સુપ્રીમ કોર્ટે આજે અબોર્શન વિશે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે દરેક મહિલા સેફ અને લીગલ અબોર્શન કરાવવાની હકદાર છે. પરિણીત અને અપિરિણીત મહિલાઓ વચ્ચે આ મુદ્દે ભેદભાવ રાખવો ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ભારતમાં અપરિણીત મહિલાઓને પણ MTP (મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ) એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે ભારતમાં અવિવાહિત મહિલાઓને પણ MTP એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો અર્થ એ છે કે હવે અપરિણીત મહિલાઓને પણ 24 અઠવાડિયાં સુધીનો ગર્ભપાત કરવાનો અધિકાર મળી ગયો છે. SCએ મેડિકલ એફ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી રુલ્સના નિયમ 3-Bને વિસ્તૃત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે સામાન્ય કેસોમાં અત્યારસુધી 20 અઠવાડિયાંથી વધુ અને 24 અઠવાડિયાંથી ઓછા સમયના ગર્ભનો એબોર્શનનો અધિકાર માત્ર વિવાહિત મહિલાઓને જ હતો.
વૈવાહિક દરજ્જાના આધારે ગર્ભપાતનો અધિકાર છીનવી શકાતો નથી
કોર્ટે જણાવ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી રુલ્સ દ્વારા અપરિણીત મહિલાઓને લિવ-ઇન રિલેશનશિપમાંથી બાકાત રાખવાનું ગેરબંધારણીય છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ બળાત્કારનો અર્થ વૈવાહિક બળાત્કાર સહિત હોવો જોઈએ.
સિંગલ અને અપરિણીત મહિલાઓને ગર્ભાવસ્થાના 24 અઠવાડિયાં સુધી મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ ગર્ભપાત કરાવવાનો અધિકાર છે.
23 ઓગસ્ટે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો
કોર્ટે કહ્યું- મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટની કલમ 3(2) (b) મહિલાને 20-24 અઠવાડિયાં પછી ગર્ભપાત કરાવવાની મંજૂરી આપે છે, તેથી માત્ર પરિણીત મહિલાઓને જ છૂટ આપવી અને અપરિણીત મહિલાઓને ન આપવી એ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન થશે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ જેબી પારડીવાલાએ 23 ઓગસ્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સલામત ગર્ભપાત દિવસે ચુકાદો સંભળાવ્યો
ચુકાદો સંભળાવ્યા બાદ એક વકીલે બેન્ચને કહ્યું, આજે આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ છે. આ બાબતે જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું- મને ખબર નહોતી કે આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસના દિવસે અમે ચુકાદો સંભળાવી રહ્યા છીએ. અમને આ માહિતી આપવા બદલ આભાર.
બળાત્કારનો અર્થ છે સંમતિ વિના સંબંધ બાંધવો: SC
ગર્ભપાત અને શરીર પર મહિલાઓના અધિકારોને લઈને સુપ્રીમ કોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ખંડપીઠે કહ્યું, "વિવાહિત મહિલાઓ પણ બળાત્કારનો શિકાર બની શકે છે. બળાત્કારનો અર્થ છે સંમતિ વિના સંબંધ બાંધવો અને પાર્ટનર દ્વારા હિંસા કરવી એ એક હકીકત છે. આવા કિસ્સાઓમાં પણ મહિલા બળજબરીથી ગર્ભવતી પણ બની શકે છે. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ મહિલા આ રીતે બળજબરીથી સંબંધને કારણે ગર્ભવતી થાય છે તો એ પણ બળાત્કાર ગણી શકાય. કોર્ટે કહ્યું, 'કોઈપણ પ્રેગ્નન્સી જેમાં મહિલા કહે છે કે તે જબરદસ્તી કરવામાં આવી છે તો તેને પણ બળાત્કાર ગણી શકાય છે.
આ મહિલાના તેના શરીર પરના અધિકાર સંબંધિત મામલો છે: SC
જસ્ટિસ એસ. બોપન્ના અને જસ્ટિસ જેપી પારડીવાલાની બનેલી બેન્ચે MPT એક્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે એક અપરિણીત મહિલા પણ 24 અઠવાડિયાંના સમયગાળા સુધી કોઈની પરવાનગી વિના ગર્ભપાત કરાવી શકે છે. હાલના નિયમો મુજબ, છૂટાછેડા લીધેલા, વિધવા મહિલાઓ 20 અઠવાડિયાં પછી ગર્ભપાત કરાવી શકાતો નથી. જ્યારે અન્ય મહિલાઓ માટે 24 અઠવાડિયાં સુધી ગર્ભપાતની મંજૂરી આપવાની જોગવાઈ છે. મહિલા ગર્ભવતી રહે અથવા ગર્ભપાત કરાવવો જોઈએ એ મહિલાના પોતાના શરીર પરના અધિકાર સંબંધિત મામલો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.