તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • UP Modi's Picture Disappears From BJP's Twitter Handle, Is It A Coincidence Or A Political Message

યોગી-મોદી વચ્ચે તણાવના અણસાર:UP ભાજપના ટ્વિટર હેન્ડલમાંથી PM મોદીની તસવીર ગાયબ, આ સંયોગ છે કે પછી રાજકીય સંદેશ

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સમગ્ર ઘટના રાજકીય તોફાન પહેલાની શાંતિ તરફ ઈશારો કરી રહી છે

યોગી અંગે ભાજપમાં હોબાળો શાંત થયો છે, એવું હજુ કહેવું મુશ્કેલ છે. UP ભાજપના હેન્ડલની અત્યારની અપડેટેડ છબી તો આ દિશામાંજ સંકેતો આપી રહી છે. ભાજપ યોગીને જેટલા નબળા ધારીને બેઠી છે એટલા યોગી નબળા નથી. રવિવારે 6 જૂનના રોજ ઉત્તર પ્રદેશ ભાજપ પ્રભારી રાધા મોહન સિંહની રાજ્યપાલ આનંદી બેન પટેલ સાથેની મુલાકાત એ કોઈ સામાન્ય નહોતી. આ મુલાકાત રાજકીય તોફાન પહેલાની શાંતિ તરફ ઈશારો કરે છે.

આ અંગે સોશિયલ મીડિયામાં પણ વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર મોદીને પોતાના આદર્શ માનતા સીએમ યોગી અને અન્ય ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ્સ પરથી પીએમ મોદીની તસવીરોને હટાવી લેવામાં આવી છે. વિપક્ષે પણ આ અંગે ભાજપ, યોગી અને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.

પોસ્ટરમાં હવે સીએમ યોગી, પ્રદેશ અધ્યક્ષ અને 2 ડેપ્યુટી સીએમની તસવીર
UP બીજેપીના ટ્વિટર હેન્ડલમાં જે બેનર લગાવ્યું છે એમા અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે બે ડેપ્યુટી સીએ કેશવ પ્રસાદ અને દિનેશ શર્માની તસવીરો છે. જોકે, સવારે 11 વાગ્યે હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં મોદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભાજપના અન્ય રાજ્યોના પેજમાં મોદી યથાવત
પીએમ મોદીની તસવીર ગાયબ થવાના મુદ્દે સવાલો એટલે ઊભા થઈ રહ્યા છે કારણ કે અન્ય ભાજપ શાસિત રાજ્યોના સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદીના પોસ્ટરો યથાવત છે. મધ્યપ્રદેશમાં @BJP4MPના ટ્વિટર હેન્ડલમાં પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની તસવીર લાદવામાં આવી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ અને હરિયાણાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલમાં પણ પીએમ મોદીની તસવીરો છે. ગોવાના ટ્વિટર હેન્ડલમાં જે તસવીર છે, એમાં માત્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તસવીર છે.

ભાજપ અધ્યક્ષ યોગી સરકારની પ્રશંસામાં લાગ્યા
રવિવારે જ્યારે UP પ્રભારી રાધા મોહન લખનઉ પ્રવાસ પર હતા, ત્યારે રાધા મોહન અને પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહને યૂપીમાં મંત્રીમંડળ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતી વેળાએ તેઓએ સીએમ યોગીના ગુણગાન ગાયા હતા. કહ્યું હતું કે મુખ્યમંત્રી ઘણા મહેનતુ છે, 24 કલાક કામ કરે છે, કાયદાકિય શાસન છે, આની પહેવા જેમની સરકાર હતી, તમે એમના શાસનકાળને જોયું છે, કેવી રીતે એક પાર્ટીની સરકાર રહી છે, ભ્રષ્ટાચારની સરકાર રહી છે.

મોદી અને શાહે ટ્વીટરમાં યોગીને જન્મદિવસની શુભેચ્છા નહોતી પાઠવી
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણા એક્ટિવ નજરે પડી રહ્યા છે. આ દરમિયાન યોગીએ શનિવારના રોજ પોતાનો 49મો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જોકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી યોગીને શુભેચ્છા પાઠવી નહોતી. આ ઘટનાની ચર્ચા એટલે કરવામાં આવી રહી છે, કારણ કે મહામારીના સમયગાળામાં મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેની ટીકા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...