તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:ફ્રાન્સમાં ઠંડીવિરોધી મીણબત્તીનો ઉપયોગઃ જીવ બચાવવા પ્રાણવાયુ માટે પડાપડી; આ છે ફોટો ઓફ ધ યર

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુરોપમાં હાલના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. જેના માટે મીણબત્તીનો ઉપયોગ થાય છે. - Divya Bhaskar
યુરોપમાં હાલના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. જેના માટે મીણબત્તીનો ઉપયોગ થાય છે.

પાકને મીણબત્તીથી ગરમી આપી ઝાકળથી બચાવવા પ્રયાસઃ ગ્લોબલ વોર્મિંગે આખી દુનિયાના તાપમાનમાં મોટું પરિવર્તન લાવી દીધું છે. યુરોપમાં હાલના દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. ફ્રાન્સની પણ આવી જ હાલત છે. એક તરફ, લોકો ઠંડીથી પરેશાન છે ત્યાં બીજી તરફ, પાક પર પણ ઝાકળનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલા માટે જ ફ્રાન્સના અનેક ખેડૂતો ઠંડીવિરોધી મીણબત્તીની ગરમીથી પાકને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. તસવીર એવા જ એક ખેતરની છે. મીણબત્તીથી નીકળતી ગરમી પાક પર બરફને જામવા દેતી નથી અને એનાથી વૃક્ષો અને છોડવા બચી જાય છે. 6 લિટરની હોય છે આ એક ઠંડીવિરોધી મીણબત્તી. એને બનાવવા માટે કોઈ ઘાતક કેમિકલનો પ્રયોગ કરાતો નથી, પણ ફક્ત પેરાફિન વેક્સનો જ પ્રયોગ કરાય છે. એક હેક્ટરમાં 350થી 400 મીણબત્તીઓ લગાવાય છે. દરેક મીણબત્તી 25.5 મેગાજુલ પ્રતિ કલાક ઉષ્મા પેદા કરે છે.

જીવ બચાવવા પ્રાણવાયુ માટે પડાપડી

પેરુમાં કોરોનાકાળમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે.
પેરુમાં કોરોનાકાળમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે.

પેરુની રાજધાની લિમામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે મેડિકલ ઓક્સિજનની ભારે અછત વચ્ચે વિલા અલ સાલ્વાડોરમાં આ ઓક્સિજનના ખાલી સિલિન્ડર ભરાવવા લોકો શોપ ખૂલે એ પહેલાં જ આ રીતે શોપની બહાર ખાલી સિલિન્ડર્સની લાઇન લગાવી દે છે.

‘ફોટો ઑફ ધ યર’ અવાૅર્ડની જાહેરાત

ડ્રોનથી લેવાયેલી તસવીર વિજેતા બની.
ડ્રોનથી લેવાયેલી તસવીર વિજેતા બની.

સોસાયટીઝ ઑફ ફોટોગ્રાફર્સે વર્ષ 2021ના ‘ફોટો ઑફ ધ યર’ અવાૅર્ડની જાહેરાત કરી દીધી છે. અંદાજે 10 હજાર તસવીરમાંથી લેન્ડસ્કેપ કેટેગરીમાં રોમાનિયાની ફોટોગ્રાફર ડાયના બુજોઇઆનુની દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના નૉરફ્લૉકના દરિયાકાંઠાની ડ્રોનથી લેવાયેલી તસવીરને વિજેતા તરીકે પસંદ કરાઇ.

વૅડિંગ કેટેગરીમાં ગિયૂસ્પે કોરેન્ટીની તસવીર સર્વશ્રેષ્ઠ જાહેર થઈ.
વૅડિંગ કેટેગરીમાં ગિયૂસ્પે કોરેન્ટીની તસવીર સર્વશ્રેષ્ઠ જાહેર થઈ.

ન્યૂબોર્ન કેટેગરીમાં પ્રોફેશનલ ફોટોગ્રાફર રેચેન બર્ટન તથા વૅડિંગ કેટેગરીમાં ગિયૂસ્પે કોરેન્ટીની તસવીર સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કરાઈ. સોસાયટીના ડાયરેક્ટર કૉલિન ડોન્સના જણાવ્યાનુસાર એન્ટ્રી તરીકે કુલ 9,804 તસવીર મળી, જેમાંથી વિનર્સની પસંદગી કરાઈ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો