કોરોના કાળમાં પરીક્ષા:UPSC મેઇન પરીક્ષા 7મીએ જ યોજાશે

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુપીએસસીએ ઉમેદવારો/પરીક્ષા કાર્યકર્તાઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારોને વિનંતી કરી

યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC)એ બુધવારે સ્પષ્ટ કરી દીધું છે કે સિવિસ સર્વિસ મેઇન પરીક્ષા 1/10 પોતાના નિયત શિડ્યૂલ મુજબ જ આયોજિત થશે. મુખ્ય પરીક્ષા શુક્રવાર 7 જાન્યુઆરીથી આયોજિત થવાની છે. મૂળે, દેશભરમાં કોરોના સંક્રમણના કેસમાં જોરદાર ઉછાળાને જોતાં ઉમેદવારો પરીક્ષા ટાળવાની માંગ કરી રહ્યા હતા.

યૂપીએસસીએ રાજ્ય સરકારોને એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સાથે જોડાયેલા અધિકારીઓને પરિવહનમાં કોઈ પણ સમસ્યા ન આવે. કમીશને રાજ્યોને કહ્યું છે કે જરૂર પડે તો પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર અને ઓળખ પત્રને જ પરિવહન પાસ રૂપે પ્રયોગ કરવામાં આવે.

રાજ્ય સરકારોને વધુમાં વિનંતી કરવામાં આવી છે કે પરીક્ષાના ઓછામાં ઓછા એક દિવસ પહેલા પરીક્ષાની તારીખ સુધી એટલે કે 06.01.2022 થી 09.01.2022 અને 14.01.2022 થી 16.01.2022 સુધી ઉમેદવારો/પરીક્ષા કાર્યકર્તાઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટને મહત્તમ સ્તરે કાર્યરત કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...