તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Union Home Ministry Accuses Punjab Farmers Of Bonded Labour And Sought Report From Captain Amarinder Singh Government

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંજાબના ખેડૂતો પર આરોપ:UP-બિહારના લોકોને ડ્રગ્સની લત લગાડી ખેત-મજૂરી કરાવાય છે, કેન્દ્રએ પંજાબના CM પાસે રિપોર્ટ માંગ્યો

9 દિવસ પહેલા
  • પૂર્વ સાંસદ પ્રેમસિંહ ચંદૂમાજરાએ કેન્દ્ર સરકારના પત્રને વિરોધાભાસી ગણાવ્યો હતો
  • કેન્દ્ર સરકાર છેલ્લી કક્ષાની રાજનીતિ પર ઊતરી આવી છેઃ ગુરજીતસિંહ ઓજલા

દિલ્હીની સરહદ પર છેલ્લા 4 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે આ આંદોલનને નબળું પાડવા પંજાબના ખેડૂતો પર નવો આરોપ લગાવાયો છે. તેઓ ઉત્તર પ્રદેશ અને બિહારથી આવતા પ્રવાસી મજૂરોને ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના સેવનની આદત લગાવીને તેમની પાસેથી બંધુઆ મજૂરી કરાવી રહ્યા છે. આ બાબતે ગૃહ મંત્રાલયે પંજાબના મુખ્ય સચિવ અને DGPને પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્યના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં ખેડૂતો પહેલા મજૂરોને ડ્રગ્સના આદી બનાવે છે, ત્યારપછી તેમની મજબૂરીનો ફાયદો ઊઠાવીને તેમને બંધક બનાવી ખેતરોમાં અમાનવીય રીતે કાર્ય કરાવતા રહે છે.

આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેપ્ટન અમરિંદર સિંહને કહ્યું હતું કે આ સંબંધે કાર્યવાહી હાથ ધરીને ગૃહ મંત્રાલયને રિપોર્ટ સોંપવામાં આવે. તો બીજી બાજુ ખેડૂત સંગઠનોએ આવા આરોપોના પગલે નારાજગી વ્યક્ત કરી છે.

ભારતીય કિસાન યૂનિયન એકતા (ડકોંદા)ના મહાસચિવ જગમોહન સિંહ પટિયાલાએ કહ્યું હતું કે, અત્યારે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો ધરણા પર બેઠા છે, જેથી કેન્દ્ર સરકાર હવે ખેડૂતોને બદનામ કરવા માટે નવી વ્યૂહરચના ઘડી રહી છે. ભારતીય કિસાન યૂનિયન (ડકોંદા) પંજાબમાં પ્રવાસી મજૂરોની સ્થિતિ અને તેમના પ્રતિ પંજાબના ખેડૂતોના વ્યવહારનું સત્ય લોકો અને મીડિયા સમક્ષ લાવશે.

અકાલી દળે પણ કહ્યું- ખેડૂતોને બદનામ કરવાનું ષડયંત્ર
શિરોમણી અકાલી દળે પણ કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા કે તેઓ ખેડૂતોને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે. પૂર્વ સાંસદ પ્રેમસિંહ ચંદૂમાજરાએ કેન્દ્ર સરકારના પત્રને વિરોધાભાસી જણાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે પત્રમાં એક બાજુ એવો ઉલ્લેખ કરાયો છે, જેમાં BSFએ 58 બંધક મજૂરોને છોડાવ્યા હતા. તો બીજી બાજુ માનવ તસ્કર જૂથે સારા વેતનની લાલચ આપીને ગુરદાસપુર, અમૃતસર, ફિરોઝપુર અને અબોહરમાં ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરોને ભોળવીને બોલાવતા હોય છે.

અમૃતસરની લોકસભામાં સાંસદ ગુરજીતસિંહ ઓજલાએ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર છેલ્લા તબક્કાની રાજનીતિ પર ઉતરી આવી છે. ખેડૂતો અંગે સરકારના પગલાઓથી તમામ લોકો જાણકાર જ છે. ઓજલાએ જણાવ્યું હતું કે તેમના ધ્યાનમાં લગભગ એક લાખ ખેડૂતો છે અને એકપણ પ્રવાસી મજૂરો સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો નથી. અગર કેન્દ્ર સરકારને આવી કોઈ ઘટના અંગે જાણકારી મળી હોય તો સીધો મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે આ વિષય પર કેમ વાત નથી કરી રહ્યા? સચ્ચાઈથી ભટકાવવા માટેનું આ ષડયંત્ર છે.

2019 અને 2020નો રિપોર્ટ ટાંકવામાં આવ્યો
ગૃહ મંત્રાલયે તેમના પત્રમાં BSF દ્વારા રજૂ કરાયેલો 2019 અને 2020નો અહેવાલ ટાંક્યો હતો. જેમાં જણાવ્યું હતું કે આ 2 વર્ષોમાં 58 બંધક મજૂરોને છોડાવીને પંજાબ પોલીસને સોંપી દેવાયા છે. જોકે, આ પત્રમાં આરોપો અંગે કોઈપણ ડોક્યુમેન્ટ અથવા ફરિયાદોની જાણકારી મોકલવામાં આવી નહતી. પત્રમાં દર્શાવાયું છે કે મોટાભાગે મજૂરોને નશાયુક્ત પદાર્થો આપીને ખેતરોમાં મજૂરી કામ કરાવવામાં આવતું હતું. નિશ્ચિત કરેલા સમયથી પણ વધુ કામ કરાવવાની પણ યોગ્ય વેતન આપવામાં આવ્યું નહતું.

પત્રમાં એ પણ ઉલ્લેખવામાં આવ્યું હતું કે પંજાબના સરહદી જિલ્લાઓ ગુરદાસપુર, અમૃતસર, ફિરોઝપુર અને અબોહરમાં ખેતરોમાં કાર્ય કરતા મજૂરો મોટા ભાગે યૂપી અને બિહાર જેવા પછાત વિસ્તારો અને ગરીબ કુટુંબના હોય છે. માનવ તસ્કરી કરનાર જૂથો આવા મજૂરોને સારી આવકની લાલચ આપીને પંજાબ લાવે છે અને ત્યારબાદ તેમનું શોષણ કરવામાં આવે છે. તેમની સાથે માનવાધિકારો વિરૂદ્ધ અમાનવીય વર્તન કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો