રાજનીતિ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના બે દિવસના પ્રવાસે જશે, જે દરમિયાન તેઓ બાંગ્લાદેશ સરહદ પરના વિસ્તારોની મુલાકાત લેશે તથા સિલીગુડીમાં જાહેરસભાને સંબોધશે. વિધાનસભા ચૂંટણી બાદ પહેલીવાર બંગાળ જઇ રહેલા શાહ કોલકાતામાં ભાજપના સાંસદો, ધારાસભ્યો અને હોદ્દેદારો સાથે વાતચીત કરશે.

તેઓ આજે સવારે રાજ્યમાં ‘ફ્લોટિંગ બોર્ડર આઉટ પોસ્ટ’ પર બોટ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપશે અને હરિદાસપુર બીઓપીમાં મૈત્રી સંગ્રહાલયનું ખાતમુહૂર્ત કરશે. સાંજે સિલીગુડીમાં જાહેરસભા થશે. કાલે શાહ તીન બીઘા જશે અને કૂચબિહાર જિલ્લાના ઢેકિયાબાડી બીઓપીમાં બીએસએફના જવાનો સાથે વાતચીત કરશે.

તેઓ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મુક્તિ-માતૃકા’માં પણ હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...