• Gujarati News
  • National
  • Union Home Minister Says Pakistan Should Stay Within Its Limits, If It Crosses The Border, There Will Be Another Surgical Strike

ગોવામાં અમિત શાહ આક્રમક:કેન્દ્રિય ગૃહ મંત્રી બોલ્યા- પાકિસ્તાન પોતાની હદમાં રહે, હદ વટાવી તો ફરી સર્જિકલ સ્ટ્રાઈક થશે

6 દિવસ પહેલા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ગોવામાં હતા. કાશ્મીરમાં તાજેતરમાં થયેલી આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને તેમણે ફરી એકવાર પાકિસ્તાન પર હુમલો કર્યો છે. શાહનું કહેવું છે કે પાકિસ્તાને કાશ્મીરમાં દખલગીરી કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેઓ તેમની મર્યાદામાં રહે. જો પાડોશી દેશ તેની હદો પાર કરશે તો ભારત બીજી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં પાછું નહી હટે.

દેશની સરહદો પર હુમલો સહન નહી કરી શકાય
અમિત શાહે દક્ષિણ ગોવાના ધારબંધોરા ખાતે નેશનલ યુનિવર્સિટી ઓફ ફોરેન્સિક સાયન્સિસ (NFSU)નો શિલાન્યાસ કર્યો હતો. એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશની સરહદો પર હુમલો સહન કરવામાં આવશે નહીં.

જ્યારે આ હુમલો પૂંછમાં થયો ત્યારે ભારતે સૌ પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને વિશ્વને બતાવ્યું હતું કે ભારતની સરહદો સાથે ચેડા કરવા એટલા સરળ નથી. નરેન્દ્ર મોદી અને મનોહર પર્રિકરના નેતૃત્વમાં પહેલી વાર ભારતે પોતાની સરહદોની સુરક્ષા અને આદર સાબિત કર્યો હતો. '

પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરને યાદ કર્યા
શાહે સભામાં પૂર્વ રક્ષા મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી રહેલા દિવંગત મનોહર પર્રિકરને યાદ કર્યા. તેમણે કહ્યું પૂરો દેશ મનોહર પર્રિકરને બે વસ્તુઓ માટે હંમેશા યાદ કરશે. તેમણે ગોવાને ઓળખાણ આપી અને બીજું તેમણે ત્રણેય સેનાઓને વન રેન્ક, વન પેન્શન આપ્યું.

આવનારા વર્ષે ગોવામાં ચૂંટણી
ગોવામાં આવનારા વર્ષે ચૂંટણી થવા જઈ રહી છે. અમિત શાહની આ મુલાકાતને ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહી છે. ગોવા પાર્ટીના અધ્યક્ષ સદાનંદ શેત તનવડેના જણાવ્યા અનુસાર શાહ ભાજપની પ્રદેશ કોર કમિટી, ધારાસભ્યો અને પક્ષના કાર્યકરો સાથે પણ અનેક પાર્ટી બેઠકો કરવાના છે. અગાઉ રાજ્યના ચૂંટણી પ્રભારી અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ બુધવારે શાહની મુલાકાત અગાઉ તૈયારીઓનો તાગ લીધો હતો.

કોંગ્રેસ સિવાય TMC અને આપ પણ ચૂંટણી મેદાનમાં
ગોવામાં આવનારા વર્ષે થનારા વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષી કોંગ્રેસ સિવાય મમતા બેનર્જીની TMC અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે. મમતા બેનર્જીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલા લુઈજિન્હો ફલેહરોને પાર્ટીમાં સામેલ કરીને પોતાના ઈરાદા સાબિત કરી દીધા છે. મમતા જાતે ગોવામાં ચૂંટણી પ્રચાર કરતી નજરે આવશે.

તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાના વાયદાઓ સાથે લોકોને આકર્ષવાની તૈયારીઓમાં લાગી ગયા છે. કેજરીવાલના સત્તામાં આવવા પર પ્રાઈવેટ સેક્ટરમાં 80% નોકરિઓ સ્થાનીય લોકોને આપવાની, વિજળી, પાણી મફત આપવાના વાયદા પણ કરી ચૂક્યા છે. કોંગ્રેસની કમાન આ વખતે પાર્ટીએ પી ચિંદબરમને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...