તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • UP Man Administers 2 Doses Of Vaccine In One Place In 5 Minutes, Nursing Staff Claim To Be Engaged In Conversation

વેક્સિનેશનમાં બેદરકારી:UPની વ્યક્તિને 5 મિનિટમાં એક જ જગ્યા પર વેક્સિનના 2 ડોઝ લગાવી દીધા, નર્સિંગ સ્ટાફ વાતચીતમાં મશગૂલ હોવાનો દાવો

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વ્યક્તિએ ગણતરીની મિનિટમાં કળતર અને અશક્તિની ફરિયાદ કરી

ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં વેક્સિનેશનનો ગંભીર બેદરકારી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. UPની એક વ્યક્તિને 5 મિનિટના અંતરમાં જ કોવિડ વેક્સિનના બંને ડોઝ લગાવી દેવાયા હતા. આ અંગે વ્યક્તિએ કહ્યું હતું કે નર્સો એકબીજા સાથે વાતોમાં ઓતપ્રોત થઈ ગઈ હતી અને મને એકપછી એક 2 ડોઝ આપી જ દીધા. ચીફ મેડિકલ ઓફિસરે આગળ તપાસ હાથ ધરી.

વ્યક્તિ વેક્સિનના ડોઝ ગેપ અંગે અજાણ
વેક્સિનનો બીજો ડોઝ આપતી વેળાએ પણ વ્યક્તિએ ફરિયાદ નહોતી કરી, કારણ કે એને જણાવ્યું હતું કે મને ખબર જ નહતી કે પ્રથમ ડોઝ લીધા પછી બીજો ક્યારે અથવા કેટલા સમયગાળાની અંદર લેવાનો રહેશે. 5 મિનિટમાં 2 ડોઝ લીધા પછી તો હું ઘરે જતો રહ્યો હતો. ત્યાં અચાનક ગણતરીની મિનિટમાં મારા આખા શરીરમાં કળતર થવા લાગી અને અશક્તિ પણ આવી ગઈ હતી. ત્યારપછી મેં મારા પરિવારના સભ્યોને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો.

ચીફ મેડિકલ ઓફિસરે વધુ તાપાસ હાથ ધરી
પરિવારના સભ્યોએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચીફ મેડિકલ ઓફિસર (CMO)નો સંપર્ક સાધ્યો હતો અને વ્યક્તિની તબિયત તથા 2 ડોઝની ઘટના અંગે જાણ કરી હતી. ચીફ મેડિકલ ઓફિસરે તાત્કાલિક ધોરણે વ્યક્તિને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી દીધો અને આ ઘટનાની જાણ જિલ્લા અધિકારીને પણ કરી હતી. CMOએ સમગ્ર ઘટનાને પગલે આગળ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વેક્સિનના બંને ડોઝ એકસાથે લગાવવાને પરિણામે વ્યક્તિને કોઈ નુકસાન પહોંચશે નહીં.

અન્ય સમાચારો પણ છે...