તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Upendra Kushwaha Bihar Election 2020 Ground Report From RLSP President Upendra Kushwaha Village Near Vaishali

CMના દાવેદારોના ગામમાંથી રિપોર્ટ-3:ઉપેન્દ્ર કુશવાહા પોતે પ્રોફેસર, પણ તેમના ગામમાં હાઇસ્કૂલ નથી;10મા ધોરણ પછી ભણવું હોય તો રોજ 4 કલાકની સફર કરો

પટના10 દિવસ પહેલાલેખક: અમિત જાયસવાલ
  • કૉપી લિંક

બિહારના પાટનગર પટના પાસે આવેલા વૈશાલી જિલ્લાના મહનાર બ્લોકમાં જાવજ ગામ છે, જે બિહારની શિક્ષણ વ્યવસ્થાને ખરાબ ગણાવનારા ઉપેન્દ્ર કુશવાહાનું ગામ છે. તેઓ માયાવતીની બહુજન સમાજપાર્ટી અને અસુદ્દીન ઓવૈસીની AIMIM સાથે ગઠબંધન કરીને હાલની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે ઊભા છે. બિહારની શૈક્ષણિક વ્યવસ્થામાં ક્રાંતિની વાત કરી રહેલા કુશવાહા કેન્દ્રમાં માનવસંસાધન વિકાસ રાજ્યમંત્રી રહ્યા છે, પણ આ જમાના પણ અહીંનાં બાળકોના ચાર કલાક તો સૂમસામ રસ્તાથી 6 કિમી દૂર શાળાએ પહોંચવાની સફર કરવામાં વ્યર્થ થઈ જાય છે.

લોકડાઉનમાં ઢીલ સાથે ફરી એકવાર આ બાળકોને આ વેદના ત્યારે યાદ આવી જ્યારે ભાસ્કરની ટીમે તેમના ખબરઅંતર પૂછ્યા. બાળકોનાં માતા-પિતાએ પણ જણાવ્યું હતું કે કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે ગામના ઘણા લોકોએ ઘણી વખત ફરિયાદ કરી, પણ આંખ આડા કાન કરી દેવાયા.

શાળા દૂર હોવાને કારણે દીકરીઓનું ભણતર અધવચ્ચે છૂટી જાય છે
ઈન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ પૂરો કરવા માટે ગામની મોટા ભાગની દીકરીઓને લગભગ 6 કિમી દૂર પાનાપુરના મકનપુર ખાતે આવેલી રામશરણ રાય ઈન્ટર કોલેજ જવું પડે છે. આ દીકરીઓએ અહીં સાઈકલથી કે પગપાળા આવવું પડે છે. એવામાં સવાલ તેમની સુરક્ષાનો હોય છે. ખેતરવાળો વિસ્તાર હોવાના કારણે રસ્તો ઘણા દૂર સુધી સૂમસામ હોય છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં દુકાનદાર પ્રમોદ કુમાર સિંહે ચારમાંથી બે દીકરીનું ભણતર અધવચ્ચે જ અટકાવી દીધું. પહેલા અને બીજા નંબરની દીકરી ગ્રેજ્યુએશન કરવા માગતી હતી. નોકરી માટે આગળ ભણવા માગતી હતી, પણ ગામમાં સુવિધા ન હોવાને કારણે માધ્યમિક સ્તર સુધી જ ભણી શકી.

પ્રમોદે જણાવ્યું હતું કે ગામના ઘણા એવા પરિવાર છે, જેમની દીકરીઓ મેટ્રિકથી આગળ ભણી શકી નથી. જો ગામમાં ઈન્ટર સુધીની ગર્લ્સ સ્કૂલ હોત તો આવું ન થાત. એટલા માટે ઘણી વખત ઉપેન્દ્ર કુશવાહાને કહેવામાં આવ્યું, પણ કેન્દ્રમાં મંત્રી બન્યા પછી કંઈ જ નથી બદલાયું.

જે ભણતરની યોગ્ય વ્યવસ્થા કરશે, તેને વોટ આપીશું
ગામની પ્રીતિ કુમારી નેતાઓથી નારાજ છે. ભણવા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે દરરોજ તેમના 4 કલાક બગડે છે. તેમને 6 કિમી દૂર ઈન્ટર કોલેજ જવું પડે છે. પ્રીતિ હવે 18 વર્ષની થઈ ગઈ છે. તેમનું નામ વોટર લિસ્ટમાં આવી ગયું છે. તે આ વખતની ચૂંટણીમાં પહેલી વખત મતદાન કરશે. પ્રીતિએ નક્કી કર્યું છે કે તે જાતિય અને લોભામણા વાયદાના આધારે મતદાન નહીં કરે.પ્રીતિએ કહ્યું હતું કે ગામમાં દીકરીઓ માટે યોગ્ય શિક્ષણ વ્યવસ્થા કરનાર નેતાને જ મત આપીશું.

રાજકારણ માટે કુશવાહાએ કોલેજમાંથી લીવ લીધી છે
વૈશાલીના જંહાદામાં મુનેશર સિંહ મુનેશ્વરી સમતા કોલેજ છે. મુનેશર સિંહ ઉપેન્દ્ર કુશવાહાના પિતા અને મુનેશ્વરી દેવી તેમની માતાનું નામ છે. ઉપેન્દ્ર કુશવાહા પ્રોફેસર છે. રાજકારણમાં આવતાં પહેલાં તેઓ આ કોલેજમાં પોલિટિકલ સાયન્સ ભણાવતા હતા. આ કોલેજમાં તેઓ આજે પણ પ્રોફેસરની પદવી પર છે.

કોલેજના સિનિયર ક્લાર્ક રાકેશ કુમારના જણાવ્યા પ્રમાણે, 2019ની લોકસભા ચૂંટણી પછીથી જ કુશવાહા સતત રજા લઈ રહ્યા છે. સીધેસીધું તો નહીં પણ અમુક લોકોએ કહ્યું કે શ્રેષ્ઠ શિક્ષણની વાત કરનારા પ્રોફેસર સાહબ આટલા લાંબા સમય સુધી રજા પર રહે છે પણ બાળકો વિશે નથી વિચારતા.

ગામમાં રસ્તા તો છે, પણ તેની પર વાહન ચલાવવું જોખમ છે.
ગામમાં રસ્તા તો છે, પણ તેની પર વાહન ચલાવવું જોખમ છે.

રસ્તાને જોઈને માનવામાં નહીં આવે કે આને કોઈ કેન્દ્રીય મંત્રીએ બનાવડાવ્યો છે
હાજીપુરના પાસવાન ચોકથી સમસ્તીપુર જતા રસ્તા પર જંહાદાથી ઠીક પહેલા જમણી બાજુ આંબેડકર દ્વાર બનેલો છે. આ રોડથી જાવજ ગામમાં જવા માટે એક પીસીસી રોડ બનેલો છે. થોડેક આગળ રસ્તો સારો છે, પણ બાયા નદીના કાંઠે પહોંચ્યા તો એપ્રોચ રોડની સ્થિતિ જર્જરિત જોવા મળી. એક મોટો ભાગ તૂટેલો હતો. પુલ પાસે પણ સ્થિતિ સારી ન હતી.

ગામમાં જવાથી એવું ન લાગ્યું કે આ વિસ્તાર કેન્દ્રમાં રહેલા કોઈ મંત્રીનો છે. જોકે ખેડૂત અરુણ કુમાર સિંહે જણાવ્યું હતું કે ગામને જોડતો પીસીસી રોડ અને નદી પર પુલ તો ઉપેન્દ્ર કુશવાહાએ જ બનાવડાવ્યો હતો.

ઘરમાં કોઈ ચૂંટણી તૈયારી ન જોવા મળી, માત્ર પ્રચાર ગાડીઓ દેખાઈ
ઉપેન્દ્ર કુશવાહાનું ઘર ઘણું મોટું છે. ત્યાં માત્ર તેમની પ્રચારની ગાડીઓ જોવા મળી. ઘરની અંદર-બહાર ચૂંટણીપ્રચાર અંગેની કોઈ તૈયારી દેખાઈ ન હતી. આગળ જતાં એક મોટો ચોક છે. ડાબી બાજુ બાપ-દાદાનું જૂનું ઘર પણ છે, જ્યાં ગેટ પર તાળું હતું. સામેના ભાગમાં એક ઓફિસ છે.

ઉપેન્દ્ર કુશવાહા ગામમાં આવે ત્યારે આ ઓફિસનો ઉપયોગ કરે છે. ચોકની પાસે આવેલા એક ભાગમાં ગૌશાળા છે, જ્યાં 11 ગાયો અને ભેંસો છે. એમની દેખરેખ માટે કેરટેકર પણ છે. ચૂંટણી મેદાનમાં ઊભા રહેલા ઉપેન્દ્ર કુશવાહાના ઘરનું વાતાવરણ એકદમ શાંત જોવા મળ્યું. અહીં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો ન હતો.

આ ઉપેન્દ્ર કુશવાહાનું ઘર છે. અહીં ઓફિસ પણ બનાવેલી છે. જ્યારે ઉપેન્દ્ર ગામમાં આવે છે ત્યારે અહીં જ કામ કરે છે.
આ ઉપેન્દ્ર કુશવાહાનું ઘર છે. અહીં ઓફિસ પણ બનાવેલી છે. જ્યારે ઉપેન્દ્ર ગામમાં આવે છે ત્યારે અહીં જ કામ કરે છે.

જૂના માર્કેટને તોડીને મોલ બનાવડાવી રહ્યા છે, તેની પર લાગ્યા આરોપ
જંહાદામાં ઉપેન્દ્ર કુશવાહાનું એક જૂનું બજાર હતું, જેને તોડીને ભવ્ય મોલ બનાવાઈ રહ્યો છે. ગામથી માંડી જંહાદા સુધી આ મોલની ચર્ચા છે અને કારણ એ જ છે કે પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીમાં પ્રદેશ મહાસચિવ રહી ચૂકેલા સીમા કુશવાહાએ ચૂંટણીમાં ટિકિટ ન મળવા અંગે કહ્યું હતું કે ઉપેન્દ્ર બાબુ ટિકિટ વેચીને આવેલા પૈસાથી મોલ બનાવડાવી રહ્યા છે. ટિકિટ વેચીને ઘણા મોલ બનાવી શકે છે.

સીમા કુશવાહા હવે પૂર્વ સાંસદ રાજેશ રંજન એટલે કે પપ્પુ યાદવની પાર્ટીમાં જોડાઈ ગયાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી નાગમણિએ પણ ગત લોકસભા ચૂંટણી વખતે ઉપેન્દ્ર કુશવાહાનો સાથ છોડતી વખતે ગંભીર આરોપ લગાવ્યા હતા.

1985માં રાજકારણમાં જોડાયા હતા
ઉપેન્દ્ર કુશવાહાએ 1985માં રાજકારણની દુનિયામાં પહેલી વખત પગ મૂક્યો હતો. 1985થી 1988 સુધી તે યુવા લોકદળના રાજ્ય મહાસચિવ રહ્યા. 1988થી 1993 સુધી રાષ્ટ્રીય મહાસચિવ રહ્યા.1994માં સમતા પાર્ટીના મહાસચિવ બન્યા અને 2002 સુધી તેઓ આ પદ પર રહ્યા. વર્ષ 2000માં પહેલી વખત જંહાદાથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા. એ વખતે તેમને વિધાનસભાના ઉપનેતા પણ બનાવાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો