડિયા યુઝર્સને ઘણી અસર પડ છે, કેમકે ત્રણેય મોટાં સોશિયાલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના જ છે. કંપની આ પ્રકારના સ્લો ડાઉન અંગે કોઈ જાણકારી નથી આપતી, કે ન તો તેનું કોઈ કારણ જણાવે છે.

મુશ્કેલી દૂર થયા બાદ પણ કંપની એવું નથી જણાવતી કે આવી સમસ્યા કેમ ઉદ્ભવી હતી. 2019માં ફેસબુકમાં અત્યાર સુધીનું સૌથી મોટું સ્લોડાઉન થયું હતું. તે સમયે પણ કંપનીએ માત્ર એટલું જ કહ્યું હતું કે રૂટીન મેઈનટેનન્સ ઓપરેશન દરમિયાન કેટલીક મુશ્કેલીઓ આવી હતી જેને દૂર કરી દેવાઈ છે.

20,000થી વધુ યુઝર્સની ફરિયાદ
વેબ સર્વિસિઝને ટ્રેક કરનારી વેબસાઈટ downdetector.in પર પણ મોટી સંખ્યામાં યૂઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. એક કલાકથી વધુ સમયથી આ ત્રણેય સોશિયલ મીડિયાની સર્વિસ ડાઉન છે. ડાઉનડેટેક્ટરના આંકડા મુજબ વ્હોટ્સએપ યુઝર્સ મેસેજ મોકલવાની સાથે સાથે એપમાં પડતી સમસ્યા પણ જણાવી રહ્યાં છે. ડાઉનડેટેક્ટર વેબસાઈટ વ્હોટ્સએપ માટે લગભગ 80,000 યુઝર્સ અને 50 હજારથી વધુએ ફેસબુકથી ફરિયાદ કરી છે.

એન્ડ્રોઈડ, IOS અને PC તમામ જગ્યાએ સર્વિસ ડાઉન
ત્રણેય પ્લેટફોર્મના ડાઉન થવાની સમસ્યા એન્ડ્રોઈડ, IOS અને PC તમામ પર જોવા મળે છે. એક બાજુ જ્યાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ યુઝર્સ ન્યૂઝ ફીડને અપડેટ નથી કરી શકતા, તો વોટ્સએપ યુઝર્સ કોઈ પણ મેસેજ મોકલી નથી શકતા. જો કે આ ત્રણેયની સેવા કયા કારણથી ઠપ થઈ તેનો ખ્યાલ હજુ સુધી નથી આવ્યો.

ઝુકરબર્ગે ગણાવ્યો હતો ગંભીર મુદ્દો
અમેરિકી ટેક્નોલોજી બ્લોગ ધ વર્ઝે 2019ના સ્લોડાઉન પર એક લીક ટ્રાંસક્રિપ્ટ પબ્લિશ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ માર્ક ઝુકરબર્ગે આ પ્રકારના સ્લોડાઉનને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તેમનું માનવું હતું કે આ પ્રકારની કોઈ પણ સમસ્યા લોકોને આપણાં કોમ્પીટીટર્સના પ્લેટફોર્મના ઉપયોગ કરવા તરફ વાળી શકે છે. એવું થવાથી લોકોનો વિશ્વાસ જીતવામાં મહિનાઓ લાગી શકે છે.

હાલના સ્લોડાઉન પર કંપનીનું શું કહેવું છે?
કંપનીના પ્રવક્તા એન્ડી સ્ટોને ટ્વીટર પર કહ્યું કે અમે લોકોને પડી રહેલી મુશ્કેલીઓ માટે માફી માગીએ છીએ. અમારી એપ અને પ્રોડક્ટ્સને એક્સેસ કરવામાં લોકોને પરેશાની થઈ રહી છે. અમે સમસ્યાના સમાધાન માટે અને બધું ફરી સામાન્ય બને તે માટે કામ કરી રહ્યાં છીએ. જો કે સ્ટોને તે ન જણાવ્યું કે પરેશાની કેમ થઈ અને તે કેટલી વારમાં ઠીક થશે.

6 મહિના પહેલાં 42 મિનિટ સુધી ઠપ રહ્યાં હતા પ્લેટફોર્મ
લગભગ 6 મહિના પહેલાં પણ વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આખી દુનિયામાં 42 મિનિટ સુધી ઠપ થઈ ગયા હતા. ત્યારે રાત્રે 11:05 મિનિટે ઊભી થયેલી સમસ્યા લગભગ 11:47 વાગ્યા સુધી યથાવત રહી હતી. દુનિયામાં વ્હોટ્સએપ 5 અબજથી વધુ વખત ડાઉનલોડ થયું છે. પહેલાં પણ અનેક વખત સર્વર પર લોડ વધવાને કારણે વ્હોટ્સએપ ક્રેશ થઈ ચુક્યું છે. આ સમસ્યાને થોડી જ વારમાં સોલ્વ કરવામાં આવે છે. આટલો જ સમય અબજો યૂઝર માટે પરેશાન કરવા માટે પુરતું હોય છે. જો કે સમગ્ર દુનિયામાં વ્હોટ્સએપ ક્રેશ થયું હોય તેવા સમાચાર ઓછાં જ આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...