• Gujarati News
  • National
  • UP Assembly Election 2022 Akhilesh Said BJP Has Stopped The Development Of UP, Gujarat Will Give Them A Big Surprise

UP Election:અખિલેશે કહ્યું- BJP નેગેટિવ રાજનીતિ કરી રહી છે, UPનો વિકાસ રોક્યો; હવે ગુજરાત આપશે મોદીને મસ્ત સરપ્રાઇઝ

4 મહિનો પહેલા
  • અખિલેશ યાદવ અને જયંત ચૌધરીએ ગાઝિયાબાદમાં સાથે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી

ઉત્તરપ્રદેશ જીતવા માટે દરેક રાજકીય પાર્ટી તાકાત લગાવીને મહેનત કરી રહી છે. દરેક પાર્ટી તેમના ઉમેદવાર જાહેર કરતાં એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. રાજકીય ખેંચતાણ વચ્ચે નેતાઓના પક્ષપલટા પણ ચાલી રહ્યા છે. આ બધા દરમિયાન આજે ગાઝિયાબાદમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ અને RLD અધ્યક્ષ જયંતી ચૌધરીએ જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ-કોન્ફરન્સમાં અખિલેશ યાદવે બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.

અખિલેશ યાદવે કહ્યું હતું કે બીજેપીએ યુપીનો વિકાસ રોકી દીધો છે, તેથી જનતાએ BJPનો રસ્તો સાફ કરવાનું નક્કી કરી લીધું છે. કોરોના દરમિયાન મજૂરોને જે પ્રમાણે તકલીફ પડી છે S માટે બીજેપી જવાબદાર છે. મોદી સરકારમાં ખેડૂતો પણ ખૂબ પરેશાન થયા છે. આ ચૂંટણી ખેડૂતો અને મજૂરોની છે. અખિલેશે કહ્યું હતું કે યુપી ચૂંટણી પછી ગુજરાતમાં પણ ચૂંટણી થવાની છે અને બીજેપીને સારી સરપ્રાઈઝ તો ત્યાંથી મળશે. બીજેપી ગુજરાતમાંથી હારવા તૈયાર રહે. બીજેપી નકારાત્મક રાજનીતિ કરી રહી છે.

આ પહેલાં બંને નેતાએ શુક્રવારે પણ મુઝફ્ફરનગરમાં જોઈન્ટ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશે અહીં ચૌધરી ચરણ સિંહ ખેડૂતો વિશે જે ઉજ્જવળ સપનાં જોયાં છે એ વિશેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો યુપીમાં કોઈપણ કાળો કાયદો લાગુ નહીં કરાય. એ ઉપરાંત ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે. શેરડીનો ભાવ મેળવવા તેમને રાહ ના જોવી પડે એ માટે ફોર્મર કોર્પ ફંડ અને ફોર્મ રિવોલ્વિંગ ફંડ બનાવવામાં આવશે. એ સાથે જ શેરડીનું વળતર મેળવવા માટે 15 દિવસથી વધારે રાહ નહીં જોવી પડે.

એ ઉપરાંત સપા સુપ્રીમોએ કહ્યું હતું કે જો અમારી સરકાર આવશે તો 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે. સિંચાઈ માટે વીજળી માફ કરાશે. જ્યારે જયંત ચૌધરીએ એવું પણ કહ્યું છે કે તેમનું આ ગઠબંધન ખેડૂતોનાં હિત માટેનું છે. આ વખતે બે ખેડૂત પુત્રો સાથે આવ્યા છે, એટલે હવે બીજેપીનાં સૂપડાં સાફ થવાનું નક્કી છે.

સપાની સાથે આ પાર્ટીઓનું ગઠબંધન
યુપીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી જયંત ચૌધરીની RLD સાથે મળીને ચૂંટણી મેદાનમાં છે. આ ગઠબંધનમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, જનવાદી પાર્ટી, અપના દળ, પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી, મહાન દળ, ટીએમસી સામેલ છે.

7 તબક્કામાં થશે ચૂંટણી
યુપીમાં કુલ 403 બેઠક છે. અહીં સાત તબક્કામાં મતદાન થવાનું છે. આ તબક્કામાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચે મતદાન થવાનાં છે. 10 માર્ચે યુપી, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવાનાં પરિણામ આવવાનાં છે.

અન્ય સમાચારો પણ છે...