• Gujarati News
  • National
  • Union Home Minister To Lay Foundation Stone Of University In Azamgarh Today, CM Yogi Will Also Be Present

અમિત શાહને ગુજરાતી કરતાં વધુ હિન્દી પસંદ:વારાણસીમાં કહ્યું- પોતાના બાળકો સાથે માતૃભાષામાં જ વાત કરો; તેમાં શરમ ન અનુભવો

ઉત્તરપ્રદેશ15 દિવસ પહેલા
  • સમાજવાદી પાર્ટીના ગઢ આઝમગઢની મુલાકાતે અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે વારાણસીમાં હસ્તકલા સંકુલમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં હિન્દી ભાષાને મજબૂત કરવા બાબતે ભાર આપ્યો હતો. અમિત શાહે માતા-પિતાને સલાહ આપતા જણાવ્યુ હતું કે પોતાની માતૃભાષામાં પોતાના બાળકો સાથે વાતચીત કરો. તેમાં જરા પણ શરમ અનુભવવાની વાત નથી, આપણી માતૃભાષા આપણું ગૌરવ છે. અમિત શાહે વધુમાં કહ્યું હતું કે મને ગુજરાતીથી વધુ હિન્દી ભાષા પસંદ છે. આપણે હિન્દી ભાષાને વધુ મજબૂત કરવાની જરૂર છે.

પ્રાદેશિક ભાષાઓ વચ્ચે કોઈ વિરોધાભાસ નથી: શાહ
અમિત શાહે કહ્યું કે સ્વભાષા માટેનું અમારું એક લક્ષ્ય ચૂકી ગયા હતા, આપણે તેને યાદ રાખવું જોઈએ અને તેને આપણા જીવનનો એક ભાગ બનાવવો જોઈએ. હિન્દી અને આપણી તમામ સ્થાનિક ભાષાઓ વચ્ચે કોઈ ફરક નથી. તેમાં કોઈ વિરોધાભાસ નથી. હિન્દીને વધુ મજબૂત બનાવવી પડશે. હિન્દી શબ્દકોશને મજબૂત બનાવવો જોઈએ. અમિત શાહે વારાણસીની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ત્રણ કલાક બેઠક કરીને પદાધિકારીઓને 2022 માટે જીતનો મંત્ર આપ્યો હતો.

ગૃહમંત્રીએ કહ્યું કે અગાઉ હિન્દી ભાષા માટે ઘણા વિવાદો ઉભા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તે સમય હવે સમાપ્ત થઈ ગયો છે. પીએમ મોદીએ ગૌરવ સાથે આપણી ભાષાઓને વિશ્વભરમાં પહોંચાડવાનું કામ કર્યું છે.

શાહે 300 પ્લસ બેઠકો જીતવાનું લક્ષ્ય આપ્યું
અમિત શાહે વારાણસીમાં બડાલાલપુરમાં ભાજપના 403 વિધામસભા પ્રભારી, 98 જિલ્લાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી, પ્રદેશ અધ્યક્ષ અને કોર કમિટીને સંબોધન કર્યું હતુ. આ દરમિયાન ભાજપના નેતાઓને 'બૂથ જીત્યું તો યુપી જીત્યું' નો સંકલ્પ આપ્યો હતો. શાહે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 300 પ્લસ બેઠકો જીતવાનું લક્ષ્ય આપ્યું હતું.

શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આઝમગઢમાં યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ થશે. આ યુનિવર્સિટીનું આઝમગઢના યશપાલપુરમાં 53 એકર જમીનમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં સત્તામાં આવ્યા બાદ યોગી સરકારે આઝમગઢને યુનિવર્સિટીની ભેટ આપવાની વાત કરી હતી. જિલ્લાના લોકો પણ લાંબા સમયથી આની માગ કરી રહ્યા હતા.

ભાસ્કર સાથે વાત કરતાં ડીએમ રાજેશ કુમારે જણાવ્યું કે યુનિવર્સિટીના નિર્માણનો લેઆઉટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ બાંધકામ 2 તબક્કામાં થવાનું છે. પ્રથમ તબક્કા માટે 118 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ સાથે એકેડેમિક બ્લોક, બિલ્ડિંગ, હોસ્ટેલ અને કર્મચારીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે આ બજેટમાં 2.5 કિલોમીટરનો લિંક રોડ પણ બનાવવામાં આવશે, જે સીધો યુનિવર્સિટી સાથે જોડાશે.

આઝમગઢ સપા-બસપાનો ગઢ
આઝમગઢ સમાજવાદી પાર્ટી અને બસપાનો કિલ્લો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઝમગઢને ખૂબ જ મહત્વ આપે છે, વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી પહેલા અહીં વિશાળ જાહેરસભાને સંબોધન કર્યું હતું. સપા-બસપાના કિલ્લાને ધ્વસ્ત કરવા માટે પીએમ મોદી અનેક વખત મુલાકાત લઈ ચૂક્યા છે. તેની પાછળનું સૌથી મોટું કારણ આઝમગઢની ભૌગોલિક સ્થિતિ પણ છે. તેની સરહદો જોનપુર, વારાણસી, મઉ, ગાજીપુર, સુલતાનપુર, આંબેડકરનગર અને ગોરખપુર સાથે જોડાયેલી છે.

શાહનો આઝમગઢ પ્રવાસ ઘણો મહત્ત્વનો
ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ રાજ્યના પ્રવાસે છે. આજે તેઓ સમાજવાદીઓનો ગઢ ગણાતા આઝમગઢના પ્રવાસે જશે અને ત્યાંથી તેઓ બસ્તી જશે. મળતી માહિતી મુજબ, અમિત શાહ આજે યશપાલપુરમાં આઝમબંધ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે, સાથે જ તેઓ ત્યાં યોજાનારા ભૂમિપૂજનમાં પણ ભાગ લેશે. અમિત શાહનો આઝમગઢ પ્રવાસ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે, કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને અહીં માત્ર એક જ બેઠક મળી હતી.

તમામની નજર પૂર્વાંચલની વોટબેંક પર
સમાજવાદી વિચારક રામ મનોહર લોહિયાના સમયથી આ જિલ્લો સમાજવાદી વિચારધારાથી ખૂબ પ્રભાવિત છે. અહીંયા લગભગ 45 ટકા યાદવ-મુસ્લિમ મતદારો છે. જ્યારે અન્ય જાતિનો હિસ્સો 24 ટકા
જેટલો છે. જ્યારે દલિતો લગભગ 30 ટકા છે. આ સામાજિક સમીકરણને કારણે તે વર્ષોથી સપા-બસપાનો ગઢ માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...