તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રેલવે ટિકિટ મોંઘી થશે:1000થી વધુ રેલવે સ્ટેશનો પર યુઝર ચાર્જ ચૂકવવો પડશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
રેલવે સ્ટેશનની ફાઇલ તસવીર.
  • રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમારે માહિતી આપી

રેલવેની મુસાફરી કરવી હવે મોંઘી થઈ શકે છે. રેલવે બોર્ડ ચેરમેન અને સીઈઓ વિનોદકુમાર યાદવે માહિતી આપી કે એરપોર્ટ પર વસૂલાતા યુઝર ચાર્જની જેમ હવે અમુક રેલવે સ્ટેશનો પર પણ યુઝર ચાર્જ વસૂલવામાં આવશે.

આ દરમિયાન નીતિપંચના સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ખાનગી ટ્રેનોનું ભાડું બજારના હિસાબે નક્કી કરાશે. પેસેન્જરને વેલ્યુ એડેડ સર્વિસ પણ ઉપલબ્ધ કરાવાશે. રેલવેએ જાહેરાત કરી હતી કે કુલ રેલવે સ્ટેશનના 10થી 15 ટકા સ્ટેશનોમાં પર જ યુઝર ચાર્જ વસૂલાશે. સીઆરબી અને સીઈઓએ માહિતી આપી હતી કે 1050 સ્ટેશનોમાં યાત્રીઓનું ફૂટફોલ વધારાશે. ફૂટફોલ વધતાં સ્ટેશનની ક્ષમતા વધારવા તેનું પુન:નિર્માણ કરાશે. આ સ્ટેશનો પર યુઝર ચાર્જ વસૂલવામાં આવશે. દેશમાં ભારતીય રેલવેનાં આશરે 7000 રેલવે સ્ટેશન છે.

યુઝર ચાર્જ કેટલો હશે એના પર ટૂંકમાં નોટિફિકેશન આવશે
સીઆરબી વી.કે.યાદવે જણાવ્યું હતું કે યુઝર ચાર્જ માટે રેલવે ટૂંકમાં જ નોટિફિકેશન જાહેર કરશે. જોકે યુઝર ચાર્જ કેટલો હશે તેના પર તેમણે કહ્યું હતું કે એક નાની રકમ યુઝર ચાર્જ તરીકે વસૂલાશે. રેલવેએ માહિતી આપી કે મોટાં રેલવે સ્ટેશનો અને ભીડવાળાં રેલવે સ્ટેશનોમાં યુઝર ચાર્જ વસૂલાશે. આ યુઝર ચાર્જ યાત્રીઓની ટિકિટમાં ઉમેરાઈ જશે.

દિલ્હી-મુંબઈ રેલવે સ્ટેશનને વૈશ્વિક સ્તરના બનાવવામાં આવશે
નીતી આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું છે કે પીપી મોડલ અંતર્ગત આ સ્ટેશનોને વૈશ્વિક સ્તરના બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે દેશ-વિદેશની ખાનગી કંપનીઓ આ બિડિંગ પ્રોસેસમાં ભાગ લે. અમિતાભ કાંતે કહ્યું કે નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનું સંપૂર્ણ કાયાકલ્પ થશે. દેશની GDPમાં 1.5થી 2 ટકાનું યોગદાન રેલવે આપી શકે છે અને તે શકય પણ છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં નવી દિલ્હી અને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલવે સ્ટેશનનું કાયાકલ્પ કરવાને લઈને પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું.

રેલવેનું ખાનગીકરણ કરી રહ્યાં નથી
અમિતાભ કાંતે તેમના નિવેદનમાં કહ્યું છે કે રેલવેનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું નથી. ખાનગી કંપનીઓ થોડા વર્ષો માટે ટ્રેન ચલાવશે. દેશમાં આધુનિકતાની આવશ્યકતા છે. ICICI, HDFC જેવી બેન્કો દેશમાં આવી છે તો SBI બંધ થઈ નથી. તે જ રીતે ખાનગી રેલવેથી કોઈ નુકસાન થશે નહિ. જોકે સ્પર્ધા વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો