તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર અને છત્તીસગઢમાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. દેશના સૌથી મોટા રાજ્ય UPમાં નાણાં મંત્રી સુરેશ ખન્નાએ 5.50 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. તો આ તરફ બિહારમાં બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો મચ્યો હતો. નેતા તેજસ્વી યાદેવે વિધાનસભામાં પેપર લીકનો મામલો ઉઠાવ્યો હતો.
જ્યારે, મધ્યપ્રદેશમાં ગૃહની કાર્યવાહી શરૂ થયા પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના વિરોધમાં સાયકલ દ્વારા વિધાનસભા પહોંચ્યા હતા. છત્તીસગઢમાં સવારે 11 વાગ્યે બજેટ સત્ર શરૂ થયું હતુ. રાજ્યપાલ અનુસુયા ઉઇકે અભિભાષણમાં કોરોના દરમિયાન સરકારની સિધ્ધિ અને નવા નાણાકીય વર્ષમાં સરકારની દશા-દિશા અંગેની વાત કરી હતી.
ચાર રાજ્યોમાં બજેટ સત્ર
1. ઉત્તરપ્રદેશ : તીર્થ સ્થળો માટે 700 કરોડ, ખેડૂતો માટે રૂપિયા 1800 કરોડ ખર્ચ કરશે સરકાર
વિશ્વાસ હોય તો જરૂરથી રસ્તો નીકળે છે, પવન સાથે પણ ચિરાગ પ્રજ્વલિત થાય છે... આ લાઇનો પરથી યોગી સરકારના નાણાં પ્રધાન સુરેશ ખન્નાએ વિધાનસભામાં તેમની સરકારનું 5મું બજેટ 2021-22 રજૂ કર્યું. આ સત્રનું કુલ બજેટ 5 લાખ 50 હજાર 270 કરોડનું છે. બજેટમાં અયોધ્યા સહિત મુખ્ય તીર્થ સ્થળોના વિકાસ સાથે ખેડૂતો પર ધ્યાન આપવામાં આવ્યું છે. સરકાર અયોધ્ય, વારાણસી, નૈમિષારણ્ય, ચિત્રકૂટ અને વિધ્યાંચલ જેવા તીર્થ સ્થળોના વિકાસ માટે રૂપિયા 700 કરોડ ખર્ચ કરવામાં આવશે. તેમા રૂપિયા 541 કરોડ અયોધ્યાના વિકાસ પાછળ ખર્ચ થશે. નાણાં મંત્રીએ અયોધ્યા એરપોર્ટનું નામ 'ભગવાન રામ' કરવાની જાહેરાત કરી છે. બજેટમાં શ્રીરામ જન્મભૂમિ મંદિર (અયોધ્યા ધામ) સુધી પહોંચવાનો માર્ગ બનાવવા માટે રૂપિયા 300 કરોડ આપવામાં આવ્યા છે. જ્યારે અયોધ્યામાં પર્યટન સુવિધાના વિકાસ માટે રૂપિયા 100 કરોડ આપવામાં આવશે. વારાણસીમાં પણ પર્યટન સુવિધાઓના વિકાસમાં રૂપિયા 100 કરોડ ખર્ચ થશે.
ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવા માટે 2021-22 આત્મનિર્ભર ખેડૂત એકીકૃત વિકાસ યોજના ચલાવવામાં આવશે. આ યોજના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ખેડૂત દુર્ઘટના કલ્યાણ યોજના હેઠળ 600 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને મફત પીવાના પાણી માટે 700 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
ખેડુતોને રાહત દરે પાક લોન આપવા માટે 400 કરોડની ગ્રાન્ટની જોગવાઈ છે. વડાપ્રધાન કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન અંતર્ગત 2021-22માં 15હજાર સોલર પમ્પ સ્થાપિત કરવાનું લક્ષ્યાંક છે. આવતા વર્ષે યુપીમાં ચૂંટણી છે. તો સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે.
2. મધ્યપ્રદેશ : BJPના ગિરીશ ગૌતમ બિનહરીફ વિધાનસભા અધ્યક્ષ ચૂંટાયા
પ્રોટેમ સ્પીકર રામેશ્વર શર્માએ સૌ પ્રથમ સ્પીકરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી હતી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૈહાણે રીવાના દેવતળાવથી 4 વખત ભાજપના ધારાસભ્ય ગિરીશે સ્પીકર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ ટેકો આપ્યો હતો. અગાઉ કોંગ્રેસના ધારાસભ્યો પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં સાયકલ લઈને ગૃહમાં પહોંચ્યા હતા. વિધાનસભા ઊંચાઈ પર છે, તેથી કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને રસ્તાની વચ્ચે સાયકલ પરથી ઉતરવું પડ્યું હતું. પૂર્વ મંત્રી પી.સી. શર્મા, જીતુ પટવારી સાયકલ પરથી ઉતરીને વાહન દ્વારા ગૃહ પહોંચ્યા હતા.
3. બિહાર : રૂપિયા 2,18,303 કરોડનું બજેટ રજૂ, પેપર લીક અંગે ધમાલ
નાણામંત્રી તારકિશોર પ્રસાદે- નજરને બદલો, તો નજારો પણ બદલાઈ જાય છે. વિચાર બદલો તો સિતારા પણ બદલાઈ જાય છે…આ પંક્તિઓ સાથે બજેટ ભાષણ શરૂ કર્યું હતુ. તેમણે 55 મિનિટમાં 2 લાખ 18 હજાર 303 કરોડનું બજેટ રજૂ કર્યું. હૃદયમાં હોલ ધરાવતા દર્દીઓને વિના મૂલ્યે ઈલાજની જાહેરાત કરી છે. આ સાથે પશુઓ માટે પ્રત્યેક 8-10 પંચાયત પર હોસ્પિટલ બનાવવા તથા ગોવંશ માટે 'ગોવંશ વિકાસ સંસ્થા'ની વ્યવસ્થા માટે 500 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે.
વિધાનસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે મેટ્રિકની પરીક્ષામાં પેપર લીક થવાનો મુદ્દો ઉઠાવ્યો ઉપરાંત મોંઘવારી, બેરોજગારી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. આ દરમિયાન અન્ય વિપક્ષી ધારાસભ્યોએ પણ હોબાળો કર્યો હતો. વિપક્ષની મુલતવી દરખાસ્ત પણ લાવવામાં આવી હતી. અગાઉ વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ટ્રેક્ટર દ્વારા વિધાનસભા પાસે પહોંચ્યા હતા, પરંતુ ટ્રેક્ટરને અંદર જવાની પરવાનગી મળી ન હતી. થોડે દૂર પગપાળા ચાલ્યા પછી, તેજસ્વી યાદવ તેમની કારમાં વિધાનસભા પરિસરમાં પહોંચ્યા.
4. છત્તીસગઢ : રાજ્યપાલે અભિભાષણમાં સરકારની ઉપલબ્ધીઓ અને નવા નાણાંકીય વર્ષમાં સરકારની દશા-દિશા પર વાત કરી
રાજ્ય ગીત સાથે વિધાનસભા સત્રની શરૂઆત થઈ હતી. વિધાનસભા અધ્યક્ષ ડો.ચરણદાસ મહંત, મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને વિપક્ષી નેતા ધરમલાલ કૌશિકે વિધાનસભા પરિસરમાં રાજ્યપાલ અનુસુયા ઉઇકેનું સ્વાગત કર્યું હતુ. તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલના સંબોધનમાં રાજ્યપાલે કોરોના સમયગાળા દરમિયાન છત્તીસગઢ સરકારની સિદ્ધિઓ અને નવી નાણાકીય વર્ષમાં સરકારની દશા-દિશા પર વાત કરી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.