તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Shah Says Gupkar Gang Wants Intervention Of Foreign Forces In Jammu And Kashmir, Such Alliance Should Not Be Run

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુપકાર ગેંગ પર ભડક્યા ગૃહમંત્રી:શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીરમાં વિદેશી તાકાતોની દખલ ઈચ્છે છે ગુપકાર ગેંગ, આવા ગઠબંધનને નહિ ચલાવી લેવાય

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • ગુપકારમાં કોંગ્રેસના સામેલ થવા અંગે શાહે સોનિયા-રાહુલને સ્પષ્ટતા કરવા કહ્યું
  • શાહે કહ્યું- ગુપકાર ગેંગ જમ્મુ-કાશ્મીરમાં આતંક અને બરબાદીના સમયને પરત લાવવા માગે છે

જમ્મુ-કાશ્મીરમાં બનેલા ગુપકાર અલાયન્સ પર ભાજપના પ્રહારો ચાલુ છે. અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે ગુપકાર ગેંગ હવે ગ્લોબલ થઈ રહી છે. તે જમ્મુ-કાશ્મીરમાં વિદેશી તાકાતો દખલગીરી કરે તેવું ઈચ્છે છે. શું સોનિયા અને રાહુલ ગાંધી તેમનું સમર્થન કરે છે ? આ અંગે તેમણે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ. ભારતના લોકો દેશની વિરુદ્ધ કોઈપણ ગ્લોબલ ગઠબંધનને સહન કરશે નહિ.

શાહે કહ્યું હતું કે ગુપકાર ગેંગ અને કોંગ્રેસ મળીને જમ્મુ-કાશ્મીરને આતંક અને બરબાદીના સમયમાં પરત લઈ જવા માગે છે. આર્ટિકલ 370 હટવાથી દલિતો, મહિલાઓ અને આદિવાસીઓને અધિકાર મળ્યા છે. કોંગ્રેસ અને ગુપકાર ગેંગ મળીને અધિકાર છીનવવા માગે છે. આ જ કારણે તેને દરેક જગ્યાએ લોકોએ નકારી છે.

દેશની વિરુદ્ધના અલાયન્સને સહન કરીશું નહિ
ગૃહમંત્રી શાહે કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે. ભારતના લોકો દેશની વિરુદ્ધ કોઈ આંતરરાષ્ટ્રીય ગઠબંધનને સહન કરશે નહિ. ગુપકાર ગેંગે દેશના મૂડની સાથે ચાલવું પડશે, નહિતર લોકો એને ડુબાવી દેશે. શાહ પહેલાં સોમવારે ભાજપના પ્રવકતા સંબિત પાત્રા અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુપકાર અલાયન્સ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

શું છે ગુપકાર ડિક્લેરેશન
શ્રીનગરના ગુપકાર રોડ પર નેશનલ કોન્ફરન્સના ચીફ ફારુક અબ્દુલ્લાનું ઘર છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટવવામાં આવી એના એક દિવસ પછી 4 ઓગસ્ટ, 2019ના રોજ આઠ સ્થાનિક દળોએ અહીં બેઠક કરી હતી. એમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. તેને ગુપકાર ડિક્લરેશન કહેવામાં આવ્યું. ગુપકાર ડિક્લરેશનમાં આર્ટિકલ-370 અને 35એની માન્યતાની સાથે જ જમ્મુ-કાશ્મીર માટે રાજ્યનો દરજ્જો માગવામાં આવ્યો છે. સહયોગી પક્ષોના સૌથી સિનિયર નેતા હોવાના કારણે ડો.ફારુક અબ્દુલ્લાને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેનું એક કારણ તેમની પાર્ટીની મજબૂત કેડરનું હોવું પણ છે.

ગઠબંધનમાં 6 પાર્ટી સામેલ
ગુપકાર ડિક્લરેશનને અમલમાં લાવવા માટે છ દળની સાથે હાથ મિલાવ્યો છે. એમાં ડો.ફારુક અબ્દુલ્લાની અધ્યક્ષતાવાળી નેશનલ કોન્ફરન્સ, મહબૂબા મુફ્તિની આગેવાનીવાળી પીડીપી સિવાય સજ્જાદ ગની લોનની પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કોન્ફરન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકાપાનું સ્થાનિક યુનિટ સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો