તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • UP Murder Case: Accused Dhirendra Shared The Video And Said That He Had Warned The Officers But They Did Not Take Action

UPમાં અધિકારીઓ સામે હત્યાનો કેસ:આરોપી ધીરેન્દ્રએ વિડિયો શેર કરીને કહ્યું- અધિકારીઓને ચેતવ્યા હતા, પણ તેમણે કાર્યવાહી ન કરી

બલિયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય આરોપી ધીરેન્દ્રનું કહેવું છે કે ઘણા લોકો તેને જીવથી મારી નાખવા માગતા હતા, તેણે પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું.
  • બલિયાના દુર્જનપુર ગામમાં કરિયાણાની દુકાનની વહેંચણીના વિવાદમાં ગોળી ચલાવાઈ હતી
  • વિવાદ પછી ઘટનાસ્થળે અધિકારીઓની હાજરીમાં જ એક શખસનું મોત થયું હતું

ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના દુર્જનપુરમાં ગુરુવારે અધિકારીઓ સામે એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવાના આરોપી ધીરેન્દ્રને પોલીસ ત્રીજા દિવસે પણ પકડી શકી નથી. હવે પોલીસે આરોપી પર 50 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ બધાની વચ્ચે આરોપી ધીરેન્દ્રનો એક વિડિયો વાઈરલ થયો છે, જેમાં તે પોતાને નિર્દોષ ગણાવતા પોલીસ પર આરોપ લગાવી રહ્યો છે. ધીરેન્દ્રએ કહ્યું હતું કે અધિકારીઓને પત્ર આપીને કહ્યું હતું કે સુરક્ષા વગર બેસવું ઠીક નથી. અધિકારીઓએ પ્રધાન પાસેથી પૈસા લઈને બેઠક યોજી હતી.

આરોપીએ હિંસા માટે તંત્રને જવાબદાર ઠેરવ્યું
આરોપી ધીરેન્દ્રએ હિંસા માટે તંત્રને દોષી ઠેરવ્યું છે. તેણે કહ્યું હતું કે મને નથી ખબર કે કોણે ગોળી ચલાવી. હું મારા પરિવારને બચાવવા માટે અધિકારીઓને કહેતો રહ્યો. એ લોકો ઊભા ઊભા જોતા રહ્યા. હું એક સૈનિક છું. મેં હંમેશા મારા દેશની સેવા કરવામાં જ વિશ્વાસ કર્યો છે. હું મુખ્યમંત્રીને નિષ્પક્ષ તપાસની અપીલ કરું છું.

‘મેં બેઠક માટે પૂરતા સુરક્ષાદળની અપીલ કરી હતી. તેને નજરઅંદાજ કરવા માટે સ્થાનિક અધિકારી અને પોલીસ દોષી છે. મારા વૃદ્ધ પિતા હોબાળામાં પડી ગયા. મારા પરિવારને લાકડીઓ વડે માર માર્યો. મને વિડિયોમાં માર મારતો દેખાડવામાં આવ્યો. હું એક રાજપૂત છું. મેં ગર્વથી 18 વર્ષ સુધી સેનાની સેવા કરી. હું પોતાને મુક્ત કરવા અને ભાગવામાં સફળ રહ્યો. તે લોકો મને ત્યાં મારવા માગતા હતા.’

‘બેઠક માટે ઘણા બધા ઉચ્ચ અધિકારી હાજર હતા. મેં પહેલાથી જ તેમને ચેતવ્યા હતા કે હિંસા થશે. પણ તેઓ બેઠક કરતા રહ્યા. અધિકારીઓ પણ હિંસામાં સામેલ હતા. તેમણે પૈસા લઈ લીધા’

ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે આરોપીનો બચાવ કર્યો
ઘટના સામે આવ્યા પછી ભાજપ ધારાસભ્યએ આરોપીનો બચાવ કર્યો હતો. તેમનું તર્ક હતું કે આરોપીએ આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી, જેનાથી ગ્રામીણનું મોત થઈ ગયું. જો આત્મરક્ષામાં ગોળી ન ચલાવત તો તેના પરિવારના ઘણા લોકો માર્યા ગયા હોત. અન્ય પક્ષના ઘણા લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે, તેની વાત પણ સાંભળવી જોઈએ.

ધારાસભ્યએ વધુમાં કહ્યું હતું કે ઘટનાની નિંદા કરવી જોઈએ, પણ ન્યાય પક્ષને પણ સામે રાખવો જોઈએ. જેણે પણ ભૂલ કરી છે, તેને સજા મળવી જોઈએ. જો ગોળી કોઈએ મારી છે તો તેને પણ સજા મળવી જોઈએ, પણ જે લોકોએ લાકડી-ડંડાથી મારીને 6-6 લોકોને ઘાયલ કર્યા છે તેમની પર પણ કાર્યવાહી કરવી જોઈએ. મારી તંત્રને આ જ અપીલ છે.

ધારાસભ્યએ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ માટે રાજકારણ પણ છોડી શકું છું
ધારાસભ્યએ પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જે રીતે અખિલેશ યાદવોનું રાજકારણ કરે છે એવી જ રીતે જો જરૂર પડશે તો ક્ષત્રિય સમાજની રક્ષા માટે રાજકારણ પણ છોડી શકું છું. તેઓ યાદવોના સંરક્ષક છે તો હું પણ ક્ષત્રિયપાલક છું.

તો આ તરફ આઝમગઢ રેન્જના DIG સુભાષચંદ દુબએ 6 આરોપી પર પણ 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. તમામ આરોપીઓ પર ગેંગસ્ટર અને NSA હેઠળ પણ કાર્યવાહી થશે.

શું છે આખી ઘટના?
ગુરુવારે દુર્જનપુર તથા હનુમાનગંજમાં સરકારી ક્વોટાની બે દુકાન માટે પંચાયત ભવન પર બેઠક બોલાવાઈ હતી. એસડીએમ બૈરિયા સુરેશ પાલ, સીઓ બૈરિયા ચંદ્રકેશ સિંહ, બીડીઓ બૈરિયા ગજેન્દ્ર પ્રતાપ સિંહ સાથે જ રેવતી પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ હાજર હતી. દુકાનો માટે 4 સ્વયં સહાયતા સમૂહોએ અરજી કરી હતી.

દુર્જનપુરની દુકાન માટે બે સમૂહો વચ્ચે મતદાન કરાવવાનો નિર્ણય લેવાયો છે. અધિકારીઓએ કહ્યું કે, મતદાન એ જ કરશે, જેની પાસે આધાર અથવા કોઈ ઓળખકાર્ડ હશે. એક પક્ષ પાસે કોઈ ID પ્રૂફ ન હતું. આ અંગે બન્ને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. ત્યારે જયપ્રકાશ ઉર્ફે ગામા પાલને ધીરેન્દ્રએ ચાર ગોળી ઝીંકી દીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો