• Home
 • National
 • Unlock 2: Gardens, auditorium, gym, theater, swimming pool will be closed

અનલૉક-2 / રાત્રે 10થી સવારે 5 કર્ફ્યૂ, બાગ-બગીચા, ઓડિટોરિયમ, જિમ, થિયેટર, સ્વિમિંગ પૂલ બંધ રહેશે, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પરનો પ્રતિબંધ યથાવત

Unlock-2: Gardens, auditorium, gym, theater, swimming pool will be closed
X
Unlock-2: Gardens, auditorium, gym, theater, swimming pool will be closed

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 04:35 AM IST

નવી દિલ્હી. કેન્દ્ર સરકારે સોમવારે અનલૉક-2ની ગાઈડલાઈન જાહેર કરી હતી. આ નવી ગાઈડલાઈન પ્રમાણે સ્કૂલ-કોલેજ હજુ પણ 31મી જુલાઈ સુધી બંધ રહેશે. આ ઉપરાંત એકમાંથી બીજા રાજ્યમાં જવા માટે મંજૂરી કે પાસની જરૂરિયાત પણ ખતમ કરી નાંખી છે. હવે રાતના નવ વાગ્યાના બદલે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી જ કર્ફ્યૂ રહેશે.

સાર્વજનિક સ્થળોએ માસ્ક અને સોશિયલ ડિસ્ન્સિંગના નિયમોનું પાલન પહેલાની જેમ જ કરવાનું રહેશે. જાહેર સ્થળોએ થૂંકવું અને દારૂ, પાન, ગુટકા, તમાકુ વગેરેનું સેવન કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અનલૉક-2ની આ ગાઈડલાઈન 31મી જુલાઈ સુધી લાગુ રહેશે. લૉકડાઉનના કડક નિયમો ફક્ત કન્ટેઈન્મેન્ટ ઝોનમાં જ લાગુ રહેશે.  

હવે પાંચ પ્રકારના કામ પર પ્રતિબંધ, આ માટે અલગથી નિયમો જારી થશે

 • આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા બંધ રહેશે. ગૃહ મંત્રાલયની મંજૂરી પછી જ પ્રવાસ થઈ શકશે. 
 • મેટ્રો રેલ તેમજ સિનેમા હૉલ, જિમ, સ્વિમિંગ પૂલ, એન્ટરટેઈન્મેન્ટ પાર્ક, બાર, ઓડિટોરિયમ વગેરે બંધ રહેશે. 
 • સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક આયોજનો અને વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. 
 • આ ગતિવિધિ ફરી શરૂ કરવાની તારીખ બાદમાં નક્કી કરાશે. એ માટે અલગથી એસઓપી જાહેર કરાશે, જેથી વાઈરસનું સંક્રમણ કાબૂમાં રાખી શકાય. 
 • રાતનો કર્ફ્યૂ: રાતે 10થી સવારે 5 વાગ્યા સુધી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જોકે, જરૂરી કામ, ઔદ્યોગિક એકમોમાં ફરજ તેમજ રાષ્ટ્રીય-રાજ્યના હાઈવે પર અવરજવર, કાર્ગોનું લોડિંગ-અનલોડિંગ જેવા કામ થઈ શકશે. બસ, ટ્રેન કે વિમાનમાંથી ઉતર્યા પછી જે તે સ્થળે જતા લોકો માટે પણ કર્ફ્યૂમાં છૂટ રહેશે. 
 • લૉકડાઉન 31 જુલાઈ સુધી ફક્ત કન્ટેઈન્મેન્ટ ઝોનમાં લાગુ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોન જિલ્લા તંત્ર નક્કી કરશે. ચેપની ચેન તોડવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા નક્કી નિયમોનું પાલન કરાશે. કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી પ્રવૃત્તિની છૂટ રહેશે. તેની અંદર અને બહાર લોકોની અવરજવરને નિયંત્રિત કરવા કડક પગલાં ભરાશે. ફક્ત ઈમરજન્સી મેડિકલ અને જરૂરી સેવાની છૂટ રહેશે. રાજ્ય સરકારો કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર વધુ કેસ મળવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાં બફર ઝોન નક્કી કરી શકે છે. એ ઝોનમાં જિલ્લા તંત્ર જરૂર પ્રમાણે અંકુશ લાદી શકે છે.
 • પેસેન્જર  ટ્રેન, શ્રમિક સ્પેશિયલ ટ્રેન, ઘરેલુ વિમાન મુસાફરી, દેશથી બહાર ફસાયેલા ભારતીયોની વાપસી, અમુક વિશેષ લોકોનું વિદેશ જવું, વિદેશી નાગરિકોને બહાર મોકલવા, ભારતીય નાવિકોનું સાઈન ઑન-ઑફ એસઓપી પ્રમાણે રાબેતા મુજબનું રહેશે. 
 • 65 વર્ષથી વધુ વયના વૃદ્ધો, બીમારીઓ સામે ઝઝૂમતાં લોકો, ગર્ભવતીઓ અને દસ વર્ષથી બાળકોને ખૂબ જ જરૂરી હોય તો જ ઘર બહાર જવાની સલાહ અપાઈ છે. 
 • એમ્પ્લોયરોને કાર્યસ્થળે આવનારા કર્મચારીઓના ફોનમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરાવવાનું સુનિશ્ચિત કરવા કહેવાયું છે. આ સાથે જ જિલ્લા તંત્રને પણ લોકોને એપ ઈન્સ્ટૉલ કરાવવાની સલાહ અપાઈ છે. તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ ગાઈડલાઈન્સનું પાલન સુનિશ્ચિત કરશે.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી