તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • UP Ballia News, Murder Case Update; Accused Dhirendra Singh Absconding, Possibility Of Surrender In Court Tomorrow In Ballia Uttar Pradesh

બલિયામાં અધિકારીઓ સામે હત્યા:ભાજપ MLAનો નજીકનો માણસ આરોપી ધીરેન્દ્ર ઘટનાના ત્રીજા દિવસે લખનઉથી ઝડપાયો, 50 હજારનું ઈનામ હતું

બલિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ MLAનો નજીકનો માણસ આરોપી ધીરેન્દ્ર ઘટનાના ત્રીજા દિવસે લખનઉથી ઝડપાયો, 50 હજારનું ઈનામ હતું

ઉત્તરપ્રદેશના બલિયામાં હત્યાના કેસમાં મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહને STFએ લખનઉમાં જનેશ્વર મિશ્ર પાર્ક પાસેથી ઝડપી લીધો છે. તેમની સાથે બે અન્ય આરોપીઓને પણ ઝડપી લેવાયા છે. કોર્ટમાં સરેન્ડર કરવાની સૂચના પછી સર્વેલાન્સ દ્વારા ધીરેન્દ્રના લખનઉમાં હોવાની સૂચના મળી હતી.ધીરેન્દ્ર, બલિયા ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનો નજીકનો માણસ છે.

ધીરેન્દ્ર ઉર્ફ ડબ્લૂની શોધમાં 12 ટીમો લાગી હતી. મઉ અને આઝમગઢની પોલીસને પણ આ કામમાં લગાવી દેવાઈ હતી. આ બધાની વચ્ચે ચર્ચા હતી કે ધીરેન્દ્ર સોમવારે કોર્ટમાં સરેન્ડર કરી શકે છે. તેને શનિવારે કોર્ટમાં સરેન્ડરની અરજી પણ કરી હતી. પોલીસે એ વખતે 50 હજારનું ઈનામ જાહેર કર્યું હતું. અત્યાર સુધી ધીરેન્દ્રના બે ભાઈ દેવેન્દ્ર અને નરેન્દ્ર સાથે 10 આરોપીની ધરપકડ થઈ ચુકી છે.

બલિયામાં કેમ્પ કરી રહેલા DIG
યોગી સરકારે DIG આઝમગઢ સુભાષ ચંદ્ર દુબેને બલિયામાં જ કેમ્પ કરવાના આદેશ આપ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તે ત્યાં જ રહેશે. આઝમગઢ મંડળના કમિશનર વિશ્વાસ પંત પણ બલિયામાં હાજર છે.

કરણી સેના દેખાવ કરી શકે છે
બલિયામાં ગોળીકાંડનો કેસ હવે જાતિગત થતો જઈ રહ્યો છે.ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે તેને ક્ષત્રિય યાદવનો મુદ્દો બનાવી દીધો છે. ધીરેન્દ્ર અને તેના પરિવારના સમર્થનમાં પૂર્વ સૈનિકોનું સંગઠન પણ આવી ગયું છે. કરણી સેના પણ આજે દેખાવ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો