લખનઉમાં ઘડાયો કાનપુર હિંસાનો પ્લાન:રમખાણ ફેલાવવા માટે યુ-ટ્યુબનો ઉપયોગ કર્યો, પછી ચારેય આરોપીઓ લખનઉમાં જ છુપાઈને રહ્યા હતા

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાનપુર હિંસાનો પ્લાન લખનઉમાં ઘડવામાં આવ્યો હતો. હિંસા ફેલાવવા માટે અહીંથી જ સંચાલિત AVP 24 યુ-ટ્યુબનો ઉપયોગ કર્યો હતો. ઘટનાને અંજામ આપવા માટે ચારેય મુખ્ય આરોપીઓ આખી રાત ચેનલની ઓફીસમાં જ સંતાઈને રહ્યા હતા. કાનપુર પોલીસે શનિવારે અહીંથી ચારેયની ધરપકડ કરી હતી. જ્યારે, લખનઉ પોલીસને પણ આ વાતની જાણ પણ થઈ નહતી.

કાનપુર રમખાણોના મુખ્ય આરોપી હયાત ઝફર હાશ્મી તેના સાથી જાવેદ અહેમદ ખાન AVP 24 દ્વારા(એશિયન વોઈસ પોસ્ટ) ન્યૂઝ ચેનલ સાથે જોડાયો હતો. આ ચેનલમાં વ્યવસાયે વકીલ સુલતાન સિદ્દીકી, ઈમરાન અને જાવેદ અહેમદ ભાગીદાર છે. સુલતાન ચેનલનો સૌથી મોટો ભાગીદાર છે. આ ચેનલની ઓફીસ કૈસરબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલેક્ટર કચેરી પાસે બેગમ હઝરત મહેલ પાર્કની સામે પાંડે કોમ્પ્લેક્સમાં આવેલી છે. કાનપુર રમખાણોનો મુખ્ય આરોપી હાશમી જાવેદનો ખાસ મિત્ર છે

ચેનલ દ્વારા કરતા હતા સંસ્થાનો પ્રચાર
સુત્રો મુજબ, હાશીમ આ જ ચેલન દ્વારા પોતાની MMA જૌહર ફેન્સ એસોસિએશનનો પ્રચાર કરતા હતા. ત્રણ જુને કાનપુરમાં હિંસા ફેલાવવા માટે જ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. અહીંથી રણનીતિ સફળ થયા બાદ જ તે કાનપુર ગયો હતો. ત્યાં હિંસા ફેલાવ્યા બાદ રાત્રે 10 વાગે પોતાના સાથી જાવેદ અને રમખાણનો આરોપી મોહમ્મદ રાહિલ અને મોહમ્મદ સુફીયાનની સાથે લખનઉ પરત આવી ગયો હતો.

પોલીસથી બચવા માટે વકિલ મિત્રની મદદ લઈ રહ્યા હતા
હયાત ઝફર હાસિમી અને જાવેદ હિંસા ફેલાવવામાં સફળ થયા બાદ લખનઉમાં તે જ ચેનલની ઓફીસમાં પહોચ્યા હતા, જ્યાંથી તેઓ દેશ વિરોધી કાવતરું ઘડી રહ્યા હતા. તેમનો મુખ્ય ભાગીદાર સુલતાન પોતે વકિલ હતો. એટલા માટે તેમને આશા હતી કે પોલીસ તેમની ઓફિસમાં દરોડા પાડશે નહીં, અને થયું પણ કંઈક આવું જ.

ચારેય આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ સીધા અહીં જ આવ્યા હતો, પરંતુ પોલીસે તેમની તપાસ કરી ન હતી. કાનપુર પોલીસે સર્વેલન્સની મદદથી તેમને ટ્રેસ કરીને શનિવારે તેમને ઝડપી લીધી હતા, ત્યારે પણ લખનઉ પોલીસને ખબર પણ ન પડી હતી.

ચેનલના માલિકે કહ્યું- ઘટના બાબતની જાણ ન હતી
AVP 24 ચેનલના માલિક સુલતાન સિદ્દીકીનું કહેવું છે કે જાવેદ તેમનો પાર્ટનર છે. શુક્રવાર રાત્રે તે થોડીવાર રહેવાનું કહીને તેના ત્રણ મિત્રો સાથે ઓફિસે આવ્યો હતો. તેના ત્રીજા પાર્ટનર ઈમરાન સાથે વાત કરી હતી. પરંતુ તે રાત્રે ઓફિસમાં જ રોકાયો હતો. કાનપુરના રમખાણોમાં તેનો હાથ હતો તેની તેને ખબર નહોતી. પોલીસ સૂત્રો કહે છે કે જાવેદ અને હાશમી બચવા માટે સુલતાન પાસેથી કાયદાકીય સલાહ લેતા હતા.

અન્ય સમાચારો પણ છે...