• Gujarati News
  • National
  • Upendra Kushwaha Jitan Ram Manjhi Update | RLSP And Hindustani Awam Morcha Party Contest Bihar Elections On Nitish Kumar Party JDU Symbol

ભાસ્કર એક્સક્લૂઝિવ:બિહારમાં રાલોસપાનો પંખો નહીં ફરે અને ન તો હમની કઢાઈ ચઢશે, JDUના સિમ્બોલ પર ચૂંટણી લડી શકે છે માંઝી અને કુશવાહાની પાર્ટી

પટનાએક વર્ષ પહેલા
  • NDAમાં રલોસપાને 5 બેઠકો મળી શકે છે, માંઝી હમ(સેક્યુલર)4 બેઠકો પર ચૂંટણી લડી શકે છે
  • પાર્ટીઓ JDUના ચૂંટણી ચિન્હ પર એટલા માટે ચૂંટણી લડાવી રહી છે, કારણ કે તે પછીથી ફરી ન જાય

બિહારની ચૂંટણીમાં ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાલોસપાનું ચૂંટણી ચિન્હ પંખો કદાચ જ આ વખતે જોવા મળશે. આટલું જ નહીં, જીતન રામ માંઝીની પાર્ટી હમ(સેક્યુલર)નું ચૂંટણી ચિન્હ કઢાઈ પણ જોવા મળે તેવું લાગતું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઉપેન્દ્ર કુશવાહા NDAનો ભાગ બને એવું લગભગ નક્કી જ છે. પણ તેમની પાર્ટી અને તેમનું ચૂંટણી ચિન્હ NDAનો ભાગ નહીં હોય. આવા જ હાલ જીતન રામ માંઝીની પાર્ટીના થશે.

NDAમાં પાછી આવેલી બન્ને પાર્ટી JDUના ચૂંટણી ચિન્હ તીર પર પોતાના ઉમેદવાર ઉતારી શકે છે. રાલોસપાને પાંચ બેઠકો મળી શકે છે. આ ઉપરાંત તેમને વાલ્મિકી નગર લોકસભા પેટાચૂંટણીની બેઠક પણ મળશે, જેની પર રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા પોતે ચૂંટણી લડશે. મુખ્યમંત્રી નીતિશ કુમાર અને રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા વચ્ચે આ અંગે વાતચીત થઈ ચુકી છે.

જીતન રામ માંઝીની પાર્ટી હમ(સેક્યુલર)ને ચાર બેઠકો મળી શકે છે. નીતિશ હમના ઉમેદવારોને પણ JDUના ચૂંટણી ચિન્હ તીર પર જ લડાવવા માંગે છે. આ અંગે તેમની જીતન રામ માંઝી સાથે વાતચીત ચાલી રહી છે.

નીતિશ જોખમ ખેડવા નથી માંગતા
કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી નીતિશ કુમાર આ પાર્ટીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા નથી માંગતા. એ વાતની બીક છે કે ચૂંટણી પછી આ લોકો ફરી શકે છે. એવામાં NDAની મુશ્કેલી વધી શકે છે. આ પાર્ટીઓના NDAમાં રહેવાની શક્યતાઓને મજબૂત કરવા માટે JDU તરફથી આ નિર્ણય લેવાયો છે.

પહેલા પણ ફરી ચુક્યા છે કુશવાહા અને માંઝી
ઉપેન્દ્ર કુશવાહા અને જીતન રામ માંઝી ગત વિધાનસભા ચૂંટણીમાં NDAનો ભાગ હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં બન્ને મહાગઠબંધન સાથે ચાલ્યા ગયા. હવે ફરી એકવાર માંઝી NDAમાં આવી ચુક્યા છે. સાથે જ કુશવાહાની વાપસી પણ લગભગ નક્કી થઈ ગઈ છે. NDA નથી ઈચ્છતી કે, હવે આ પાર્ટીઓ માટે કોઈ એવો રસ્તો બચે જેનાથી તે ફરી શકે.

ભાજપે આ પાર્ટીઓની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા
ભાજપે આ પાર્ટીઓને NDAમાં JDU દ્વારા સામેલ કરવા અંગે સવાલો કર્યા હતા. તેમને આ પાર્ટીઓના જૂના રેકોર્ડ જોઈને JDUને એ સવાલ કર્યો હતો કે, કેવી રીતે આ પાર્ટીઓ પર ફરીથી વિશ્વાસ કરવામાં આવે. ભાજપના આ સવાલોને JDUએ પણ સાચા ગણ્યા અને ત્યારપછી મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલ પર આ બન્ને પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી અને ત્યારપછી આ મામલા પર સહમતિ બનતી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...