તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • UP Varanasi Airport Latest News Updates। Gurugram Man Tried To Open Emergency Gate Mid Air Delhi Varanasi Spicejet Flight Arrested

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

23 હજાર ફૂટ પર હંગામો:ગર્લફ્રેન્ડના વિયોગમાં યુવકે ચાલુ વિમાને ઈમરજન્સી ગેટ ખોલવા પ્રયાસ કર્યો, 89 યાત્રીઓ સહિત પાયલોટનો જીવ અધ્ધર

એક મહિનો પહેલા
ગૌરવ ખન્ના નામના યુવકે અચાનક ઇમરજન્સી ગેટ ખોલવાનું શરૂ કર્યું હતું. મુસાફરોએ બૂમો પાડીને ક્રૂ મેમ્બર્સને જાણ કરી હતી.
  • દિલ્હીથી વારાણસીની ફ્લાઈટમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો
  • યુવક અચાનક વિમાનના ઈમરજન્સી ગેટને ખોલવા ધસી ગયો
  • ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓએ મળીને તેને દબોચ્યો, 40 મિનિટ સુધી યુવકે હંગામો મચાવ્યો

દિલ્હીથી વારાણસી રૂટની સ્પાઈસજેટ ફ્લાઈટમાં એક યુવકે અચાનક ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી હતી. આ દૃશ્ય જોઈને વિમાનમાં સવાર તમામ યાત્રીઓના પરસેવા છૂટી ગયા હતા. ક્રુ મેમ્બર્સે કેટલાક યાત્રીઓની મદદ લઈને આ શખ્સને દબોચી લીધો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વારાણસીમાં ફ્લાઈટની લેન્ડિંગ થયા પછી યુવકને CISFને સોંપી દેવાયો હતો. પોલીસે તેના વિરૂદ્ધ શાંતિ ભંગની ફરિયાદ દાખલ કરીને ચલાન કાપ્યું હતું. યુવકને જમાનત મળી ગઈ છે. પોલીસે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે ગર્લફ્રેન્ડે તેને છોડી દીધો હોવાથી આ યુવક ડિપ્રેશનમાં હતો અને આ પગલું ભર્યું હતું.

યુવક ગુરૂગ્રામનો રહેવાસી છે
નવી દિલ્હીથી સ્પાઈસજેટના વિમાને શનિવારે બપોરના લગભગ 2 વાગે વારાણસી માટે ઉડાનભરી હતી. આ વિમાનમાં હરિયાણાના ગુરૂગ્રામનો નિવાસી ગૌરવ ખન્ના પણ સવાર હતો. તેની સાથે અન્ય 89 યાત્રીઓ પણ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. વિમાન લગભગ 23 હજાર ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે અચાનક ગૌરવ ખન્ના તેની સીટ પરથી ઉઠ્યો અને ઈમરજન્સી ગેટ તરફ પહોંચી ગયો હતો. થોડીક જ ક્ષણમાં તેણે ગેટને ખોલવાની મથામણ શરૂ કરી દીધી હતી. ગૌરવને આવી રીતે ગેટ ખોલતા જોઈને અન્ય વિમાનમાં સવાર યાત્રીઓએ ચીસો પાડવાનું શરૂ કરી દીધુ હતું. લોકોની ચીસો સાંભળીને ક્રૂ મેમ્બર્સ પણ ગેટ પાસે આવી પહોંચ્યા અને બીજા યાત્રીઓની મદદથી ગૌરવને દબોચી લીધો હતો.

ક્રૂ મેમ્બર્સે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ગૌરવને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કોઈની વાત નહોતી માની અને ગેટને ખોલવાની કોશિશ માટે તડફડિયા મારી રહ્યો હતો. ક્રૂ મેમ્બર્સે આશરે 40 મિનિટ સુધી તેણે પકડી રાખ્યો હતો. પાયલોટ પણ આ ઘટનાના પગલે ડરી ગયો હતો અને તાત્કાલિક ધોરણે એર ટ્રાફિક કંટ્રોલને આની જાણ કરી હતી. વારાણસીના લાલ બહાદૂર શાસ્ત્રી એરપોર્ટ પર વિમાનના લેન્ડિંગ પછી ગૌરવને CISFના હવાલે કર્યો હતો.

સ્પાઇસ જેટના વિમાને બપોરે 2:22 વાગે નવી દિલ્હીથી વારાણસી ઊડાન ભરી હતી.
સ્પાઇસ જેટના વિમાને બપોરે 2:22 વાગે નવી દિલ્હીથી વારાણસી ઊડાન ભરી હતી.

પોલીસને હેન્ડઓવર કરાયો
લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટના ડિરેક્ટર આકાશ દીપ માથુરે જણાવ્યું હતું કે વિમાનમાં હોબાળો થયો હોવાનો મામલો સામે આવ્યો છે. વિમાન શનિવારે બપોરે 3.40 વાગ્યે અહીં ઉતર્યું હતું. આરોપીને પોલીસને સોંપી દેવાયો છે.

જમાનત મળતા ઘરે પરત ફર્યો
ફુલપુર SO દુર્ગેશે જણાવ્યું હતું કે આરોપી યુવકની માનસિક સ્થિતિ સારી નથી. પરિવારમાં તેના પિતાનું મોત નીપજ્યું છે અને ગર્લફ્રેન્ડે પણ તેણે તરછોડી દીધો હતો. આના કારણે તે ડિપ્રેશનમાં હતો. તેનું ચલાન ફાડવામાં આવ્યું છે. જામીન મળ્યા બાદ આરોપીને ગુડગાંવ મોકલવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો