• Home
  • National
  • Union Minister Gajendrasinh Shekhawat said that the essence of Gehlot government is to have fun, watch movies and find fault with others.

રાજસ્થાનની રાજકીય ખેંચતાણ LIVE / કોંગ્રેસે કહ્યું - ‘પાઇલટ આવે અને વાત કરે તો જ વાપસી થશે’, બળવાખોરોને પરત આવવા માટેનો સંકેત આપ્યો

X

  • તમામ ધારાસભ્યોને 5 સ્ટાર સૂર્યગઢ હોટલમાં રાખવામાં આવ્યા છે, મંત્રીઓને અન્ય હોટલ ગોરબંદમાં રાખવામાં આવ્યા છે
  • આજે સવારે એક એમ્બ્યુલન્સ પણ સૂર્યગઢ હોટલ પહોંચી હતી, તમામ ધારાસભ્યોનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 06:20 AM IST

જયપુર. રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસે બળવાખોરી પર ઉતરેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટ અને તેમના સમર્થક ધારાસભ્યો મામલે વાતચીતનો રસ્તો ખુલ્લો રાખવાનો સંકેત આપ્યો છે. કોંગ્રેસે દાવો કર્યો કે રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારને કોઇ જોખમ નથી અને સરકાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી દેશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પાઇલટ તથા બળવાખોર ધારાસભ્યોની વાપસી અંગે રવિવારે કહ્યું કે પાઇલટ પહેલાં આવે અને પક્ષમાં તેમની વાત સ્પષ્ટ રીતે મૂકે. તે પછી તેમની વાપસી થશે. અગાઉ શનિવારે મુખ્યમંત્રી ગેહલોતે કહ્યું હતું કે સરકાર પાડવા માગતા હતા તેઓ હાઇ કમાન્ડ પાસે જાય અને હાઇ કમાન્ડ તેમને માફ કરી દે તો હું તેમને ભેટી પડીશ.

વસુંધરા અંગે શેખાવતે કહ્યું મૌન શબ્દો કરતાં વધુ ખૂંચે છે
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પાર્ટી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાના મૌન અંગે કહ્યું કે આ એક રણનીતિ હોઈ શકે છે. ઈન્ટરવ્યૂમાં શેખાવતે કહ્યું કહ્યું કે ક્યારેક મૌન શબ્દો કરતાં વધુ ખૂંચે છે. તેમણે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર આરોપ મૂક્યો કે લોકસભા ચુંટણીમાં પોતાના દીકરાના થયેલા પરાજયને તેઓ પચાવી શકી રહ્યાં નથી.

રાજસ્થાનમાં રાજકીય લડાઈ વચ્ચે કોંગ્રેસ સતત ભાજપના નિશાના પર છે. રવિવારે કેન્દ્ર સરકારના જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ગેહલોત સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કર્યું હતું કે ગેહલોત સરકારનો સાર જ છે મોજ-મસ્તી, ખાવું-પીવું , અંતાક્ષરી રમવી, ફિલ્મો જોવી અને બીજાની ભૂલો શોધવી.

રાજસ્થાનની રાજકીય લડાઇ વચ્ચે ગેહલોત જૂથના તમામ ધારાસભ્યોને જેસલમેર સ્થિત સૂર્યગઢ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. રવિવારે મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરી ધારાસભ્યો સાથે મુલાકાત કરવા જેસલમેર પહોંચી શકે છે. જેસલમેરમાં ધારાસભ્યોના દિવસની શરૂઆત યોગ અને કસરત સાથે થઇ હતી.નાસ્તાના ટેબલ પર નવી હોટલ અને રાજકીય ઘમાસાણ અંગેની ચર્ચા જોરશોરથી ચાલી હતી.

આજે સવારે એક એમ્બ્યુલન્સ પણ સૂર્યગઢ હોટલ પહોંચી હતી. અહીંયા તમામ ધારાસભ્યોનું રૂટિન ચેકઅપ કરવામાં આવ્યું હતું. શનિવારે પણ સૂર્યગઢ રિસોર્ટમાં ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. હવામાનમાં થયેલ બદલાવના કારણે ધારાસભ્યોમાં ગભરાટ લાગતો હતો, પણ બધું બરાબર છે.

આ તમામ બાબતો વચ્ચે મંત્રીઓ અને કોંગ્રેસ નેતાઓ જનતાના કામ માટે વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય ચેતન ડૂડી હોટલમાંથી જ કામકાજ અંગે મંત્રીઓને પત્ર લખી રહ્યા છે. ડૂડીની ભલામણ પર મંત્રીઓ દ્વારા તરત જ એક્શન પણ લેવાઈ રહ્યા છે.

ધારાસભ્યો અને મંત્રીઓને બે અલગ-અલગ હોટલમાં રાખવામાં આવ્યા છે.

તમામ ધારાસભ્યોને 5 સ્ટાર સૂર્યગઢ હોટલમાં રાખવામાં આવ્યા છે. જ્યારે મંત્રીઓને બીજી હોટલ ગોરબંદમાં રાખવામાં આવ્યા છે. સવારે પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ મંત્રી ધારાસભ્યો સાથે મુલાકાત કરવા સૂર્યગઢ રિસોર્ટ પહોંચી જાય છે.

નવી હોટલમાં ધારાસભ્યો સામે નવી સમસ્યા

જેસલમેરની સૂર્યગઢ હોટલમાં ધારાસભ્યોની સામે નવી સમસ્યા ઉભી થઇ છે. શહેરથી બહાર હોવાના કારણે અહીંયા મોબાઈલ નેટવર્ક વ્યવસ્થિત રીતે આવી રહ્યું નથી. તેથી ધારાસભ્યોને પોતાના પરિવાર સાથે કે વાત કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. તો બીજી તરફ જેસલમેરની ભીષણ ગરમી પણ હેરાન કરી રહી છે.

શનિવારે CM ગેહલોતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અહીં ધર્મેન્દ્ર પ્રધાન અને પીયૂષ ગોયલ સહીત સંપૂર્ણ ગૃહમંત્રાલય રાજસ્થાનની સરકાર પાડવા માટે વ્યસ્ત બન્યું છે. ઘણા લોકો છૂપાઈને પણ આ પ્રયાસ કરવામાં વ્યસ્ત છે. પણ અમને ખબર છે કે તેઓ કોણ છે. મોદીજી દેશના વડાપ્રધાન છે. લોકોએ તેમના પર ભરોસો કર્યો છે. તેમણે રાજસ્થાનમાં ચાલી રહેલો તમાશો બંધ કરાવવો જોઈએ. વિધાનસભા સત્રની જાહેરાત થતા જ હોર્સ ટ્રેડિંગના ભાવ વધારવામાં આવ્યા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં આ શું તમાશો ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં સરકાર પાડવાની પરંપરા ક્યારેય નથી.

તેમણે જણાવ્યું હતું કે, બીજેપી કર્ણાટક અને મધ્યપ્રદેશમાં જે કરી ચૂકી છે તે હવે રાજસ્થાનમાં કરી રહી છે. પાયલટ જૂથમાંથી કોઈ પરત આવવા પર માફ કરવાના સવાલ પર ગેહલોતે જણાવ્યું કે તે હાઈકમાન્ડ પર નિર્ભર રહે છે, જો હાઇકમાન્ડ માફ કરે છે તો હું પણ તમામને ગળે લગાવી લઈશ. BSP દ્વારા તેના 6 ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થવાને લઈને કોર્ટમાં જવા મામલે ગેહલોતે કહ્યું કે માયાવતીજી CBI અને EDના દબાણ હેઠળ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી