2022- વિધાનસભા ચૂંટણી પર સર્વે:UP, ઉત્તરાખંડ અને મણિપુરમાં બનશે BJPની સરકાર, પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતા

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • પંજાબમાં AAPસૌથી મોટી પાર્ટી બનીને સામે આવી શકે છે

UPમાં આગામી વર્ષે યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ BJPને બહુમત મળવાનો અંદાજો છે. આ વાર ABP-C વોટરના સર્વેમાં સામે આવી છે. સર્વે મુજબ ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ BJPની સરકાર બનવાની આશા છે, પરંતુ પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ જણાઈ રહી છે.

UPમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં BJPના સૌથી વધુ 41% મત મળી શકે છે. જ્યારે સમાજવાદી પાર્ટી 32% મત સાથે બીજા નંબર પર રહી શકે છે. બસપાને 15%, કોંગ્રેસને 6% અને એટલા જ મત અન્ય પાર્ટીઓને મળવાનો અંદાજો છે.

બેઠકોના હિસાબથી વાત કરીએ તો BJPને 403માંથી 241 થી 249 બેઠક મળી શકે છે. જ્યારે સપના ખાતામાં 130-138 બેઠકો મળી શકે છે. આ તરફ બસપા 15 થી 19 અને કોંગ્રેસને 3 થી 7 બેઠક સાથે સમેટાઇ શકે છે.

ABP-Cના સર્વેમાં સામે આવ્યું છે કે પંજાબમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાશે અને આપ પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી શકે. 117 વિધાનસભાની બેઠકોમાંથી 49 થી 55 બેઠક આપના ખાતામાં જઈ શકે છે. કોંગ્રેસ30 થી 47 બેઠક જીતી શકે છે અને અકાલી દળને 17 થી 25 બેઠકો મળવાનો અંદાજો છે. જ્યારે BJP અને અન્ય પાર્ટીને માત્ર 1-1 બેઠક મળી શકે છે.

કઈ પાર્ટીને કેટલા મત મળવાનો અંદાજો

આપ

36%

કોંગ્રેસ

32%

શિરોમણી અકાલી દળ

22%

BJP

4%

અન્ય

6%

સર્વે અનુસાર ઉત્તરાખંડમાં ફરી એક વખત BJPની સરકાર બનવાનો અંદાજો છે. અહીં BJPને 45%, કોંગ્રેસને 34%, આમ આદમી પાર્ટીને 15% અને અન્ય પાર્ટીને 6% મત મળી શકે છે. અહીંયા 70 બેઠકોમાંથી BJPને 42-46, કોંગ્રેસને 21-25 અને આમ આદમી પાર્ટીને 0-4 અને અન્ય પાર્ટીને 2 બેઠક મળી શકે છે.

ગોવામાં પણ BJP સત્તામાં બની રહેવાનો અંદાજો છે. અહીં 40માંથી 24-28 બેઠક BJPને મળી શકે છે, જ્યારે વોટ શેર 38% રહેવાની શકયતા છે. ગોવામાં આપના વોટ શેર 233% અને કોંગ્રેસના 18% રહી શકે છે. જ્યારે અન્ય પાર્ટીને 21% મત મળી શકે છે. જણાવી કે ગોવામાં ગઈ ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, પરંતુ તે સરકાર બનાવી શકી ન હતી.

મણિપુરમાં BJPને 21-25 બેઠકો મળવાનો અંદાજ
સર્વે મુજબ મણિપુરની 60 બેઠકોમાંથી BJPને 21 થી 25 અને કોંગ્રેસને 18 થી 22 બેઠકો મળવાની આશા છે. જ્યારે નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને 4 થી 8 અને અન્ય પાર્ટીને 1 થી 5 બેઠક મળી શકે છે. મતોની વાત કરીએ તો BJPના 36%, કોંગ્રેસને 34%, NPFને 9% અને અન્ય પાર્ટીને 21% રહેવાનો અંદાજ છે.

માયાવતીએ ચૂંટણી પહેલાના સર્વે પર રોક લગાવવાની કરી માંગ
બસપા પ્રમુખ માયાવતીએ ચૂંટણી પહેલા થતાં સર્વે પર રોક લગાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે ચૂંટણીના થોડા સમય પહેલા અમારી પાર્ટીને નુકશાન પહોંચાડવા માટે અમારી સ્થિતિને જાણીજોઇને નબળી જણાવવામાં આવે છે. અમે ચૂંટણી પંચને પત્ર લખીશું કે કોઈપણ રાજ્યમાં જ્યારે ચૂંટણી માટે 6 મહિના બાકી હોય ત્યારે સર્વે પર રોક લગાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...