• Gujarati News
  • National
  • Union Health Minister Harshvardhan Says Vaccines Will Be Given To 25 To 30 Crore Indians By September2021, First To Health Workers

વેક્સિન 2021માં આવી શકે છે:કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું- સપ્ટેમ્બર સુધી 25થી 30 કરોડ ભારતીયને વેક્સિન અપાશે, હેલ્થ વર્કર્સને પ્રાથમિકતા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન (ફાઈલ તસવીર ). - Divya Bhaskar
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધન (ફાઈલ તસવીર ).

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, જેમાં દિલ્હીમાં તો માત્ર છેલ્લા 6 દિવસની અંદર 628 લોકોનાં કોરોનાને કારણે મોત થયાં છે. આ તમામ માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોના વિરુદ્ધ જંગનો આ 11મો મહિનો છે. આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે, જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25થી 30 કરોડ ભારતીયને વેક્સિન આપી દેવાશે.

સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છેઃ હર્ષવર્ધન
એક ટીવી ચેનલ સાથેની ચર્ચામાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે કોરોના સામે લડવા માટે સરકાર અને લોકોને જાગ્રત કરવામાં આવ્યા છે. કોરોનાના નિયમોનું ચુસ્તપણ પાલન થઈ રહ્યું છે. સ્થિતિ ભયાનક હોવા છતાં પણ કંટ્રોલમાં છે. દેશમાં 90 લાખ કન્ફર્મ કેસમાં લગભગ 85 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. સૌથી વધુ રિકવરી રેટ ભારતનો છે.

ડોક્ટર હર્ષવર્ધને વધુમાં કહ્યું હતું કે અમુક શહેરોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. છેલ્લા અમુક દિવસોથી કોરોનાના કેસ વધ્યા છે. અમે લોકોને ચેતવ્યા હતા. બેઝિક પ્રોટોકોલને ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પહેલો કેસ 30 જાન્યુઆરી આવ્યો હતો, જેના પછી અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું. અમારી ટીમ દરેક જગ્યાએ જઈ રહી છે.

દિલ્હીમાં કેન્દ્રની દખલ પછી જોખમ ઘટ્યુંઃ હર્ષવર્ધન
દિલ્હીમાં વધી રહેલા કોરોનાના જોખમ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે અહીંની સ્થિતિને કંટ્રોલમાં લાવવા માટે કેન્દ્રએ બે વખત દખલ કરી હતી. રાજ્ય સરકારને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી. પરિણામે, જોખમ ઘટ્યું. હવે ફરીથી અમે દખલગીરી કરી છે અને કોરોના ટેસ્ટિંગ પર ભાર આપ્યો છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં સરકાર સાથે લોકોની પણ જવાબદારી છે કે તેઓ કોરોનાને કંટ્રોલ કરે. અમુક ભણેલાગણેલા લોકોની બેદરકારીને કારણે દિલ્હીવાસીઓને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. RT-PCRની ક્ષમતાને વધારવામાં આવી છે. મોબાઈલ ટેસ્ટિંગ વાનની શરૂઆત કરવામાં આવી રહી છે. આપણે જેકંઈ પણ કરી શકતા હતા એ કરી રહ્યા છીએ. ટેસ્ટ અને ટ્રેસિંગથી કોરોનાને અટકાવી શકાય છે. તાત્કાલિક જ ટ્રેસિંગની જરૂર છે. સુપર સ્પ્રેડરવાળાં સ્થળો પર ટેસ્ટ કરવા જોઈએ. દિલ્હીમાં પોલ્યુશન પણ સૌથી મોટી સમસ્યા છે. મેં પહેલાં જ લોકોને ચેતવ્યા હતા. ઘણાં રાજ્યોમાં સમસ્યા ઘટી ગઈ છે.

2021ના પહેલા ત્રણ મહિનામાં વેક્સિન મળી જશે
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આખી દુનિયામાં 250 કોરોના વેક્સિન કંપની છે, જેમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં પાંચ વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. 2021ના પહેલા ત્રણ મહિનામાં આપણને વેક્સિન મળશે. સપ્ટેમ્બર સુધી 25થી 30 કરોડ ભારતીયને વેક્સિન આપી દેવાશે.

વેક્સિન સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે
વડાપ્રધાન મોદી કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. પીએમ પોતે અપડેટ પર નજર રાખી રહ્યા છે. પહેલા દિવસથી જ તે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. આપણે સરકાર સાથે મળીને ફરી કોરોનાને હરાવીશું.

વેક્સિન સૌપ્રથમ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે, ત્યાર પછી ફ્રન્ટલાઈન વર્કર, પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સને આપવામાં આવશે. ત્યાર પછી 65 વર્ષથી ઉપરની વયના લોકોને આપવામાં આવશે. પછી 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અપાશે.

અન્ય સમાચારો પણ છે...