તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • UP Rampur Gram Panchayat Election 2021; Bride Leave Shadi Varmala Program And Gets Victory Certificate

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની યાદગાર ક્ષણ:વરમાળા છોડીને પહેલાં જીતનું સર્ટીફિકેટલ લેવા પહોંચી દુલ્હન, પછી જીવનસાથી સાથે લીધા સાત ફેરા

14 દિવસ પહેલા
 • કૉપી લિંક
લગ્ન પહેલાં જીતનું સર્ટીફિકેટ લેવા પહોંચી પુનમ - Divya Bhaskar
લગ્ન પહેલાં જીતનું સર્ટીફિકેટ લેવા પહોંચી પુનમ

યુપીના રામપુરમાં પુનમ શર્માના રાત્રે લગ્ન હતા. તે સાત જન્મોના સંબંધોમાં બંધાવા જઈ રહી હતી. ઘરમાં મહિલાઓ ગાણા ગાતી હતી અને પુનમ પણ થોડી જ વારમાં સ્ટેજ પર વરમાળા પહેરાવા જવાની હતી. અચાનક આ દરમિયાન તેને ખબર પડી કે તે પંચાયતની ચૂંટણી જીતી ગઈ છે. તો તેણે વરમાળાનો કાર્યક્રમ અધુરો જ છોડી દીધો અને તે હાથોમાં મહેંદી વાળા હાથ અને લગ્નના લાલ જોડામાં મતગણતરી સ્થળે પહોંચી ગઈ હતી. તેણે પહેલાં પોતાની જીતનું સર્ટીફિકેટ લીધુ અને ત્યારપછી બમણાં ઉત્સાહથી ઘરે જઈને તેના જીવનસાથી સાથે સાત ફેરા લીધા હતા.

મતગણતરીના દિવસે જ લગ્ન
મિલક બ્લોકના ગામ મોહમ્મદપુર જદીદ ગામમાં રહેતી પુનમ શર્માના લગ્ન બરેલી જિલ્લાના બફરી ગામમાં રહેતા એક યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નની તારીખ 2 મે રાખવામાં આવી હતી. પુનમ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નંબર 135થી સ્થાનિક પંચાયતની ચૂંટણી લડી હતી. રવિવારે જે સમયે તેના ઘરના દરવાજે જાન આવી હતીતે જ સમયે મતગણતરી સ્થળે તેના ભાગ્યનો નિર્ણય થતો હતો. ઘરના લોકોતો લગ્નમાં મશગુલ હતા પરંતુ તે વાંરવાર એજન્ટ દ્વારા મતગણતરીની અપડેટ પણ લેતી હતી. રાતે અંદાજે 10 વાગે પુનમને ખબર પડી કે તે ચૂંટણી જીતી ગઈ છે.

ત્યારે જ દુલ્હન મંડપ છોડીને મંડી સમિતિ પહોંચી અને પોતાનું સર્ટીફિકેટ મેળવ્યું હતું. સર્ટીફિકેટ મેળવીને તે ખૂબ જ ખુશ હતી. તેણે જણાવ્યું કે, તેણે BDC પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતુ અને રવિવારે રાતે તેની વરમાળા થવાની હતી. જ્યારે તેને ખબર પડી કે તે બીડીસીમાં જીતી ગઈ છે તો તે પહેલાં તેનું સર્ટીફિકેટ લેવા પહોંચી અને ત્યારપછી તેણે લગ્નના તમામ રિત-રિવાજ પૂરા કર્યા હતા.

31 મતથી જીતી ચૂંટણી
રિટર્નિંગ ઓફિસરે જણાવ્યું કે, પુનમને 601 વોટ મળ્યા હતા અને તે 31 મતથી ચૂંટણી જીતી છે. રિટર્નિંગ ઓફિસરે લાલ જોડામાં તૈયાર થઈને આવેલી દુલ્હન પુનમને શુભેચ્છા પાઠવી. પુનમથી જીતથી સાસરીવાળા અને ઘરના લોકો પણ ધણાં ખુશ દેખાતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો