• Gujarati News
  • National
  • Everybody Said BJP Left OBC SC Neglect, Reality It Was Difficult To Win Without Their MY Factor

2 મંત્રી, 5 ધારાસભ્યનાં રાજીનામાંની કથની:નેતાઓએ કહ્યું- OBC-SCની ઉપેક્ષાથી છોડ્યો ભાજપ, વાસ્તવિકતા એ છે કે તેમનું MY ફેક્ટર વગર જીતવું મશ્કેલ છે

લખનઉ13 દિવસ પહેલા

ચૂંટણી આવતાં જ મોટા નેતાઓ સુરક્ષિત ઠેકાણું શોધવામાં માટે પક્ષ બદલતા હોય છે. ભાજપ છોડનારા 2 મંત્રી પાર્ટી દ્વારા OBC-SCની ઉપેક્ષા કરવાની વાત કરી રહ્યા છે. વાસ્તવિકતા તેમની પોતાની બેઠકથી શરૂ થાય છે. MY ફેક્ટર વગર તેમના માટે ચૂંટણી જીતવી મુશ્કેલ હતી. MY ફેક્ટર એટલે કે મુસ્લિમ-યાદવ. આ જ કારણે મંત્રી-ધારાસભ્યોએ પક્ષ બદલવાની હેટ્રિક લગાવી દીધી છે. આ જ લાઈનમાં બીજા કેટલાંક નામ પણ છે.

તો ચાલો, તમને ભાજપના 2 મંત્રી અને 5 ધારસભ્યની પક્ષ બદલવા પાછળની વાસ્તવિક કહાની જણાવીએ...

સ્વામી પ્રસાદ મૌર્યઃ
પરંપરાગત પડરૌના પર MY ફેક્ટરથી 46% વોટ પાક્કા

ભાજપના રાજીનામા પછી અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્યની સાથેની આ તસવીર ટ્વીટ કરી.
ભાજપના રાજીનામા પછી અખિલેશ યાદવે સ્વામી પ્રસાદ મૌર્યની સાથેની આ તસવીર ટ્વીટ કરી.

યોગી કેબિનેટમાં શ્રમમંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપ છોડી દીધો. એ ત્રણ વખત પડરૌના બેઠકથી ધારાસભ્ય રહ્યા. 2 વખત બસપા, એક વખત ભાજપની ટિકિટ પર. 2022માં તેઓ પડરૌના બેઠકથી જ ચૂંટણી લડવાના છે. આ બેઠક પર 19 ટકા બ્રાહ્મણ ભાજપથી નારાજ છે. બીજી તરફ, યાદવ, મુસ્લિમ અને સામાન્ય જાતિના 27 ટકા વોટ પણ સપાના પક્ષમાં જતા દેખાઈ રહ્યા છે. કુલ 46 ટકા વોટર્સ જતા રહેવાનું જાખમ સ્વામી ઉઠાવવા માગતા નથી, આ કારણે સ્વામી સપામાં જોડાઈ ગયા. 18 ટકા SC અને 18 ટકા OBC વોટર પહેલેથી જ સ્વામી પ્રસાદની સાથે છે. સપામાં જોડાયા પછી લગભગ તેમની જીત પાક્કી છે.

સ્વામીએ OBC, દલિતોની ઉપેક્ષાનું કારણ ગણાવ્યું
સ્વામી પ્રસાદે રાજીનામામાં લખ્યું હતું- મંત્રીના રૂપમાં વિપરીત સ્થિતિઓ અને વિચારધારામાં રહીને જવાબદારી સંભાળી, જોકે દલિત, પછાત, ખેડૂતો, બેરોજગાર નવજવાન અને વેપારીઓની ઉપેક્ષાના કારણે ઉત્તરપ્રદેશના મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.

દારા સિંહ ચૌહાણઃ
મુખ્તાર સિંહની ધોસી બેઠક પર છે નજર

દારા સિંહે સમજીવિચારેલી રણનીતિ અંતર્ગત ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ હવે મુખ્તાર અંસારીની ધોસી સીટમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે જો દારા સિંહ આ સીટ પરથી સપાની ટિકિટ પર લડે છે તો તેમની જીત એકદમ પાક્કી હશે. સપા પણ મુખ્તાર અંસારીની આરોપીની છબિમાંથી દૂર રહેવા માટે દારા સિંહને ટિકિટ આપી શકે છે.

દારાએ કહ્યું- OBCનું સન્માન નહિ
દારા સિંહે યોગીને મોકલેલા રાજીનામામાં લખ્યું- મેં મારી જવાબદારી નિભાવી, પરંતુ સરકાર ખેડૂતો, પછાતો, વંચિતો, બેરોજગારોની ઉપેક્ષા કરી રહી છે. આ સિવાય પછાતો અને દલિતોના આરક્ષણને લઈને રાજકારણ થઈ રહ્યું છે, એનાથી હું નારાજ છું. આ કારણે મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું.

અવતાર સિંહ ભડાનાઃ
જેવરમાં ગુર્જર અને મુસ્લિમ અવતારની સાથે

અવતાર સિંહ ભડાના પછી જયંત ચૌધરીએ આ તસવીર ટ્વીટ કરી.
અવતાર સિંહ ભડાના પછી જયંત ચૌધરીએ આ તસવીર ટ્વીટ કરી.

ગુર્જર સમુદાયના મોટા નેતા અવતાર સિંહ ભડાનાના રાલોદમાં સામેલ થયા પછી જેવર વિધાનસભા સીટનું જાતીય સમીકરણ બદલાયું છે. ગુર્જર વોટર્સની વચ્ચે મજબૂત જનાધાર અવતારનો છે. જેવર સીટ પર તેમને ગુર્જર વોટર્સનો સપોર્ટ મળવો પણ નક્કી છે, સાથે જ સપા અને રાલોદ ગઠબંધનને કારણે મુસ્લિમ, SC અને અન્ય જાતીયોના વોટર પણ તેમના માટે મદદગાર સાબિત થશે. ગત 2 ચૂંટણીમાં પણ આ મુકાબલો કોંગ્રેસ-બસપા અને ભાજપ આ ત્રણ પાર્ટીઓની વચ્ચે જ રહ્યો છે. 2017માં પણ મુખ્ય મુકાબલો BSP અને BJPમાં જોવા મળ્યો હતો. પ્રથમ વખત અહીં સપા-રાલોદનું ગઠબંધન ફાઈટમાં આવી ચુક્યું છે. 85 હજાર ગુર્જર અને લગભગ એટલા જ મુસ્લિમ વોટર અહીં સરકારનું વલણ નક્કી કરશે.

ખેડૂતોની ઉપેક્ષાથી છોડી પાર્ટી
અવતાર સિંહ ભડાના ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યા હતા. તેઓ ખેડૂતોની ઉપેક્ષા થવાના કારણે પોતે નારાજ થયા હોવાનું કહી રહ્યા છે. તેમને ગુર્જર સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. તેઓ છેલ્લા થોડા સમયથી સમુદાયને એક કરવાની કોશિશ કરી રહ્યા હતા.

ચૂંટણી પહેલાં આ ધારાસભ્યોએ પણ બદલી પાર્ટી

બિલ્સી સીટ પર ભાજપ છોડ્યા પછી MY ફેક્ટર રાધા કૃષ્ણ શર્માના પક્ષમાં છે.
બિલ્સી સીટ પર ભાજપ છોડ્યા પછી MY ફેક્ટર રાધા કૃષ્ણ શર્માના પક્ષમાં છે.

સૌથી પહેલા વાત કરી BJPના ધારાસભ્ય રાધા કૃષ્ણ શર્માની. લખનઉમાં પાર્ટી મુખ્યાલય પર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પોતે રાધા કૃષ્ણ શર્માને પોતાની પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. બદાયુને સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીએ બદાયુના બિલ્સીમાં 1993 પછી પ્રથમ વખત મોદી લહેરમાં 2017માં જીત મેળવી હતી. આરકે શર્મા અહીં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હવે બદલાયેલાં રાજકીય સમીકરણોમાં બિલ્સી સીટ પર MY ફેક્ટર જ કામ આવવાનું છે.

બાંદાની તિંદવારી બંઠકથી BJPના ધારાસભ્ય બૃજેશ પ્રજાપતિએ પણ પોતાનું રાજીનામું આપ્યું છે, સાથે જ શાહજહાંપુરની તિલહર બેઠકથી ધારાસભ્ય રોશનલાલ વર્મા અને કાનપુરના બિલ્હૌરના ધારાસભ્ય ભગવતી પ્રસાદ સાગરે પણ ચૂંટણી પહેલાં જ ભાજપનો સાથ છોડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...