• Gujarati News
  • National
  • UP Bihar Brothers Will Not Rule In Punjab; Channy Was Saying, Priyanka Standing Nearby Was Clapping And Smiling

પંજાબના CMનું વિવાદિત નિવેદન:UP-બિહારના ભઈયા પંજાબમાં રાજ નહીં કરે; ચન્ની કહી રહ્યા હતા, નજીક ઉભેલા પ્રિયંકા તાલી પાડી હસતા રહ્યા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઉત્તર પ્રદેશ અને પંજાબ ચૂંટણીમાં પ્રચારને લઈ બમણા ધોરણો જોવા મળી રહ્યા છે. UPની જનસભામાં તેઓ પોતાને અહીંની દીકરી ગણાવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં મહિલા, યુવાનોની બેરોજગારી અંગે આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે, જોકે તેમનું આ આક્રમક વલણ ફક્ત UPની સરહદ પૂરતું જ મર્યાદિત છે. પંજાબ પહોંચ્યા બાદ અહીં તેઓ બહારી એટલે કે પારકા બની જાય છે.

પંજાબમાં પ્રચાર સમયે તેમણે કહ્યું કે પંજાબ પંજાબીઓનું છે....અહીં કોઈ જ રાજનીતિ નહીં મળે. આ તો બહારથી આવે છે....તેમણે પંજાબિયત શીખવો. આ અંગે ચન્ની માઈક લઈ કહે છે કે UPના ભઈયા,બિહારના ભઈયા, દિલ્હીના ભઈયા અહીં રાજ કરી શકે. જ્યારે ચન્ની આ વાક્ય બોલી રહ્યા હતા ત્યારે બાજુમાં રહેલા પ્રિયંકા તાલી પાડીને હસી રહ્યા હતા અને પોતે પણ નારા લગાવતા રહ્યા હતા. પ્રિયંકા દલીત મતદાતાને આકર્ષવા માટે ચન્ની સાથે રવિદાસ જયંતી નિમિતે વારાણસી પહોંચ્યા હતા.

રૂપનગરમાં 15 ફેબ્રુઆરીની રેલીની ઘટના
ઉત્તર પ્રદેશના લોકોના ભઈયા કહેવાની ઘટના પંજાબના રૂપનગરની છે. 15 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા ગાંધી પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે અહી રેલીમાં પહોંચ્યા હતા. રેલી બાદ તેઓ મંચ પર આવ્યા હતા. હાથમાં માઈક લઈ પોતાની વાત શરૂ કરી. તેમણે કહ્યું- સમજદારીનો ઉપયોગ કરો. ચૂંટણીનો સમય છે. લાંબી-લાંબી વાતો કરવા ઈચ્છતી નથી. પણ પંજાબના લોકો, બહેનો-ભાઈઓ જે તમારી સામે છે, તેને યોગ્ય રીતે ઓળખો. તમારામાં ઘણો વિવેક છે. સમજદારી છે. આ સમજદારીનો ઉપયોગ કરો.

ત્યારબાદ ચન્નીએ કહ્યું- પંજાબ પંજાબીઓનું છે. પંજાબને પંજાબી જ ચલાવશે. તમારી સરકાર બનાવો. અહીં કોઈ નવી રાજનીતિ નહીં મળે. આ બહારથી જે આવ્યા છે. તમારા પંજાબમાં તેમને શીખવો કે પંજાબિયત શું હોય છે. પંજાબ મારું સાસરું છે.

પ્રિયંકા આટલું બોલ્યા બાદ ચન્ની પોતાના હાથમાં માઈક લઈ લે છે અને કહે છે-પ્રિયંકા પંજાબીની વહુ છે. યુપીના, બિહારના, દિલ્હીના ભઈયા આવી અહીં નહીં કરી શકે. UPના ભઈયાઓને પંજાબમાં ફટકવા દેવાના નથી. ચન્નીએ આટલું કહેતા જ બોલે સો નિહાલના નારા લાગે છે. પ્રિયંકા હસતા રહે છે અને પોતે પણ નારા લગાવવાની શરૂઆત કરે છે.

UPના લોકોને બહારના કહેનાર ચન્ની અને પ્રિયંકા આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે
પ્રિયંકા ગાંધી અને પંજાબના CM ચરણજીત સિંહ ચન્ની મંગળવારે UPના લોકોને બહારી કહ્યાં બાદ બુધવારે એટલે કે આજે UP પહોંચ્યા છે. ચન્ની રવિદાસિયા પંજાબી છે અને રવિદાસ જયંતી પ્રસંગે તેઓ વારાણસી સ્થિત રવિદાસ મંદિરમાં પહોંચ્યા છે.