તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 52 People Died In 15 Days, CM Yogi The Girl Who Was Found In The Hospital Also Lost Her Life; CMO Removed

ફિરોઝાબાદમાં ફેલાયો જીવલેણ તાવ:15 દિવસમાં 52 લોકોના મૃત્યુ, CM યોગી જે બાળકીને હોસ્પિટલમાં મળ્યાં હતા તેણે પણ જીવ ગુમાવ્યો; CMOને હટાવવામાં આવ્યા

ફિરોઝાબાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CMO ડો.નીતા કુલશ્રેષ્ઠને હટાવીને તેમની જગ્યાએ ડો. દિનેશ કુમાર પ્રેમીને ચાર્જ સોંપવામાં આવ્યો

ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં અજાણ્યા તાવનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં 7 બાળકોના મૃત્યુ થયા છે. સોમવારે મેડિકલ કોલેજ ફિરોઝાબાદમાં નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રી આદિત્યાનાથ જે બાળકી કોમલને મળ્યા હતા, તેનું પણ મૃત્યુ થયું છે.

જિલ્લામાં આ અજાણ્યા તાવથી 15 દિવસની અંદર મૃત્યુ પામનારાઓનો આંકડો 52 થયો છે. મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો.સંગીતા અનેજાએ જણાવ્યું કે 240 બાળકો દાખલ છે. તેમાંથી મોટાભાગનાને ઉલ્ટી અને ડાયરિયાની ફરિયાદ છે. તેમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા લક્ષણ છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિરોઝાબાદના CMO ડો.નીતા કુલશ્રેષ્ઠને હટાવી દીધા છે. તેમની જગ્યા હવે ડો.દિનેશ કુમાર પ્રેમીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.

હાલ દર્દીઓની વધતી સંખ્યાના કારણે હોસ્પિટલની સ્થિતિ સતત બગડી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRની ટીમે પણ મૃતક અને બીમાર બાળકોના સેમ્પલ લીધા હતા. જોકે અત્યાર સુધીના રિપોર્ટમાં એક પણ કોરોનાનો કેસ મળ્યો નથી.

સીએમ યોગીના 3 મોટા આદેશ
1. CMO ડો.નીતા કુલશ્રેષ્ઠને હટાવીને તેમની જગ્યાએ ડો. દિનેશ કુમાર પ્રેમીને ચાર્જ સોંપવામાં આવ્યો.
2. તપાસ માટે 11 એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ ફિરોજાબાદ જશે. આ ટીમ બાળકોની સારવાર કરશે અને બીમારીનું કારણ જાણવાની કોશિશ કરશે.
3. તમામ બાળકોની સારવાર બિલકુલ મફથ થશે.

તાવથી પીડિત બાળકોને હોસ્પિટલ લઈને પહોંચી રહેલા લોકો.
તાવથી પીડિત બાળકોને હોસ્પિટલ લઈને પહોંચી રહેલા લોકો.

દર કલાકે 8-10 બાળકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે
ફિરોઝાબાદ જિલ્લા હોસ્પિટલની સ્થિતિ ખરાબ થતી જઈ રહી છે. અહીં દર કલાકે 8થી 10 બીમાર બાળકોને દાખલ કરવામાં આવી રહ્યાં છે. તેનાથી બેડની અછત થવા લાગી છે. શહેરમાં સત્ય નગર ટાપા કલાના રહેનારા રાજીવની 12 વર્ષની પુત્રી નંદનીનું આ તાવથી મૃત્યુ થયું. રાજીવે આ અંગે જણાવ્યું કે તેમની પુત્રીને બે દિવસ પહેલા જ તાવ આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ જીવ ન બચ્યો.

ગામડે-ગામડે મેડિકલ કેમ્પ લાગી રહ્યાં છે.
ગામડે-ગામડે મેડિકલ કેમ્પ લાગી રહ્યાં છે.

કોલોનિયોમાં છવાયો સન્નાટો
ભાસ્કરની ટીમ આ બીમારીથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરના એલાન નગરની મુલાકાત કરી હતી. કોલોનીમાં રહેનારી સરોજે જણાવ્યું કે અજાણ્યો તાવ આમ તો બધાને આવી રહ્યો છે. જોકે તેની સૌથી વધુ અસર બાળકો પર છે. બાળકોને તાવ આવે છે. નબળાઈ અનુભવાય છે. લોકો સારવાર માટે હોસ્પિટલમાં લઈ આવે છે. જોકે એક કે બે દિવસમાં મૃત્યુ થઈ જાય છે. 10 દિવસની અંદર આ કોલોનીમાંથી 7 બાળકોના મૃત્યુ થયા છે.

મથુરાઃ 10ના મૃત્યુ થઈ ચુક્યા છે. પિપરૌઠ અને રૈપુરાજાટ ગામમાં હાલ 60થી વધુ લોકો બીમાર છે. અહીં છેલ્લા 15 દિવસમાં 10 લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ પિપરૌઠ અને રૈપુરાજાટ ગામમાં તાવથી 20થી 25 લોકો બીમાર છે. અહીં છેલ્લા 4 દિવસમાં બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે રૈપુરાજાટ ગામમાં 12થી વધુ લોકો બીમાર છે.

સહરાનપુરઃ શનિવારે એક દિવસમાં 4ના મૃત્યુ, 100થી વધુ બીમાર

કેમ્પમાં બાળકોનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે.
કેમ્પમાં બાળકોનું સ્ક્રીનિંગ કરાઈ રહ્યું છે.

સહારનપુરમાં પણ અજાણી બીમારીનો કહેર છે. અહીંના ટપરી કલા ગામના લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તાવથી પીડિત છે. શનિવારે એક દિવસમાં લગભગ 4 લોકોએ અહીં જીવ ગુમાવ્યો હતો. 100થી વધુ લોકો અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ છે. 12 લોકો હાયર સેન્ટર પીજીઆઈ ચંદીગઢમાં સારવાર કરાવી રહ્યાં છે.

ગામના જાવેદ(25)ને થોડા દિવસો પહેલા જ સામાન્ય તાવ હતો અને માથામાં દુઃખાવો પણ હતો. તેના કારણે તેણે એક ગામના જ ડોક્ટરની દવા લીધી. તાવ તો થોડા સમય માટે ઉતરી ગયો. જોકે આગલા દિવસે ફરીથી તાવ આવી ગયો. પિતા અકરમનું કહેવું છે કે પુત્ર જાવેદને તાવ આવવાથી તે તેને હોસ્પિટલમાં લઈ ગયા. જોકે ડોક્ટરે થોડા દિવસ રાખ્યા પછી તેને હોયર સેન્ટર રેફર કર્યો.

અન્ય સમાચારો પણ છે...