તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Upset With Isolation Corona Positive Woman Hugs Daughter In Law Infects In Telangana Hydrabad

હું તો મરીશ તને પણ લેતી જઈશ:આઈસોલેશનથી કંટાળેલી સાસુએ વહુને જબરજસ્તી ગળે લગાવીને કોરોના પોઝિટિવ કરી

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર (તેલંગાણાના સોમરીપેટા ગામની ઘટના) - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર (તેલંગાણાના સોમરીપેટા ગામની ઘટના)

કોરોના વાઈરસથી સંક્રમિત થયા પછી એક મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે આ દરમિયાન ખૂબ વિચિત્ર પગલું ભર્યું હતું. આઈસોલેશનમાં રહેવાથી આ મહિલા એટલી પરેશાન થઈ ગઈ હતી કે તેણે તેની વહુને પણ જહરજસ્તી ગળે લગાવીને તેને સંક્રમિત કરી દીધી હતી. મહિલા એ વાતથી પરેશાન હતી કે, કોઈ તેને મળી નથી રહ્યું અને તેને એકલીને એક રૂમમાં બંધ કરી દીધી હતી.

આ ઘટના તેલંગાણાના સોમરીપેટા ગામની છે. ત્યાં કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલી એક મહિલાને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી હતી. પરિવારના લોકોએ તેને મળવાનું બંધ કરી દીધુ હતું. કારણ કે, તેનાથી બીજા લોકોને પણ સંક્રમણ ફેલાવાનું જોખમ હતું. પરંતુ આ વાતથી મહિલા એટલી બધી નારાજ થઈ ગઈ કે તેણે તેની વહુને જબરજસ્તી ગળે લગાવીને તેને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વહુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પરિવારજનોએ તેની સાસુને ઘરેથી બહાર કાઢી મૂકી દીધી હતી. મજબૂરી પછી તે મહિલાની બહેન તેને પોતાના ઘરે લઈ ગઈ હતી. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, વહુએ જણાવ્યું કે, તેની સાસુ એ વાતથી કંટાળી હતી કે, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પરિવારના લોકો તેનાથી અંતર રાખવા લાગ્યા હતા.

વહુએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે, મારી સાસુએ મને એવુ કહીને ગળે લગાવી કે, તારે પણ કોરોના સંક્રમિત થવું જોઈએ. વહુએ કહ્યું કે, કોરોના સંક્રમિત તેની સાસુને પરિવારથી અલગ એક રૂમમાં આઈસોલેટ કરવામાં આવી હતી અને ત્યાં જ તેમને જમવાનું આપી દેવામાં આવતું હતું. બાળકોને પણ તેમની નજીક જવાની મંજૂરી નહતી. આજ વાતથી તેઓ ખૂબ કંટાળી ગયા હતા.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આઈસોલેશનથી કંટાળેલી સાસુ તેની વહુને સંક્રમિત કરવા માંગતી હતી. સાસુએ પરિવારજનોને કહ્યું કે, શું મારા મર્યા પછી તમે બધા સુખેથી રહેવા માંગો છો? આવું કહીને તેણે તેની વહુને જબરજસ્તી ગળે લગાવી હતી. પરિણામે વહુ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ હતી. હાલ બંને મહિલાઓની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...