તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • USA Snowfall: 4 year old Girl Finds Footprints Of 220 Million year old Dinosaur In France

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:USમાં ‘હિમર્જન્સી’, ઓસ્ટ્રેલિયામાં જંગલી આગ અને ફ્રાન્સમાં પૂરપ્રકોપ: 4 વર્ષીય બાળકીને 22 કરોડ વર્ષ જૂના ડાઇનાસોરના પગની છાપ મળી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકામાં 10 વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન ‘ઓરલેના’ ત્રાટક્યું. આશરે 20 રાજ્યમાં ભારે હિમવર્ષા થઈ હતી. સૌથી વધુ બરફ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને ફિલાડેલ્ફિયામાં પડ્યો હતો. - Divya Bhaskar
અમેરિકામાં 10 વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન ‘ઓરલેના’ ત્રાટક્યું. આશરે 20 રાજ્યમાં ભારે હિમવર્ષા થઈ હતી. સૌથી વધુ બરફ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને ફિલાડેલ્ફિયામાં પડ્યો હતો.

10 વર્ષનું સૌથી મોટું બરફનું તોફાન ‘ઓરલેના’

ટાઈમ્સ સ્ક્વેર ન્યૂયોર્કની આ તસવીર છે, જ્યાં બરફની ચાદર પથરાઈ છે. અહીં રહેણાક વિસ્તારો અને માર્ગો પર બે ફૂટની ચાદર પથરાઈ હતી. આ કારણે વિન્ટર ઈમર્જન્સી જાહેર કરાઈ હતી.

કેપિટલ હિલ, વોશિંગ્ટનની તસવીર છે, જ્યાં હિમાચ્છાદિત માહોલમાં સુરક્ષા માટે તહેનાત સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા છે. વોશિંગ્ટન અને બોસ્ટનમાં 10 ઈંચથી વધુ હિમવર્ષા થઇ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે હિમવર્ષાને લીધે 400થી વધુ માર્ગ અકસ્માત સર્જાયા હતા. 300થી વધુ વાહનો માર્ગો પર અટવાયાં હતાં.

પિલસેન, શિકાગોમાં બરફના થર દૂર કરતા કર્મચારીઓ. અમેરિકામાં ખરાબ હવામાનને લીધે 1000થી વધુ ફ્લાઈટો રદ કરાઈ હતી. ન્યૂયોર્ક એરપોર્ટ ઓથોરિટીએ 81 ટકા ફ્લાઈટો રદ કરી હતી. આ કારણે અનેક યાત્રીઓ એરપોર્ટ પર ફસાયા છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તોફાનને લીધે મંગળવારે ભારે હિમવર્ષા થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયામાં પર્થ નજીક જંગલની આગ બેકાબૂ, 30 ઘર નષ્ટ થયા

ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ નિરંકુશ બની છે. પર્થ નજીક દાવાનળથી 30 ઘર નષ્ટ થયા હોવાના અહેવાલો મળ્યા. જો કે જાનહાનિના સમાચાર આવ્યા નથી. સ્થાનિક રહેવાસીઓના મતે જંગલની આગ એટલી ઝડપથી વધી રહી છે કે સલામત સ્થળે જવું પણ હવે મુશ્કેલ બની શકે છે.

પર્થ નજીક લગભગ 60 કિમીના વિસ્તારમાં 17000 એકર જેટલા વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળ્યો છે. ફાયરફાઈટર્સ સતત આગને કાબુમાં લેવા પ્રયાસો કરી રહ્યા છે.

ફ્રાન્સમાં પૂરપ્રકોપથી હાલાકી

ફ્રાન્સનાં અનેક શહેરો ભારે વરસાદની લપેટમાં છે. દક્ષિણ-પશ્ચિમના અનેક ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આશરે 2 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂરને લીધે એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. હવામાન એજન્સીએ પણ ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. વરસાદ ચાલુ રહી શકે છે, જેને લીધે પૂરનો દાયરો વધી શકે છે.

નાની ઢીંગલીને જોવા મળી ડાયનાસોરના પગની છાપ

બ્રિટનના વેલ્સના દરિયાકાંઠે ડાઇનોસોરના પગના 22 કરોડ વર્ષ જૂના નિશાન મળી આવ્યાં છે. એ સૌથી પહેલા લિલી વાઇલ્ડર નામની 4 વર્ષની એક બાળકીએ જોયા. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ પદચિહ્નોથી એ સમજવામાં મદદ મળશે કે ડાઇનોસોર કેવી રીતે ચાલતા હતા? લિલીની માતા સેલી વાઇલ્ડરે કહ્યું હતું કે ‘લિલીએ અમને આ અંગે જણાવ્યું તો અમે એક્સપર્ટ્સને કૉલ કર્યો. તેઓ આવ્યા અને રિસર્ચ શરૂ કરી દીધું.’

પાલકની ભાજી હવે વિસ્ફોટકની ભાળ મેળવી ઈમેઈલથી એલર્ટ આપશે

અમેરિકાની વિખ્યાત માસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (MIT)ના વિજ્ઞાનીઓએ એક એવી પાલક બનાવી છે જે ઈમેઈલ કરી શકે છે. વિજ્ઞાનીઓએ નેનોટેકનોલોજીની મદદથી આ પાલકને એક ખાસ હેતુ માટે તૈયાર કરી છે. આ પાલક એક સેન્સરની જેમ કામ કરે છે અને તે વિસ્ફોટક પદાર્થોને સૂંઘવામાં સક્ષમ છે.

વિજ્ઞાનીઓના અનુસાર પાલક વિસ્ફોટક પદાર્થોની જાણ થયા પછી તેની માહિતી વિજ્ઞાનીઓને કોઈ તાર વિના જ મોકલી શકશે. જ્યારે પાલકના મૂળને જમીનના પાણીમાં નાઈટ્રોએરોમેટિક્સનો ખ્યાલ આવશે તો પાલકના પાનમાં રહેલી કાર્બન નેનોટ્યુબ એક સિગ્નલ છોડશે. આ સિગ્નલને ઈન્ફ્રારેડ કેમેરા ઝડપી લેશે અને વિજ્ઞાનીઓને તત્કાળ ઈમેઈલથી એલર્ટ પહોંચી જશે. નાઈટ્રોએરોમેટિક્સ એક કમ્પાઉન્ડ હોય છે જે વિસ્ફોટકોમાં હોય છે.

શિવલિંગના આકારનું મંદિર

આસામના નાગાંવમાં ભગવાન શિવના ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરની વિશેષતા એ છે કે એ શિવલિંગ આકારમાં બની રહ્યું છે.

શ્રીનગરમાં બર્ફીલા માહોલમાં કાતિલ ઠંડીનો સપાટો

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સોમવારે ભારે બરફવર્ષાને પગલે રસ્તા પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. રાહદારીઓ અને વાહનચાલકોએ બરફાચ્છાદિત રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. ભારે બરફવર્ષાથી કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો