• Gujarati News
  • National
  • UP Uttar Pradesh Vidhan Sabha Election MLA Mukesh Sharma Resign, 8 MLAs Leaving The Party In 3 Days

ભાજપમાં રાજીનામાની લહેર 'પીક પર':વધુ 4 ધારાસભ્યએ પક્ષ છોડ્યો, સ્વામી પ્રસાદે કહ્યું- ઉત્તર પ્રદેશમાંથી ભાજપને ખતમ કરી નાંખીશ

13 દિવસ પહેલા
  • અત્યાર સુધીમાં મંત્રી સહિત 14 ધારાસભ્ય પાર્ટી છોડી ચુક્યા છે. ​​​​​​

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપમાં ભારે કોલાહલ સર્જાયો છે. એક પછી એક મંત્રી અને ધારાસભ્ય રાજીનામા આપી રહ્યા છે. ગુરુવારે બપોર સુધીમાં એક મંત્રી અને ત્રણ ધારાસભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા છે. એટલે કે એક દિવસમાં 4 ધારાસભ્યએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે. તેમા મંત્રી ધર્મ સિંહ સૈની, ધારાસભ્ય મુકેશ વર્મા, વિનય શાક્ય અને બાલા પ્રસાદ અવસ્થીનો સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 14 ધારાસભ્ય પાર્ટી છોડી ચુક્યા છે
મુકેશ વર્મા શિકોહાબાદથી ધારાસભ્ય છે જ્યારે વિનય શાક્ય ઔરૈયાની બિધૂના બેઠક પરથી ધારાસભ્ય છે. ધર્મ સિંહ સૈની, મુકેશ વર્મા અને વિનય શાક્ય અલગ-અલગથી સમાજવાદી પાર્ટી (SP) કાર્યાલય પહોંચી અખિલેશ સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ મંગળવારે યોગી સરકારમાં મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય અને બુધવારે દારા સિંહ ચૌહાણે રાજીનામા આપ્યા હતા. એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મંત્રીએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે.

ધર્મ સિંહ સૈનીએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરેલી
ધર્મ સિંહ સૈનીએ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરેલી

અત્યાર સુધીમાં 14 ધારાસભ્ય (તેમા મંત્રીનો પણ સમાવેશ થાય છે) પાર્ટી છોડી ચુક્યા છે. મુકેશ વર્માએ પણ તેમના રાજીનામામાં દારા સિંહ અને સ્વામી પ્રસાદ મૌર્યની જેમ પાર્ટી પર દલિત, પછાત અને લઘુમતી સમાજને નજરઅંદાજ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપમાંથી રાજીનામા વચ્ચે સ્વામી પ્રસાદનો હુકાર

ભાજપમાંથી અનેક લોકો રાજીનામા આપી રહ્યા છે ત્યારે સ્વામી પ્રસાદ મૌર્યનું એક ટ્વિટ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે નાગરૂપી RSS અને સાંપ રૂપી BJPને સ્વામીરૂપી નેવલી UPમાંથી ખતમ કરી નાંખશે.

મુકેશ વર્મા (ફાઈલ ફોટો)
મુકેશ વર્મા (ફાઈલ ફોટો)

UP વિધાનસભા ચૂંટણી વિશે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી વિશે દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં સીએમ યોગી આદિત્યનાથ, અમિત શાહ, અનુરાગ ઠાકુર અને સ્વતંત્ર દેવ સિંહ પણ હાજર રહ્યા હતા. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ અને ધર્મેન્દ્ર પ્રધાન વીડિયો-કોન્ફરન્સિંગથી આ બેઠકમાં જોડાયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ બેઠકમાં સીએમ યોગી અયોધ્યાથી વિધાનસભા ચૂંટણી લડશે કે નહીં એ વિશે નિર્ણય લેવાશે. એ સિવાય 300 ઉમેદવારનાં નામ પણ નક્કી કરવામાં આવી શકે છે.

કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યના રાજીનામાના બીજા જ દિવસે બુધવારે વનમંત્રી દારા સિંહ ચૌહાણે પણ રાજીનામું આપી દીધું હતું. દારા સિંહે સારી રીતે વિચારેલી રણનીતિ હેઠળ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ હવે મુખ્તાર અંસારીની ઘોસી બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. જો દારા સિંહ આ બેઠક પરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડે છે તો તેમની જીત નિશ્ચિત છે.

એ જ સમયે સપા પણ મુખ્તાર અંસારીની ગુનાહિત છબિથી દૂર રહેવા માટે એસપી દારા સિંહને ટિકિટ આપી શકે છે. તેમની વર્તમાન બેઠક મૌની મધુબન વિધાનસભા પણ સપા સાથે જવાથી મજબૂત બની રહી છે. જોકે જાતિનાં સમીકરણો અનુસાર, ઘોસી તેમના માટે વધુ સુરક્ષિત લાગે છે.

ગઈ કાલ સુધી આ છ લોકો પાર્ટી છોડી ચૂક્યા છે

  • દારા સિંહ ચૌહાણ
  • અવતાર સિંહ ભડાના
  • સ્વામી પ્રસાદ મૌર્ય
  • તિંદવારીના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિ
  • તિલ્હારના ધારાસભ્ય રોશન લાલ વર્મા
  • બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી સાગર
અન્ય સમાચારો પણ છે...