તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર માગ:6 માસ પહેલાં ચોરી થયેલી ભેંસ પર દાવેદારી, DNA ટેસ્ટ કરાવવાની કરી માગ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
શામલીના અહમદગઢ ગામમાં ચંદ્રપાલની ભેંસ ગુડ્ડુ 25 ઓગસ્ટ 2020નાં રોજ ચોરી થઈ હતી. - Divya Bhaskar
શામલીના અહમદગઢ ગામમાં ચંદ્રપાલની ભેંસ ગુડ્ડુ 25 ઓગસ્ટ 2020નાં રોજ ચોરી થઈ હતી.
  • શામલીના અહમદગઢ ગામમાં ચંદ્રપાલની ભેંસ ગુડ્ડુ 25 ઓગસ્ટ 2020નાં રોજ ચોરી થઈ હતી.
  • જરૂરી લાગશે તો DNA ટેસ્ટ અંગે કાયદાકીય જોગવાઈ પર અમલ કરતા કાર્યવાહી કરવામાં આવી શકે છે: SP સુકીર્તિ માધવ

ઉત્તર પ્રદેશના શામલીમાંથી છ મહિના પહેલાં ચોરી થયેલી ભેંસનો મામલો હવે DNA ટેસ્ટ કરાવવા સુધી પહોંચ્યો છે. પીડિત ખેડૂતનો દાવો છે કે તેની ચોરી થયેલી ભેંસ સહારનપુર જનપદના બીનપુર ગામમાં એક વ્યક્તિના ઘરે બંધાયેલો છે, પરંતુ પોલીસ તેની ભેંસ પાછી અપાવતી નથી. ખેડૂતની માગ છે કે તે ભેંસને તેના ઘરમાં બંધાયેલી ભેંસ કે જે તેની માં છે તેની સાથે DNA ટેસ્ટ કરાવીને મેળવવામાં આવે કે જેથી સત્ય સામે આવી શકે.

ખેડૂતે DNA ટેસ્ટની કરી માગ
શામલીના અહમદગઢ ગામમાં ચંદ્રપાલની ભેંસ ગુડ્ડુ 25 ઓગસ્ટ 2020નાં રોજ ચોરી થઈ હતી. ચંદ્રપાલનો દાવો છે કે તેને ત્યારે ઝિંઝાના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે કેસ નોંધ્યો ન હતો. જે પછી તેને પોતાની રીતે ભેંસની તપાસ કરી હતી અને ત્યારે તેને સહારનનુર જનપદના બીનપુર ગામમાંથી પોતાની ભેંસને શોધી કાઢી હતી.

આરોપ છે કે તેને પોલીસ સમક્ષ ભેંસ પાછી મેળવવા માટે અરજી કરી તો પોલીસે બીનપુર નિવાસી વ્યક્તિ અને ત્યાંના ગ્રામ પ્રધાન તેમજ કેટલાંક પાડોસીઓ પાસેથી શપથપત્ર લઈને તેમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે તે ભેંસ તેમની જ છે. હવે ચંદ્રપાલે બીનપુરમાં બંધાયેલી તે ભેંસ અને પોતાના ઘરમાં બંધાયેલી ભેંસનો DNA ટેસ્ટ કરાવવાની માગ કરી છે. તેનું કહેવું છે કે ચોરી થયેલી ભેંસની માં આજે પણ તેના ઘરમાં બંધ છે અને તે ભેંસ અને ચોરાયેલી ભેંસના DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા બાદ જે રિપોર્ટ આવશે તેનાથી તે સાબિત થશે કે બીનપુરવાળી ભેંસ તેમની જ ભેંસ છે.

ચોરી થયેલી ભેંસની માં આજે પણ તેના ઘરમાં બંધ છે અને તે ભેંસ અને ચોરાયેલી ભેંસના DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા બાદ જે રિપોર્ટ આવશે તેનાથી તે સાબિત થશે કે બીનપુરવાળી ભેંસ તેમની જ ભેંસ છે.
ચોરી થયેલી ભેંસની માં આજે પણ તેના ઘરમાં બંધ છે અને તે ભેંસ અને ચોરાયેલી ભેંસના DNA ટેસ્ટ કરાવવામાં આવ્યા બાદ જે રિપોર્ટ આવશે તેનાથી તે સાબિત થશે કે બીનપુરવાળી ભેંસ તેમની જ ભેંસ છે.

RTI કરી પોલીસ પાસે માગવામાં આવ્યા છે જવાબ
ખેડૂત ચંદ્રપાલે પોલીસની તમામ દલીલ અને કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા RTI કરી છે, યોગ્ય જવાબની માગ કરતા ભેંસનો DNA ટેસ્ટ કરાવવાની માગ ફરી કરી છે. RTIમાં ચંદ્રપાલે તેના કેસમાં પોલીસ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં, ચોરી થયેલા ભેંસને લઈને એક પક્ષીય શપથપત્રના આધારે બીજાની ગણાવી અને DNA ટેસ્ટની માગ ફગાવવી જેવ કારણો પર લેખિતમાં જવાબ માગ્યો છે.

શામલી જિલ્લાના SP સુકીર્તિ માધવે જણાવ્યું કે, RTIથી આ કેસની જાણકારી મળી છે. આ કેસમાં યોગ્ય ન્યાય મળે તે માટે બંને પક્ષને બોલાવવામાં આવ્યા છે. તેમના દાવા અને દલીલોને સાંભળવામાં આવ્યા બાદ જે નિષ્કર્ષ નીકળશે તેના આધારે જ કાર્યવાહી થશે. જો જરૂરી લાગશે તો DNA ટેસ્ટ અંગે કાયદાકીય જોગવાઈ પર અમલ કરતા કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આઝમ ખાનની ભેંસ ચોરી થઈ ત્યારે પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું હતું
આ પહેલાં યુપીમાં સપા સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનની ભેંસ ચોરી થઈ હતી, ત્યારે આ મામલો ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. આઝમ ખાનની ભેંસ શોધવા માટે પોલીસ પ્રશાસને એડીચોટીનું જોર લગાવ્યું હતું અને એક-એક કરીને તમામ ભેંસ મંત્રીજીના તબેલામાં પહોંચાડી દિધી હતી.