• Gujarati News
  • National
  • UP Govt Agrees To Probe Case From Retired Judge, Supreme Court To Announce Names On November 17

લખીમપુર ખીરી હિંસા કેસ:નિવૃત જજ પાસે તપાસ કરાવવા યૂપી સરકાર સહમત, સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બરે નામ જાહેર કરશે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખીમપુર ખીરી હિંસા કેસમાં 8 ખેડૂતોના મોત થયા હતા - Divya Bhaskar
લખીમપુર ખીરી હિંસા કેસમાં 8 ખેડૂતોના મોત થયા હતા

લખીમપુર ખીરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેઓ જેને ઉચિત સમજે SIT તપાસની દેખરેખ માટે નિયુક્ત કરી શકે છે . જેના પર સુપ્રીમ કોર્ટે સુનાવણી બુધવાર સુધી ટાળી દીધી છે. સુપ્રીમ કોર્ટ 17 નવેમ્બર (બુધવાર)ના રોજ આ મામલે નિષ્પક્ષ તપાસ માટે નિવૃત્ત જજની નિમણૂક પર આદેશ આપશે. ઉત્તર પ્રદેશ સરકાર આ કેસની તપાસની દેખરેખ માટે રાજ્યની બહારના હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવા સંમત થઈ છે.

કોઈપણ હાઈકોર્ટના ન્યાયાધિશ, ન્યાયાધિશ જ હોય છે
રાજ્ય સરકાર વતી હરીશ સાલ્વેએ કોર્ટમાં કહ્યું હતું કે કોઈપણ હાઈકોર્ટના ન્યાયાધિશ, ન્યાયાધિશ જ હોય ​​છે. આ કિસ્સામાં, કોઈપણ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજની નિમણૂક કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે આ માટે સંમતિ આપી હતી. કોર્ટે મંગળવાર સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે અગાઉ રાજ્યને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો હતો અને ન્યાયમૂર્તિ રાકેશ કુમાર જૈન, રણજીત સિંહના નામ સૂચવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્યના કેટલાક વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ SITમાં સામેલ કરવા કહ્યું હતું.

લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબર 2021ના દિવસે રેલી કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દેવામાં આવી હતી. જેમાં 8 ખેડૂતોના મોત થયા હતા અને 10 ઈજાગ્રસ્ત થયા હતા
લખીમપુર ખીરીમાં 3 ઓક્ટોબર 2021ના દિવસે રેલી કરી રહેલા ખેડૂતો પર ગાડી ચઢાવી દેવામાં આવી હતી. જેમાં 8 ખેડૂતોના મોત થયા હતા અને 10 ઈજાગ્રસ્ત થયા હતા

ગયા મહિને થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ઘટનાના સાક્ષીઓને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે યુપી સરકારને લખીમપુર હિંસામાં પત્રકાર રમણ કશ્યપ અને એક શ્યામ સુંદરની હત્યાની તપાસ અંગે જવાબ દાખલ કરવા પણ કહ્યું છે.

સાક્ષીઓની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છેઃ સુપ્રીમ કોર્ટ
છેલ્લી સુનાવણીમાં, CJIએ કહ્યું હતું કે ત્યાં એકઠી થયેલી ભીડમાં ઘણા લોકો યોગ્ય રીતે માહિતી આપતા ગભરાશે. મજબૂત સાક્ષીઓની ઓળખ જરૂરી છે. શું કોઈ સાક્ષી ઘાયલ છે? ઝડપથી વિડિયો ટેસ્ટ કરાવો. અન્યથા અમારે લેબને સૂચના આપવી પડશે. આમાં, સાક્ષીઓની સુરક્ષા સૌથી મહત્વની છે. અમે સાક્ષીઓના રક્ષણનું નિર્દેશન કરીએ છીએ. મેજિસ્ટ્રેટ સમક્ષ તમામ સાક્ષીઓના નિવેદન નોંધવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...