• Gujarati News
  • National
  • UP Govt Says Air Pollution From Pakistan Spreads, Supreme Court Says Industries There Should Be Shut Down   Delhi Ncr Air Pollution Central

સરકાર VS સુપ્રીમ:યુપી સરકારે કહ્યું- પાકિસ્તાનથી આવતી હવાથી પ્રદૂષણ ફેલાય છે, સુપ્રીમકોર્ટે કહ્યું- તો શું ત્યાંની ઇન્ડસ્ટ્રીઝ બંધ કરાવી દઈએ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિલ્હી-એનસીઆરમાં સતત વધતા પ્રદૂષણ વિશે સુપ્રીમકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા પછી કેન્દ્ર સરકારે ટાસ્કફોર્સની રચના કરી છે. વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તેમણે પોલ્યુશન કંટ્રોલમાં કરવા તેમના આદેશોને ધ્યાનમાં રાખીને એક ઈન્ફોર્સમેન્ટ ટાસ્કફોર્સ બનાવી છે.

17 સભ્યની ફ્લાઈંગ ટાસ્કફોર્સ બનાવવામાં આવી છે. આ ટાસ્કફોર્સ રોજ સાંજે 6 વાગે રિપોર્ટ આપશે. કેન્દ્ર સરકારની આ પહેલથી સુપ્રીમકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે ગુરુવારે વધતા જતા પ્રદૂષણ મામલે સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને 24 કલાકની અંદર પ્લાન રજૂ કરવા કહ્યું હતું.

દિલ્હી સરકારને કન્સ્ટ્રક્શન કરવાની મંજૂરી
બીજી બાજુ, કોરોનાની ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમકોર્ટે સ્વીકારી લીધી છે. સુપ્રીમકોર્ટે દિલ્હી સરકારને હોસ્પિટલના કન્સ્ટ્રક્શન કામ માટે મંજૂરી આપી દીધી છે. આ વિશે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે થવાની છે.

દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરીને હોસ્પિટલોનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ રાખવાની મંજૂરી માગી હતી. સુપ્રીમકોર્ટમાં દાખલ અરજીમાં દિલ્હી સરકારે કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમુક જૂની હોસ્પિટલોનું રિક્ન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત સાત નવી હોસ્પિટલનું પણ કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે, પરંતુ પ્રદૂષણ વધવાને કારણે આ નિર્માણકાર્ય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન કોરોનાના નવા વેરિયન્ટે દુનિયામાં ડર ફેલાવ્યો છે. આ સંજોગોમાં દિલ્હીની હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવી જરૂરી છે, તેથી દિલ્હી સરકારે સુપ્રીમકોર્ટને નિર્માણકાર્યની મંજૂરી આપવાનો આગ્રહ કર્યો હતો.

CJIના યુપી સરકાર પર પ્રહાર
બીજી બાજુ, ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે ઉદ્યોગો બંધ હોવાને કારણે રાજ્યમાં શેરડી અને દૂધ ઉદ્યોગ પ્રભાવિત થયા છે અને રાજ્ય વધારે પાછળ પડી ગયું છે. રાજ્ય સરકારે કહ્યું હતું કે પ્રદૂષિત હવા મોટા ભાગે પાકિસ્તાનથી આવી રહી છે. આ વિશે સીજેઆઈ એનવી રમણે યુપી સરકારની મજાક કરી હતી. સીજેઆઈ રમણે કહ્યું હતું કે તમે પાકિસ્તાનના ઉદ્યોગો પર પ્રતિબંધ લગાવવા માગો છો?

અમને વિલન બનાવવામાં આવી રહ્યા છે- સુપ્રીમકોર્ટ
સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે સ્કૂલ બંધ કરવાવાળા નિર્ણયના રિપોર્ટિંગ સામે સવાલ ઊભા કર્યા છે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે અમે ન્યૂઝપેપરમાં જોયું કે મીડિયાનો અમુક વર્ગ અમને વિલન બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે હકીકતમાં તો દિલ્હી સરકારે જ કહ્યું હતું કે તેઓ સ્કૂલ બંધ કરી રહ્યા છે અને વર્ક ફ્રોમ હોમ શરૂ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...