તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બીજાપુરના નક્સલી એન્કાઉન્ટર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ જવાનોના શોર્યની પ્રશંસા કરી હતી. જવાનોની વીરતા એજ આ લડાઈને નિર્ણાયક વળાંક આપ્યો હોવાની વાત પણ શાહે ઉચ્ચારી હતી. તેમણે જવાનોને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સમગ્ર દેશ શહિદોને નમન કરે છે. ત્યારપછી શાહે છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. તેમને આ મુદ્દે દરેક પાસાઓ પર ધ્યાન આપી ચર્ચા-વિચારણાઓ પણ કરી. મીટિંગ બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા.
અમિત શાહે કહ્યું- જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દેશના જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય, નક્સલીઓ સાથે લડાઈ નિર્ણાયક મોડ પર આવી પહોંચી છે. તેઓએ જણાવ્યું કે 5-6 વર્ષોમાં આપણે અંદર સુધી કેમ્પને લઈ ગયા છીએ. જેનાથી નક્સલીઓ ભયભીત થઈ ગયા છે અને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
We salute the valour and steadfast devotion to duty of the Bravehearts who made the supreme sacrifice for the nation while valiantly fighting the Maoists in an operation in Bijapur, Chhattisgarh yesterday. We stand with the families of our Bravehearts. pic.twitter.com/nOY66CLNP2
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) April 4, 2021
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિવાસી વિસ્તારોને વિકાસના માર્ગે દોરવા અને નક્સલિઓ વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા અંગે ટકોર કરી હતી. શાહે કહ્યું કે કેન્દ્ર અને છત્તીસગઢ સરકાર મળીને નક્સલી સમસ્યાઓનો સામનો કરી રહી છે. PM મોદીએ લડાઈને પરિણામ સુધી પહોંચાડવા માટે આદેશ કર્યો છે અને કહ્યું હતું કે અમે લડાઈને વધુ તીવ્ર અને ઝડપી કરીને આમાં વિજય પ્રાપ્ત કરીશું.
પરત આવતા સમયે અમિત શાહ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલ જવાનોની પણ મુલાકાત લેશે. શ્રદ્ધાંજલિ બાજ જવાનોના શવને તેમના ઘરવાળાઓેને આપવામાં આવશે. આની પહેલા, મુખ્યમંત્રી બધેલે આસામ પ્રવાસથી પાછા આવ્યા પછી કહ્યું હતું કે આ ઘર્ષણ નહીં, યુદ્ધ હતું. નક્સલીઓની આ અંતિમ લડાઈ છે. તેમના વિસ્તારમાં જઈને જવાનોએ તેઓને માર્યા છે.
રવિવારે શાહે બધેલ સાથે વાતચિત કરી હતી
બીજાપુરમાં નક્સલી હુમલામાં 23 જવાનો શહીદ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ઘટનાની જાણ થતા અમિત શાહે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સાથે ફોન પર વાત કરી હતી. જેમાં CMએ સુરક્ષાદળ અને નક્સલીઓ વચ્ચે થયેલા ઘર્ષણનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપ્યો હતો. શાહે મુખ્યમંત્રીને કહ્યું હતું કે કેન્દ્રથી જેટલી પણ સહાયતાની આવશ્યકતા હશે, તે રાજ્યને આપવામાં આવશે. ત્યારપછી શાહના CRPFના DG કુલદીપસિંહને ઘટનાસ્થળે જવા જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.