તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Unique Suggestion Received By The Center Covid Cess Levied By The Government For 3 Years, The Cost Of Marriage Can Be Shown In The IT Return

બજેટ કેવું હોય?:કેન્દ્રને મળ્યાં અનોખા સૂચન - 3 વર્ષ સુધી સરકાર વસૂલે કોવિડ સેસ, IT રિટર્નમાં લગ્નનો ખર્ચ બતાવી શકાય

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આગામી વર્ષે 1 ફેબ્રુઆરીએ દેશની સંસદ સમક્ષ રજૂ કરાનારા કેન્દ્રીય બજેટની તૈયારીઓ જોર-શોરથી ચાલુ છે. દર વર્ષની જેમ નાણામંત્રાલયે નાગરિકો, અર્થશાસ્ત્રીઓ, આર્થિક સંસ્થાનો, ઔદ્યોગિક તથા બિઝનેસ યુનિયનો પાસેથી સૂચન માગ્યા છે. હાલ અમુક ઔદ્યોગિક યુનિયન અને સંસ્થાનોએ તેમનાં સૂચન સોંપ્યા છે, અમુક આવનારાં અઠવાડિયામાં સોંપશે. આ સૂચનો પર નજર કરીએ તો દેશના અર્થતંત્ર પર કોરોના મહામારીની સ્પષ્ટ અસર દેખાય છે. પીએચડી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને એસોચેમ તરફથી મળેલાં સૂચનોમાં સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ વધારવા જેવા પરંપરાગત સૂચનોની સાથે જ અનેક નવા વિચાર પણ દેખાઈ રહ્યા છે.

ટુરિઝમ સેક્ટર માટે રાહત પેકેજની માગ
એક સૂચન અપાયું છે કે વાર્ષિક 10 લાખ રૂપિયાથી વધુ આવક ધરાવનારા પાસેથી સરકાર આગામી 3 વર્ષ સુધી 1 ટકા કોવિડ રિલીફ સેસ વસૂલે. સાથે જ હેલ્થકેર સેક્ટર સંબંધિત સંસ્થાનો માટે ટેક્સ હેવન જેવી સુવિધા અને મહામારીનો માર સહન કરી રહેલા ટુરિઝમ સેક્ટર માટે રાહત પેકેજની માગ પણ ઉઠાવાઈ છે. વ્યક્તિગત ટેક્સ નિર્ધારણ સંબંધિત સૂચનોમાં જ્યાં ઈન્કમ ટેક્સ સ્લેબમાં પરિવર્તનની માગ કરાઈ છે ત્યાં એક સૂચન એવું પણ છે કે ઈન્કમ ટેક્સ રિટર્નમાં લગ્નના ખર્ચને પણ અલગથી બતાવવા અંગે છૂટ અપાય. જાણો આવા જ અમુક રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ સૂચનો વિશે...

હેલ્થકેર સેક્ટરની સંસ્થાઓને નફા પર 50% સુધીની ટેક્સ છૂટ મળે

  • 10 લાખથી વધુ આવક ધરાવનારાઓ પાસેથી આગામી 3 વર્ષ સુધી 1%ના દરે કોવિડ રિલીફ સેસ વસૂલાય.
  • હેલ્થકેર સેક્ટરનાં સંસ્થાનોને આગામી 4 વર્ષ માટે ટેક્સ હોલિડે મળે એટલે કે નફા પર 50% ટેક્સની છૂટ મળે.
  • મહામારી દરમિયાન ઉલ્લેખનીય સેવા આપનારા વ્યક્તિઓને 2021-22 દરમિયાન 30% વિશેષ છૂટ અપાય.
  • ટુરિઝમ માટે સ્ટિમ્યુલસ પેકેજ જારી થાય. હોસ્પિટાલિટી સેક્ટરમાં સ્ટાર હોટેલ તથા રેસ્ટોરાં સર્વિસ જ્યાં રૂમનું ભાડું દરરોજનું 7500 રૂપિયા કે તેનાથી વધુ છે, ત્યાં જીએસટીનો દર 18થી ઘટાડી 12% કરવામાં આવે.
  • મહામારીથી પ્રભાવિત થનારા ઉદ્યોગો ખાસ કરીને ટ્રાવેલ, એપરલ એક્સપોર્ટ, ઓટોમોટિવ, હોસ્પિટાલિટી, રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા કરદાતાઓને ટીડીએસના દરમાં આગામી બે વર્ષ સુધી 50 ટકાની છૂટ અપાય.
  • હેલ્થ પર જીડીપીનો 2.5 ટકા ખર્ચ થાય.

આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારી 1 લાખ રૂપિયા કરવામાં આવે

  • પીએચડી ચેમ્બર્સે કહ્યું કે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારી એક લાખ રૂપિયા કરવામાં આવે.
  • કલમ-80 સી હેઠળ કરમુક્ત રોકાણની મર્યાદા 1.50 લાખથી વધારી 1.90 લાખ કે 3 લાખ કરવામાં આવે.
  • હોમલોન પર વ્યાજ કાપની મર્યાદા 2 લાખથી વધારી 3 લાખ કરવામાં આવે. લોન લેનારા માટે ઘર પર કબજો મેળવવાની 5 વર્ષની સમયમર્યાદા ઘટાડવામાં આવે.
  • ઈલેક્ટ્રિક વ્હિકલ લોન પર વ્યાજ છૂટની મર્યાદા 3 લાખ કરવામાં આવે. દરેક ઓટોમોબાઇલની ખરીદી પર આ છૂટ મળે.
  • ચીનથી બરાબરી માટે જરૂરી છે કે ભારતીય ઉદ્યોગોને 20 ટકાનું પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ ચૂકવાય. ચીનમાં ઔદ્યોગિક જમીન આશરે શૂન્ય ખર્ચે ઉપલબ્ધ થાય છે, વીજળી-પાણી ઓછા દરે મળે છે અને મૂડી પર વ્યાજનો દર 1-2 ટકા છે. જોકે ભારતમાં આ દર 8-10 ટકા છે.
  • લિવ એન્કેશનમેન્ટની મર્યાદા 3 લાખથી વધારી 10 લાખ રૂપિયા કરવામાં આવે.
  • મેટ્રો સિટીની વ્યાખ્યામાં ફેરફાર કરી નોઈડા, ગુરુગ્રામમાં દિલ્હીની જેમ HRA મળે.
  • સીએનજી તથા એવિએશન ફ્યૂલ અને જીએસટીના દાયરામાં લાવવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...