તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • UP's Unnao Re discussed, Found Three Young Women From The Farm In Suspicious Condition; Two Minors Died, One In Critical Condition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણ ઘટના:UPનું ઉન્નાવ ફરી ચર્ચામાં, ખેતરમાંથી ત્રણ યુવતીઓ સંદિગ્ધ સ્થિતિમાં મળી; બે સગીરાના મોત, એકની હાલત ગંભીર

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખેતરમાં ત્રણેય યુવતી એક દુપટ્ટા સાથે બંધાયેલી હાલતમાં મળી આવી હતી. - Divya Bhaskar
ખેતરમાં ત્રણેય યુવતી એક દુપટ્ટા સાથે બંધાયેલી હાલતમાં મળી આવી હતી.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લો ગુનાકીય ઘટનાઓને કારણે ચર્ચામાં છે. એકવખત ફરી ઉન્નાવથી ફરી હડકંપ મચાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં બે સગીર યુવતીઓના મૃતદેહ મળી આવતા ફરી ચર્ચા ઊભી કરી છે. જ્યારે એક કિશોરી ગંભીર રીતે ઘાયલ મળી આવી છે. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિત મુજબ ત્રણેય યુવતીઓ એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. તેમના મોઢામાંથી ફિણ નીકળતા હતા. આ ઘટના પછી રાજકીય પક્ષોએ પ્રદેશની કાયદા-વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઉઠી રહ્યાં છે.

જિલ્લાધિકારીએ જણાવ્યું કે આ ઘટના અંગે યોગ્ય તપાસ કરવામાં આવ્યા બાદ સમગ્ર હકિકત સામે આવશે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિક્ષક સહિત અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. એટલું જ નહીં ગામને પણ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે.

એક કિશોરીની સ્થિતિ ગંભીર
મામલો અસોહા પોલીસ સ્ટેશન ક્ષેત્રના બબુરહા ગામનો છે. જ્યાં 13, 16 અને 17 વર્ષી સગીરા ખેતરમાંથી ગંભીર અવસ્થામાં મળી છે. ત્રણેયના મોઢામાંથી ફિણ નીકળી રહ્યાં હતા. આ તમામ સગીરાને સ્થાનિક સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 13 અને 16 વર્ષની સગીરાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે 17 વર્ષની યુવતીની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. તેને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવી છે.

દુપટ્ટાથી બંધાયેલી હતી ત્રણેય યુવતી
યુવતીના ભાઈએ જણાવ્યું કે ખેતરમાં ઘાસ કાપવા ગયેલી ત્રણેય બહેનો જ્યારે ઘરે પરત ન ફરી તો સાંજે ખેતરમાં ત્રણેય યુવતી એક દુપટ્ટા સાથે બંધાયેલી હાલતમાં મળી આવી હતી. રેપની પણ વાત સામે આવી રહી છે. એસપી સુરેશ આનંદ કુલકર્ણીએ 2 મોતની પુષ્ટી કરી છે. તેઓએ જણાવ્યું કે ડોકટરે બે યુવતીના મોઢામાંથી ફિણ નીકળતા મળ્યા હતા, ત્યારે તેમને ઝેર આપ્યું હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો