• Gujarati News
  • National
  • Upendra Tiwari Says 95% Of People Do Not Use Petrol, Prices Are Still Low In Terms Of Income

UPના મંત્રીનું વિચિત્ર નિવેદન:ઉપેન્દ્ર તિવારીએ કહ્યું- 95% લોકો પેટ્રોલ યૂઝ જ નથી કરતા, આવકની દ્રષ્ટીએ ભાવ હજુ ઓછા

જાલૌન2 મહિનો પહેલા

વધતી મોંઘવારી વચ્ચે યુપીના ખેલ યુવા કલ્યાણ તેમજ પંચાયત રાજ મંત્રી ઉપેન્દ્ર તિવારીએ ગુરૂવારે એક વિચિત્ર નિવેદન આપ્યું છે. જાલૌનમાં તેઓએ કહ્યું કે દેશની 95% જનતા ડીઝલ-પેટ્રોલનો ઉપયોગ નથી કરતા. કેટલાંક લોકો જ ડીઝલ-પેટ્રોલનો ઉપયોગ કરે છે.

દેશમાં ડીઝલ પેટ્રોલના ભાવમાં કોઈ જ પ્રકારનો વધારો નથી થયો. વિપક્ષ આ મુદ્દાનો પ્રોપેગેન્ડા બનાવવામાં ઉપયોગ કરે છે. તેઓએ કહ્યું કે દેશમાં લોકોની આવક વધી છે. તે દ્રષ્ટીએ ડીઝલ-પેટ્રોલના ભાવ ઘણાં જ ઓછા છે.

યોગી અને મોદી રાજમાં વિકાસની ગંગા વહી રહી છે
ખેલ યુવા કલ્યાણ મંત્રી ઉપેન્દ્ર તિવારી, જાલૌનમાં ઉરઇમાં આઝાદીના 75માં વર્ષ પર અમૃત મહોત્સવ સમારંભ અંતર્ગત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતા. તેઓએ ત્યાં સરકારની ઉપલબ્ધિઓ ગણાવી. મંત્રીએ કહ્યું કે દેશમાં મોદી અને પ્રદેશમાં યોગી દ્વારા વિકાસની ગંગા વહી રહી છે. વિપક્ષની પાસે કોઈ મુદ્દો જ નથી વધ્યો.

તેઓએ કહ્યું કે સરકાર મફત શિક્ષણ, મફત વેક્સિન અને મફત રાશન આપે છે. કોઈ પણ જાતની વસૂલાત ડીઝલ-પેટ્રોલમાંથી નથી કરવામાં આવતી. લોકોની યોગી અને મોદી સરકારમાં આવક વધી છે. આ દ્રષ્ટીએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘણાં જ ઓછા છે. અને લોકોની આવક જોતા પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા હોવા જોઈએ.

14 વર્ષમાં 7 ગણી વધી સંપત્તિ
2017ની ચૂંટણીમાં રજૂ કરેલી એફિડેવિટ મુજબ મંત્રી ઉપેન્દ્ર તિવારી કરોડપતિ છે. ઉપેન્દ્ર તિવારીએ 2017ની ચૂંટણીમાં પોતાની સંપત્તિ 1 કરોડ 21 લાખ 50 હજાર જણાવી છે. જ્યારે 2007 વિધાનસભા ચૂંટણીમાં તેઓએ પોતાની સંપત્તિ 14 લાખ જણાવી હતી. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 82 લાખ 54 હજાર 873 સંપત્તિ હોવાની માહિતી આપી હતી. એવામાં જોવામાં આવે તો ગત 14 વર્ષમાં મંત્રીની સંપત્તિ 7 ગણી સ્પીડે વધી છે. ઉપેન્દ્ર તિવારી વર્તમાનમાં ફેફના વિધાનસભા ક્ષેત્રથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ યોગી કેબિનેટમાં પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...