વધુ એક કેન્દ્રીય મંત્રીને કોરોના:નીતિન ગડકરી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી માહિતી આપી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના વાઇરસનો ભોગ બન્યા છે. તેમણે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્વીટમાં તેમણે કહ્યું છે કે ગઈકાલે મને નબળાઈ લાગતી હતી, આથી મેં ડોક્ટરની મુલાકાત લીધી હતી. મારા ચેક-અપ દરમિયાન હું કોરોના પોઝિટિવ આવ્યો છું. તમારા બધાના આશીર્વાદથી મારી તબિયત સારી છે. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું વિનંતી કરું છું કે તેઓ પોતાની સંભાળ રાખે અને પ્રોટોકોલનું પાલન કરે.

ગૃહમંત્રી અમિત શાહ પછી મોદી કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર શેખાવત પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. ગડકરી વિવિધ માંદગીઓને કારણે અગાઉ પણ સમાચારોમાં રહ્યા છે.

દેશમાં અત્યારસુધીમાં કોરોના કેસની સંખ્યા 50.79 લાખથી વધારે નોંધાઈ છે, જેમાં 39.76 લાખને સારવાર પછી રજા અપાઈ છે અને 82 હજારનાં મોત થયાં છે. હાલ 10 લાખથી વધારે દર્દીઓની સારવાર ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...